એકદમ ટેસ્ટી, જોતાજ ખાવા નું મન થઈ જાય એવી ક્રિસ્પી, પાણીપુરી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જોઇશું. જો પાણીપુરી સાથે તીખું અને ચટપટું ફુદીનાનું પાણી હોય તો પાણીપુરી ખાવાની મજાજ કઈક જુદી હોય છે. તો આજે આપણે લારી પર મળે એવી ચટપટી પાણીપુરી બનાવાની સરળ રીત જોઇશું. જો તમને અમારી રેસિપી સારી લાગે તો મિત્રો સાથે શેર કરવાનું અને જો પાણીપુરી તમારી પ્રિય રેસિપી હોય તો નીચે કૉમેન્ટ કરવાનુ ભુલતા નહીં.
સામગ્રી :
પુરી માટે-
- 1/2 કપ રવો
- 1 ટી સ્પુન લીંબુનો રસ
- 1 કપ પાણી
ફુદીના ના પાણી માટે :
- 1/2 કપ ફુદીનો
- 1 ટી સ્પુન ગ્રીન મરચી
- 1/2 કપ કોથમીર
- 1 ટી સ્પુન લીંબુનો રસ
- 2 કપ પાણી
- 1/2 ટી સ્પુન શેકેલું જીરૂં
- 1/2 ટી સ્પુન સંચળ મીઠું
- સાદું મીઠું
- તૈયાર પાણી પુરી મસાલો (ઓપશનલ)
આલુ મસાલા માટે :
- 1 કપ બાફેલા બટાટા
- 1/2 ટી સ્પુન લાલ મરચી
- મીઠું સ્વાદ મુજબ
- કાંદા સમારેલ
બનાવાની રીત :
સુઝીની પુરી :
- સુઝી/રવા ને બાઉલમાં લઈ તેમાં લીંબુનો રસ અને પાણી ઉમેરો
- બરાબર મિક્સ કરી કણક બાંધો.
- કણક બહુ કઠણ કે બહુ નરમ ન બંધાય તેનું ધ્યાન રાખવું
- કણકને ભીના કપડાથી 1 કલાક ઢાંકી બાજુએ મુકવું.
- રવો બરાબર પાણી શોષી લે એટલે તેના નાના ગોળા વાળી પુરી વણો.
- વણેલી પુરીને પણ ભીના કપડાથી ઢાંકી રાખવું.
- કઢાઈમાં તેલ ગરમ કરી પુરી નાખો. પુરી ફુલે અને લાઈટ બ્રાઉન થાય એટલે કાઢી લો.
ફુદીના ના પાણી માટે :
- મિક્સરમાં ફુદીના ના પાન, કોથમીર, ગ્રીન મરચી, શેકેલો જીરો નાખી પીસી લો.
- થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવો.
- બાકીના પાણીમાં પેસ્ટ ને ઘોળો.
- તેમાં સંચળ મીઠું, લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો.
- તમારી ઈચ્છા હોય તો તૈયાર પાણી પુરી નો મસાલો ઉમેરી શકો.
- પાણી ને ગાળીને ઠંડુ કરો.
આલુ મસાલા માટે :
- બટાટા ના માવામાં મીઠું, લાલ મરચી, કાંદા ઉમેરો.
- સર્વ કરતી વખતે :
- પુરીમાં કાણું પાડી બટાટા નું મિશ્રણ, ફુદીનાનું પાણી ઉમેરી સર્વ કરો.
નોંધ –
- પુરી સુકાય નહીં તેનું ધ્યાન રાખવું. નહીં તો ગરમ તેલમાં પણ પુરીઓ ફુલશે નહીં.
નોંધ લેવી:– ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો:👉 રસોઈ ની દુનિયા.