hair pack for hair growth and thickness in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

Hair pack for hair growth and thickness: અત્યારના આધુનિક સમયમાં જે રીતે સમય પસાર થઇ રહ્યો છે તેમ વાતાવરણમાં પણ ઘણો ફેરફાર થયો છે. પહેલાના સમયમાં વાતાવરણ એકદમ સ્વચ્છ જોવા મળતું હતું, જયારે આજના સમયમાં વાતાવરણ પ્રદુષિત થયેલું જોવા મળે છે. જયારે પણ વાતારણમાં ફેરફાર થાય છે ત્યારે તેની સીધી અસર આપણા શરીર પર જોવા મળે છે.

અત્યારની આધુનિક જીવનશૈલી અને ખોટી આદતોના કારણે શરીરમાં પણ કેટલાક ફેરફાર થયેલા જોવા મળે છે. આ ફેરફારની સીધી અસર શરીરમાં સૌથી વધારે અને પહેલા ત્વચા અને વાળ પર થતી હોય છે. જો તેમાં પણ વાળ ખરવાની શરૂઆત થાય છે તો માત્ર થોડા જ મહિનામાં માથા પર ટાલ દેખાવા લાગે છે.

ઘણા લોકો એવું કહેતા હોય છે કે જો એકવાર માથા પર ટાલ પડી જાય પછી તે જગ્યા પર ફરીથી વાળ ઉગતા નથી. પરંતુ એવું માનવું નહીં કે ટાલ પર ફરીથી વાળ ન ઉગી શકે. તમે ઈચ્છો તો ટાલ પર વાળ ઉગાડવા શક્ય છે. તેના માટે અહીંયા તમને કેટલાક નુસખાઓ વિષે જણાવીશું, જે નુસખાઓ અજમાવીને તમે ફરીથી માથામાં વાળ લાવી શકો છો.

તો ચાલો જાણીએ આ નુસખાઓ વિષે. જે લોકોને વાળ ખરવાના શરુ થયા હોય અથવા તો જે જગ્યા પર પહેલાથી વાળ ખરી ગયા છે તે જગ્યા પર ડુંગળીનો રસ લગાવવામાં આવે તો પણ વાળ ફરીથી આવવા લાગે છે. તમે ડુંગળીના રસનો તેલ તરીકે પણ માથામાં ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો:

બીજો નુસખો કરવા માટે એક ચમચી મીઠું, કાળી મરી એક-એક ચમચી લેવા અને તેમાં ચારથી પાંચ ચમચી જેટલું નાળિયેરનું તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવું. તેને ટાલ પર લગાડવાથી નવા વાળ ઝડપથી આવી શકે છે.

જે લોકોને વાળ ખરવાના શરુ થયા હોય અથવા તો જે જગ્યા પર પહેલાથી વાળ ખરી ગયા છે તે જગ્યા પર ડુંગળીનો રસ લગાવવામાં આવે તો પણ વાળ ફરીથી આવવા લાગે છે. તમે ડુંગળીના રસનો તેલ તરીકે પણ માથામાં ઉપયોગ કરી શકો છો.

હવે જે નુસખો બતાવવા જઈ રહ્યા છીએ તે નુસખો મોટાભાગના લોકોને ફાયદાકારક સાબિત થાય છે. આ નુસખા માટે 25 ગ્રામ સફેદ ખારો લઈ તેને લીંબુના રસમાં વાટી લેવો. આ બનેલા મિશ્રણને તમારા માથામાં જે જગ્યા પર ટાલ પડી ગઈ છે તે ટાલના ભાગ પર લગાવી એક થી બે કલાક પછી માથુ ધોઈ લઇ માથામાં નારિયળનું તેલ લગાવી લેવું. આ નુસખો એકદમ સસ્તો અને સરળ નુસખો છે.

અડદની દાળ બધા લોકોના ઘરે જોવા મળે છે. આ અડદની દાળને રાત્રે પાણીમાં પલાળી દેવી. સવારે આ પલાળેલી દાળની પેસ્ટ કરી અને માથામાં લગાવી લો. આ પેસ્ટનો ઉપયોગ ખાસ કરીને રાત્રે કરવો .

દાડમ ખાવાથી જેટલા ફાયદા થાય છે તે જ રીતે તેના પાનનો ઉપયોગ કરવાથી પણ ફાયદા થાય છે. સૌ પ્રથમ દાડમનાં પાનને પાણી ઉમેરી અને વાટી લઈને લેપ તૈયાર કરો. આ લેપને માથામાં જે ભાગ પર ટાલ પડી છે તે ભાગ પર લગાવી દેવી અને રાત્રે હેરકેપ પહેરીને સુઈ જવું. જો નિયમિત રીતે આ ઉપાય કરવામાં આવે તો તમારું ટાલિયાપણું દુર થઈ શકે છે.

હવે જે નુસખો બતાવીશું તેનો ઉપયોગ માલીસ માટે કરી શકો છો. આ નુસખા માટે જટામાસીના મૂળને નારિયેળના તેલમાં સારી રીતે ઉકાળી અને ઠંડુ કરી લો. આ બનેલા તેલથી રોજ સૂતાં પહેલાં માથામાં માલિસ કરવી. આ ઉપાય કરવાથી પણ માથામાં વાળ આવી જાય છે.

તમારા આસપાસ કરેણ જોવા મળતી જ હશે. આ કરેણના ઝાડની કુમળી પાંદડીઓ લઇ તેને વાટી તેનો રસ કાઢી લેવો. આ રસમાં થોડુંક દૂધ ઉમેરી લેવું. હવે આ બનેલા રસને ટાલ પર લગાવવાથી નવા વાળ ઉગવા લાગે છે.

જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, કિચન ટિપ્સ, રિસીપી, યોગા અને બીજી ઘણી બધી માહિતી દરોજ મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા