તમે પહેલાથી જ જાણતા હશો કે તણાવ અને પ્રદૂષણ આપણા વાળ પર ખુબ જ ખરાબ રીતે અસર કરે છે. આ સિવાય લોકો એવું માને છે કે તણાવ અને આનુવંશિકતાને વાળ ખરવાનું મુખ્ય કારણ છે. પરંતુ કદાચ તમે નથી જાણતા કે વાળ ખરવાના કારણોમાં તમારો ખોરાક પણ છે.
તમે જે પણ ખોરાક તમારા આહારમાં લો છો તે વાળના સ્વાસ્થ્ય માટે અદ્ભુત રીતે કામ કરી શકે છે અથવા વાળને નુકસાન પણ કરી શકે છે. અમુક ખોરાક વાળ ખરવા અને વાળને પાતળા કરવામાં સારો એવો ભાગ ભજવે છે. વાળના વિકાસને વધારવાના બદલે આ ખોરાકમાં એવા પોષક તત્વો હોય છે જે વાળના વિકાસને અટકાવે છે.
જો તમે પણ હેલ્ધી વાળ ઇચ્છતા હોય તો વાળ ખરવાનું કારણ બનાવાવાળા આ ખોરાકને ખાવાનું ટાળો. ચાલો તો તેના વિશે જાણીયે કે આવા ખોરાક પર જે તમારે તમારા વાળના સ્વાસ્થ્ય માટે ના ખાવા જોઈએ.
ખાંડવાળો ખોરાક : ખાંડ ઝડપથી વાળ ખરવાનું ખૂબ જ અગત્યનું કારણ છે. ખાંડ વાળ માટે તો સારી નથી જ પણ તે સિવાય તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોચાડનાળી છે. તમારા વાળ માટે પ્રોટીન ખૂબ મહત્વનું છે અને ખાંડ તેના શોષણમાં અટકાવ કરે છે. તેથી વધારે ખાંડવાળા ખોરાક અથવા ખાંડથી ભરપૂર ખોરાકથી દૂર રહો.
અભ્યાસ દર્શાવે છે કે ઇન્સ્યુલિન રેજિસ્ટસ જે ડાયાબિટીસ અને મોટાપા તરફ દોરી જાય છે તે વાળ ખરવાનું કારણ બની શકે છે અને તે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં ટાલ પડવાનું કારણ બની શકે છે .
સોડા : ડાયેટ સોડામાં એસ્પાર્ટમ નામનું આર્ટીફીસીયલ સ્વીટનર હોય છે જેથી સંશોધકોએ શોધી કાઢ્યું છે કે તે વાળના મૂળને નુકસાન પહોંચાડે છે. જો તમે તાજેતરમાં વાળ ખરવાની સમસ્યા અનુભવી રહ્યા છો તો સોડાને સંપૂર્ણપણે ટાળવું જોઈએ.
કાચા ઈંડાનો સફેદ ભાગ : ઈંડા વાળ માટે ખૂબ ફાયદાકારક છે પરંતુ તેને કાચા ક્યારેય ના ખાવા જોઈએ. કાચા ઈંડાની સફેદી બાયોટીનની ઉણપનું કારણ બની શકે છે, વિટામિન જે કેરાટિન ઉત્પાદનમાં મદદ કરે છે.
જો તમે પણ તમારા ખરતા વાળથી પરેશાન છે તો આ બધા ખોરાકથી દૂર રહો. આવી જ વધારે જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.