Hair fall treatment: અહીંયા તમને જણાવીશું વાળ ખરવાના કારણો વિશે. આજના ભાગદોડવળી જિંદગીમાં આપણે પોતાના માટે સમય કાઢી શકતા નથી અને જેના કારણે આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને એમાં વાળ ખરવા એ સૌથી મોટી સમસ્યા છે જેની સાથે દરેક બીજી સ્ત્રી સંઘર્ષ કરી રહી છે. જો કે, વાળ ખરવાનું કોઈ એક કારણ નથી.
ઘણી વખત સ્ત્રીઓ વાળ ખરતા ઘટાડવા માટે માથામાં તેલ લગાવે છે. આ પદ્ધતિ ચોક્કસપણે વાળના વિકાસમાં મદદ કરે છે, પરંતુ તે પહેલાં વાળ ખરવાના કારણો કયા છે અને તેની સારવાર કેવી રીતે કરી શકો તે પણ જાણવું જરૂરી છે.
વાળ કેમ ખરે છે : જે લોકોને વાળ ખરવાની સમસ્યા છે તેમને જાણવું જરૂરી છે કે વાળ ખરવાના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ તેમાંથી કેટલાકનો ઉલ્લેખ નીચે મુજબ છે.
હેર સ્ટાઇલ માટે ની પ્રોડક્ટ્સ : આપણે ઘણીવાર આપણા વાળમાં જુદી જુદી હેરસ્ટાઈલ બનાવીએ છીએ અથવા તો ક્યારેક વાળ સ્ટ્રેટ કરી લઈએ છીએ. આ સિવાય ઘણી સ્ત્રીઓ બ્લીચિંગ કરાવે છે, જેના કારણે વાળ ખરવાની સમસ્યા વધારે વધી જાય છે.
એ જ રીતે વાળની ઘણી એવી ટ્રીટમેન્ટ છે જે વાળ ખરવાની સમસ્યાને વધારે છે. એટલા માટે આપણે આપણા વાળને નુકસાન પહોંચાડતી ટ્રીટમેન્ટ ટાળવી જોઈએ.
આનુવંશિક : કેટલીકવાર કેટલાક લોકોમાં વાળ ખરવાનું કારણ આનુવંશિકતા હોય છે અને આનુવંશિક વાળ ખરવામાં મહત્વનો ભાગ ભજવે છે. હકીકતમાં, એક ઉંમર પછી વાળ ખરવાનું નિશ્ચિત જ છે. સામાન્ય રીતે વાળ ખરવાની શરૂઆત 20 થી 30 વર્ષની ઉંમરથી શરૂ થાય છે.
એટલું જ નહીં, કોઈપણ બાળકને વાળ ખરવાની સમસ્યા તેમના માતાપિતા પાસેથી વારસામાં મળી શકે છે. કેટલીકવાર આનુવંશિકના કારણે વાળ ખરવાથી માથાની ચામડી પર પણ અસર થાય છે.
તણાવ અને ધૂમ્રપાન : જો તમે વધુ સ્ટ્રેસ લો છો અથવા ધૂમ્રપાન કરો કરતા હોય તો પણ તેની અસર વાળ પર પડે છે અને વાળ ખરવા લાગે છે. ધૂમ્રપાનને કારણે નિકોટિન અને બીજી ઘણી પ્રકારની દવાઓ શરીરમાં જાય છે જેના કારણે આપણી ત્વચા અને વાળમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે વહેતો નથી. જ્યારે લોહીનો પ્રવાહ ના હોય તો વાળ નબળા પડી જાય છે અને ખરવા લાગે છે.
પોષણની ઉણપ : આપણી જીવનશૈલી ખરાબ થઈ રહી છે અને સમય ના હોવાના લીધે લોકો રેડીમેડ ફૂડ ખાવા લાગ્યા છે, જેના કારણે આપણા શરીરમાં પોષણની કમી રહે છે. આવી સ્થિતિમાં જો તમે સમય પહેલા ખરતા વાળ અને સફેદ વાળથી પરેશાન થઇ રહયા છો તો, સમજી લો કે ક્યાંક પોષણની કમી છે.
વાળ ખરવાના ઉપાયો (hair fall treatment): તમારા આહારમાં ઉચ્ચ પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ ખાવાની શરુ કરો. આનાથી જ્યારે તમારા શરીરમાં પોષક તત્વો જશે તો તમારું શરીર સ્વસ્થ બનશે અને વાળને પણ પ્રોટીન મળશે. વાળને પ્રોટીનની ખૂબ જ જરૂર હોય છે.
માનસિક તણાવને ઓછો કરવાથી પણ વાળના ખરવાની સમસ્યાથી બચી શકાય છે. તેથી તમે માનસિક તણાવથી છુટકારો મેળવવા માટે યોગ અથવા મેડિટેશન કરી શકો છો. વાળ ટ્રીટમેન્ટથી જેમ બને તેટલું દૂર રહો. બ્લીચિંગ કરવું કે સ્ટ્રેટનિંગ કરવું વાળ માટે સારું નથી.
વાળ પર કોઈપણ પ્રકારના કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ કરશો નહીં. તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો. તમારે ડૉક્ટરની સલાહ લીધા વગર કોઈ પણ કામ ના કરવું જોઈએ. જ્યાં સુધી તમારા ડૉક્ટર તમને કોઈપણ પ્રકારની દવા લેવાનું કહે ત્યાં સુધી તમારે તમારી જાતે કોઈ દવા પ્રકારની દવા ના લેવી જોઈએ.
Comments are closed.