Kitchen Tips gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે તમને એવી કેટલીક કિચન ટીપ્સ (kitchen tips) વિશે જણાવીશું જે તમે કદાચ પહેલા જાણતા નહિ હોય. અહીંયા બતાવેલી ટીપ્સ જો તમને ખબર નહિ હોય તો તમે અત્યાર સુધી ઘણી બઘી મુશ્કેલી માં મુકાઈ જતા હસો. તો અહીંયા બતાવેલી કેટલીક ટીપ્સ વિશે જાણીલો જેથી તમે કોઈ દિવસ મુશ્કેલીમાં ના મુકાઈ જાઓ.

(1) જો તમારું  ઈડલી, ઢોસાનું બેટર ખાટું થઇ ગયું હોય તો તેમાં થોડુંક નારિયેળનું દૂધ ઉમેરવાથી તે ખટાશ ઓછી થઇ જશે. (2) લીલા મરચાને લાંબા સમય સુધી તાજા રાખવા માટે મરચાના આગળ નાં ડીંટાને તોડીને મરચાને ફ્રિજમાં મુકી દો. તેનાથી લીલા મરચા લાંબા સમય સુધી તાજા અને ફ્રેશ રહેશે અને લાંબા સમય સુધી બગડશે નહિ.

(3) પનીર બનાવ્યા પછી વધેલા પાણીથી જો લોટ બાંધવામાં આવે તો તંદુરી રોટી નરમ બને છે. (4)  તંદુરી રોટી નરમ અને ક્રિસ્પી બનાંવવા તંદુરી રોટી નો લોટ બંધાતી વખતે તેમાં થોડું દહીં મેળવવું અને હૂંફાળા પાણીથી લોટ બાંધવો. તંદુરી રોટી નરમ અને ક્રિસ્પી બનશે.

(5) મિક્સરને ધારદાર બનાવવા માટે દર  મહિને એકવાર તેમાં  મીઠું નાખીને તેને ચાલુ કરવું. આ ઉપાય કરવાથી મિક્સર ધારદાર બની જશે.

આ પણ વાંચો

(6) હંમેશા સલાડ સર્વ કરતી વખતે જ તેમાં મીઠાનો ઉમેરો કરવો, કારણ કે મીઠું પાણી છોડે છે અને તેને કારણે સલાડ ફ્રેશ લાગશે નહિ.

(7) રસોડામાં અથવા ઘરના કોઈ પણ ભાગની ટાઇલ્સ ચીકણી થઇ ગઈ હોય અને જો તે ચીકાશ દુર નાં થતી હોય તો તેના પાર બ્લીચ નાખવું અને પછી તેને બ્રશથી સાફ કરવી. એટલું કર્યાં પછી ટાઇલ્સ પરની બધી ચિકાસ નીકળી જશે અને ટાઇલ્સ એકદમ નવા જેવી થઇ જશે.(8) દાળના પુલડા બનાવતી વખતે તેના બેટરમાં બે ચમચા ચોખાનો લોટ ઉમેરવાથી તમારા પુલડા ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બનશે.

(9) ફ્રીજમાંથી આવતી વાસ અને  ફ્રીજને અંદરથી સાફ રાખવા માટે ગરમ પાણીમાં થોડો બેકિંગ સોડા ઉમેરીને તે મિશ્રણથી સાફ કરવું.

(10) જો તમારા રસોડામાં વંદા આવે છે અથવા રસોડામાં વંદાનો ત્રાસ વધી ગયો હોય તો જ્યાંથી વંદા વધારે નીકળે છે તે ભાગમાં બોરિક પાઉડર છાંટી લેવો તેનાથી વંદા ઓછા થઇ જશે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

2 replies on “10 કિચન ટીપ્સ (Kitchen Tips) જે તમે કદાચ જાણતા નહિ હોય.”