જો તમને ગરમાગરમ પકોડા અને સમોસા સાથે તીખી ચટણી ખાવા માટે મળી જાય તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે. આ સિવાય જો ખાવાની સાથે મસાલેદાર ચટણી હોય તો બોરિંગ ફૂડ ખાવાની પણ મજા આવે છે અને ખાવાનો સ્વાદ પણ વધી જાય છે.
જી હા, કેટલાક લોકોને પકોડા અને સમોસા સાથે ચટણી ખાવાનું પસંદ કરે છે અને કેટલાક લોકોને બપોરના અને રાત્રીભોજન સાથે ચટણી ખાવી ગમે છે અને કેટલાક લોકો તેને દરરોજ ખોરાકમાં સામેલ કરે છે. આવા લોકો કે જેમને ચટણી ખાવી ગમે છે આજે રેસિપી ઑફ ધ ડે માં અમે એક ખાસ પ્રકારની ચટણીની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ.
આમ તો તમે ચટપટી, તીખી, મીઠી ઘણી બધી ચટણીઓ ખાધી જ હશે અને તમે લીલા ધાણા, લીલા મરચા, ટામેટા, લસણ અને બીજી ઘણી બધી પ્રકારની ચટણીઓ બનાવી પણ હશે. પરંતુ આ એક એવી ચટણી છે જેને તુલસીના પાનમાંથી બનાવવામાં આવે છે.
જે ખાવામાં ટેસ્ટી હોવાની સાથે તે હેલ્ધી પણ છે અને તમારા રોજિંદા જીવનમાં આવતી નાની-નાની સમસ્યાઓને એક ચપટીમાં દૂર કરે છે. ચાલો આવો જાણીએ તેને બનાવવાની સરળ રેસિપી.
અહીંયા જે સામગ્રી લીધેલી છે તેને જોતા 10 મિનિટ જેવો સમય લાગે છે અને તેની સામગ્રીને ભેગી કરતા 5 મિનિટ લાગે છે અને બનાવતા 5 મિનિટ જટલો સમય લાગે છે. અહીંયા આપણે 2 વ્યક્તિ માટે ચટણી ની રેસિપી બનાવી રહ્યા છીએ.
સામગ્રી : તુલસીના પાન 1/4 કપ, કોથમીર 1 કપ, આદુ અડધો ઇંચ, મીઠું સ્વાદ મુજબ, લાલ મરચું 2, લીલા મરચા 2, ઓલિવ ઓઇલ 2 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, ટામેટા 2
બનાવવાની રીત : સૌથી પહેલા કોથમીર અને તુલસીના પાનને સારી રીતે ધોઈ લો. પછી એક બાઉલ લો અને તેમાં કોથમીર, તુલસીના પાન, લાલ મરચું, આદુ, લીલું મરચું, ઓલિવ ઓઈલ નાખો. આ પછી તેમાં લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખો.
હવે આ બધી સામગ્રીને સારી રીતે મિક્સરમાં પીસી લો. તો તૈયાર છે તમારી તુલસીની ચટણી. તમે આ ચટણીને પકોડા અને સમોસા સાથે તેનો સ્વાદ માણી શકો છો.
આ ચટણી તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે કારણ કે તુલસી ને સ્વાસ્થ્ય માટે વરદાન કહેવામાં આવે છે અને શરદી ઉધરસ થાય ત્યારે ઘણી વાર આપણા ઘરના લોકો તુલસીની ચા પીવાની સલાહ આપે છે.