farali bataka vada recipe
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું તે પ્રશ્ન મોટા ભાગના લોકોમાં હોય છે. નાના મોટાં બધાને બટાકા તો ભાવતાજ હોય છે. મોટા ભાગની ફરાલી વસ્તુમાં બટાકાનો ઉપયોગ થતો જ હોય છે. તો આજે આપણે વ્રત, ઉપવાસ માં ખાઈ શકાય એવા ચટણી સાથે ના ફરાળી બટાકા વડા ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય તે જોઇશું.

સામગ્રી

મસાલા માટે

  • ૪ મધ્યમ કદના બાફેલા બટાકા
  • ૨ ચમચી તેલ
  • ૧ ચમચી જીરું
  • ૪ સમારેલા લીલા મરચા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૧ tsp કાળા મરી પાવડર
  • ૧ tsp ખાંડ
  • ૨ ચમચી લીંબુનો રસ
  • ૩/૪ કપ શિંગોડાનો લોટ

બહાર ના સ્તર માટે

  • ૩/૪ કપ શિંગોડાનો લોટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • સ્વાદ માટે કાળા મરી
  • જરૂરી પાણી

ફરાળી ચટણી માટે

  • કોથમીર
  • ૨ લીલા મરચા
  • ૨ ચમચી છીણેલું નારિયેળ નું છીણ
  • ૧ ચમચી લીંબુ નો રસ
  •  ચમચી ખાંડ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જરૂર મુજબ પાણી

farali bataka vada recipe in gujarati

બટાકા વડા માટે

  1. મિક્સિંગ બાઉલમાં બટાકા ને બાફી અને મેશ કરી લો..
  2. એક કડાઈમાં તેલ ગરમ કરો; જીરું અને લીલા મરચા નાખો. એક મિનિટ માટે સાંતળો.
  3. છૂંદેલા બટાકા, મીઠું, મરી અને ખાંડ ઉમેરો. સારી રીતે ભેળવી દો.
  4. ગેસ બંધ કરો અને તેમાં લીંબુનો રસ નાખી અને સારી રીતે ભેળવી દો
  5. તૈયાર થયેલા મસાલાને થોડી વાર ઠંડો થવા દો.
  6. બટાટાના મિશ્રણને હાથમા લઈને સમાન ગોળાકાર આકારના બોલ બનાવો.
  7. મિક્સિંગ બાઉલમાં શિંગોડા નો લોટ, મીઠું, મરી, અને જરૂરી પાણી ઉમેરી અને સારુ બટર બનાવી લો.
  8. મસાલાવારા વડાને બટર માં સરખી રીતે કોટ (બટર માં ડુબાડી)કરી ને તળવા માટે તૈયાર કરો.
  9. એક કડાઈમાં તેલ ગરમ કરો, તેલમાં બટર-કોટેડ વડા ઉમેરો.
  10. એકવાર બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી તેને કડાઈ માંથી ઉતારી લો.
  11. ચટણી સાથે ફરાળી બટાકા વડા પીરસો.

ફરાળી ચટણી માટે

  1. મિક્સરમાં કોથમીર, લીલા મરચા, નાળિયેર નું છીણ,  મીઠું, ખાંડ અને લીંબુનો રસ નાખો. થોડુ પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરી લો.
  2. તો તૈયાર થઈ ગઈ છે ફરાળી ચટણી, જેને તમે બટાકા વડા સાથે સર્વ કરો શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા