pag na vadhiya ni dava
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અહીંયા તમને જણાવીશું શિયાળામાં થતા પગના પગના વાઢિયા ની દવા (Pag na vadhiya ni dava) વિષે. : શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને શરીરમાં કેટલીક એવી કેટલીક સમસ્યાઓ છે જે શિયાળાની ઋતુ ચાલુ થાય એટલે કે ઠંડી ચાલુ થાય એટલે નાની-મોટી સમસ્યાઓમા વધારે થાય છે. આ નાની-મોટી સમસ્યાઓ પણ ઘણા બધા લોકો હેરાન પરેશાન થતા હોય છે.

આ નાની મોટી સમસ્યા એટલે કે પગની એડીમાં થતા વાઢીયા જેને આપણે દેશી ભાષામાં પગમાં ચીરા પડી ગયા છે, પગ ની ચામડી ફાટી ગઈ છે એમ કહીએ છીએ. તમે ઘણા લોકોને જોયા હશે કે શિયાળાની શરૂઆત થતા જ કેટલાક લોકોને વાઢીયામાંથી લોહી નીકળવાનું શરૂ થઈ જાય છે અને તેમને ખૂબ બળતરા થતી હોય છે.

ઘણા લોકોને આ એકદમ નાની સમસ્યા સમસ્યા લાગે પણ જે લોકોને આ સમસ્યા થાય છે તે લોકો માટે ઘણી પીડાદાયક સાબિત થાય છે. તો શિયાળામાં વાઢીયા જ ન પડે અને જો વાઢીયા પડે તો શું કરી શકીયે જેથી વાઢીયા પડતા જ તેને ઘરેથી કઈ રીતે મટાડી શકીએ તે માટેના કેટલાક ઉપાયો જોઈશું.

સૌ પ્રથમ વાત કરીએ કે જે લોકોને શિયાળાની ઋતુમાં દર વખતે વાઢીયાની તકલીફ રહેતી હોય તેવા લોકોએ શિયાળામાં પોતાના પગની ખાસ તકેદારી રાખવી. રાત્રે સૂતી વખતે ગરમ હૂંફાળા પાણીથી પગ ધોઈ લેવા જોઈએ અથવા તો ગરમ પાણીની અંદર એક લીંબુ નીચોવી અને પાણીમાં પગ છે 2-5 મિનિટ સુધી ડુબાડીને રાખવા અને પગમાં ભરાયેલો કચરો(મેલ) સાફ કરી લેવો.

પગ સારી સાફ કરીને પગની એડી પર વેસેલિન લગાવી લેવું. આમ કરવા;થી આખા શિયાળા દરમિયાન તમારા પગ એકદમ મુલાયમ બની રહેશે અને વાઢિયા પણ નહીં પડે. હવે જાણીએ પગના વાઢિયા ની દવા પગના ચીરા પડી ગયા હોય ત્યાં વેસેલિન લગાવવાથી વાઢિયા 3-4 દિવસમાં મટી જાય છે.

આ પણ વાંચો- Pag na vadhiya ni dava

  1. જૂનામાં જુના વાઢિયા એક જ દિવસમાં મટાડો.
  2. પગના વઢિયાથી મેળવો કાયમી છુટકારો

2) આ સિવાય મીણબત્તીનું જે મીણ આવે છે તે વાઢિયા મટાડી શકે છે. એક ચમચી ઘી અને મીણ લો. તેને ગરમ કરો અને બરાબર મિક્સ કરો. બરાબર મિક્સ કરવાથી એક મલમ તૈયાર થશે. આ મલમને રૂના પૂમડાં વધે એડીઓની તિરાડમાં નાખો. શરૂઆતમાં થોડીક બળતરા થશે પણ વાઢિયા અને ચીરા પડવાની સમસ્યામાં આ એક અક્સિર ઉપાય છે.

3) એક ચમચી લીંબુનો રસ, એક ચમચી ગુલાબજળ અને એક ચમચી દીવેલને લઈને બરાબર મિક્ષ કરીને મિશ્રણ તૈયાર કરી લેવું.. આ મિશ્રણને ફાટેલી એડી પણ રોજ રાતે એકવાર માલિશ કરી અને પગના મોઝા પહેરીને સૂઈ જાઓ. આ ઉપાય કરવાથી પણ તમને ઘણો ફાયદો થાય છે.

4) જે લોકોને પગના ચીરા અને વાઢીયા મટતાં ન હોય તે લોકો નિયમિત રીતે વડનું દૂધ લગાવે તો પણ ઘણો ફાયદો થાય છે. 5) દીવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવી ખુબ હલાવી એકરસ કરી લેવી. આ મિશ્રણને પગના વાઢીયા અને ચીરા પર લગાવવાથી ઝડપથી ફાયદો થાય છે.

આ સાથે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારા પગને વધારે સમય પાણીમાં રાખવાના નથી. ખાસ કરીને ગૃહિણીઓને વધુ ધ્યાન રાખવું. જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા