hair pack for growth in guajrati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પાતળા વાળ અને ખરતા વાળની ​​સમસ્યા ઘણી મોટી છે અને કેટલાક લોકો માટે તે એક સપના જેવું છે. પાતળા અને ખરતા વાળ હંમેશા નુકસાનકારક હોય છે અને આ સ્થિતિમાં જો તમારા વાળ સાથે પણ આવું થઈ રહ્યું હોય, તો તમારા વાળની સંભાળ લેવામાં થોડો ફેરફાર કરવાની જરૂર છે.

સારા ખોરાક ખાવા સિવાય, તમારા વાળની ​​સંભાળની દિનચર્યા એવી હોવી જોઈએ કે તે વાળના વિકાસની ગ્રોથ વધારે. એટલા માટે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે ત્રિફળા અને બીજી સામગ્રીને દહીં સાથે મિક્સ કરીને બનાવવામાં આવેલો આ હેર પેક પાતળા વાળ વાળા લોકો માટે સારું હોઈ શકે છે.

આ રેસીપી ખૂબ જ સારી છે જે વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે. આ હેર પેકમાં આપણે દહીં, વિટામિન ઇ, ત્રિફળા પાવડરનો ઉપયોગ કરવાના છીએ. ત્રિફલા પાવડરમાં ત્રણ પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ હોય છે એટલે તે માત્ર વાળ માટે જ નહીં પણ ત્વચા અને આંખો માટે પણ સારી છે.

ત્રિફલાનો ઉપયોગ સદીઓથી બ્યુટી સારવાર માટે કરવામાં આવે છે અને તે ચોક્કસ વાળના વિકાસ માટે રામબાણ તરીકે કામ કરશે. અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે તમે જે પણ દહીં ઉપયોગમાં લઇ રહયા છો તે લટકતું દહીં હોવું જોઈએ.

એટલે કે વધારાનું પાણી દહીંમાંથી કાઢી નાખેલું હોવું જોઈએ. તમે જો ઘરે જ દહીં જમાવો છો તો ખૂબ જ સારી વસ્તુ છે અને જો તમે તેને જમાવી શકતા નથી, તો તમે બજારમાંથી લાવેલા દહીંનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ તેમાંથી પાણી કાઢી લેવાનું છે.

આ હેર પેક બનાવવા માટે આ વસ્તુઓની જરૂર પડશે. 1 ચમચી નાળિયેર તેલ, 2 ચમચી લટકાવેલું દહીં (પાણી કાઢી નાખેલું), 1 ચમચી ફ્રેશ એલોવેરા જેલ, 2 ચમચી ત્રિફળા પાવડર, 1 કેપ્સ્યુલ વિટામિન ઇ

વાળને મોટા કરવા માટે હેર પેક : વાળ ઘટ્ટ કરવા માટે હેર પેક બનાવવા માટે આપણે બે ચમચી ત્રિફળા પાઉડર લેવું પડશે હવે તેમાં આપણે એલોવેરા જેલ નાખો અને પછી આપણે વિટામિન ઇ કેપ્સ્યુલ, દહીં અને 1 ટીસ્પૂન નારિયેળ તેલ ઉમેરો.

આ બધી વસ્તુઓ એકસાથે મિક્સ કરીને પીસી લો અને તેની ખૂબ જ સારી રીતે પેસ્ટ બની જશે. , જો તમે આ પેકને પીસતા નથી તો તે તમારા વાળથી નીકાળવામાં મુશ્કેલ થઇ જશે. સ્મૂથ પેસ્ટને વાળ પર તરત જ લગાવી શકાય છે. તમે તેને માથાની ચામડી અને વાળ પર બંને પર લગાવી શકો છો.

તેને તમારા વાળ પર લગાવીને 30 મિનિટ સુધી રાખો. જો તમે ઈચ્છો છો તો તમે આનાથી વધારે પણ લગાવીને રાખી શકો છો, પરંતુ આનાથી ઓછા સમય માટે ના લગાવો. આ પેસ્ટને ફ્રિજમાં બે દિવસ સુધી રાખી શકાય છે. આ હેર પેકને ધોવા માટે હળવા શેમ્પૂનો ઉપયોગ કરો જેથી વાળમાં કેમિકલ્સ ના જાય.

પછી તમે જે રીતે કન્ડિશનરનો ઉપયોગ કરો છો તેમ જ કરો. જો તમે અઠવાડિયામાં બે વાર આ હેર પેક લગાવી શકો છો તો તે તમારા માટે બેસ્ટ રહેશે. આ હેર પેકની મદદથી તમને ખૂબ સારા પરિણામો જોવા મળશે.

આમાં હાજર ત્રિફળા વાળના વિકાસ માટે ખૂબ જ સારું છે. સાથે, આ હેર પેકમાં વાળને પોષણ આપવા માટે વિટામિન ઇ અને દહીંનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં રહેલી તમામ સામગ્રી પાતળા વાળવાળા લોકો માટે સારા પરિણામ આપે એમ છે.

તેનો ઉપયોગ કરતી વખતે, ધ્યાન રાખો કે જો તમને કોઈપણ સામગ્રીથી એલર્જી એલર્જી છે તો તેને ના લગાવો. દરેક વ્યક્તિ પર ઘરગથ્થુ ઉપચારની અસર અલગ અલગ હોય છે તો આવી સ્થિતિમાં તમારા વાળની ટેક્સચર પ્રમાણે હેર પેક બનાવો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “દહીંનો ઉપયોગ કરી બનાવેલા હેર પેકનો ઉપયોગ પાતળા વાળને જાડા બનાવે છે”