bhujangasana benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શરીરને સ્વસ્થ રાખવા માટે કસરતની સાથે શારીરિક પ્રવૃત્તિ કરવી પણ જરૂરી છે. હેલ્થ એક્સપર્ટના મતે આજના સમયમાં લોકો નાની ઉંમરના લોકો પણ ગંભીર બીમારીઓ શિકાર બની જાય છે. એક દાયકા પહેલા જે બિમારીઓ વૃદ્ધત્વમાં થતી હતી તે હવે યુવાનોમાં પણ જોવા મળી રહી છે.

આ બધાની પાછળ શારીરિક નિષ્ક્રિયતા મુખ્ય કારણ માનવામાં આવે છે. બીજી તરફ જો નિયમિત કસરત કરવામાં આવે તો આપણે પણ અનેક પ્રકારની ગંભીર બીમારીઓથી જીવનભર સુધી રક્ષણ મેળવી શકાય છે. યોગ કરીને તમે પણ શરીરના તમામ ભાગોમાં લોહી અને ઓક્સિજનના પરિભ્રમણને સરળતાથી વધારી શકો છો.

કોબ્રા પોઝ અથવા ભુજંગાસન યોગને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ભુજંગાસન યોગ દરરોજ કરવાથી ઘણા ગંભીર રોગોનું જોખમ ઘટાડી શકાય છે અને શરીરમાં નવી ઉર્જાનો પણ સંચાર થાય છે. ચાલો જાણીએ આનાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે.

bhujangasana benefits in gujarati

ભુજંગાસન કરવાની રીત : નિષ્ણાતોના મત મુજબ કોઈપણ યોગમાંથી વધારે લાભ મેળવવા માટે તેની યોગ્ય રીતે કેવી રીતે કરવું તે જરૂરી છે. ભુજંગાસન યોગ કરવા માટે સૌથી પહેલા જમીન પર સૂઈ જાઓ અને તમારી હથેળીઓને ખભાની પહોળાઈથી થોડી અલગ કરીને જમીન પર રાખો.

તમારા શરીરના નીચલા ભાગને જમીન પર રાખીને શ્વાસ લો અને તમારી છાતીને જમીનથી ઉઠાવીને ઉપરની તરફ ઊંચી કરીને છત તરફ જુઓ. આ પછી શ્વાસ બહાર કાઢતી વખતે તમારા શરીરને જમીન પર પાછું લાવો.

તણાવ અને ડિપ્રેશન માટે લાભકારી : જે લોકોને વારંવાર તણાવ અથવા ચિંતાની સમસ્યા રહેતી હોય છે તે ભુજંગાસન યોગનો નિયમિત અભ્યાસ કરવો ફાયદાકારક સાબિત થઈ શકે છે. માનસિક સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાને દૂર કરવા માટે આ યોગ તમારા માટે ફાયદાકારક છે. ડિપ્રેશનના લક્ષણોને ઘટાડવામાં તેમજ વાત દોષને ઘટાડવામાં મદદ કરે છે અને વાત દોષના કારણે ઉદાસી અને ચિંતાની લાગણી વધી જાય છે.

સંધિવાના દર્દીઓ માટે ફાયદાકારક : કરોડરજ્જુ અને કમરના હાડકાને મજબૂત કરવા અને તેને લચીલું બનવી રાખવા માટે કોબ્રા પોઝ ફાયદાકારક બની શકે છે. શરીરને પૂરો આરામ આપવાની સાથે આ યોગ પેશીઓ અને કોષોને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. આ યોગ હાડકાની ઘનતાને જાળવવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.

થાઈરોઈડની સમસ્યામાં ફાયદાકારક : નિષ્ણાતોના માટે પ્રમાણે ભુજંગાસન ગળા અને થાઈરોઈડ ગ્રંથિને ઉત્તેજિત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. જે લોકોને થાઈરોઈડ હોય તેઓને દરરોજ ભુજંગાસન યોગ કરવાથી ફાયદો થાય છે. આ આસન હોર્મોન્સના સ્ત્રાવને સંતુલિત કરવામાં મદદરૂપ છે, જેનાથી થાઇરોઇડને ઓછો કરી શકાય છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “દરરોજ 5 મિનિટ કરો આ યોગ, થાઈરોઈડ, સંધિવા, તણાવ અને ડિપ્રેશન માટે છે 100 ટકા ફાયદાકારક”