ખીર-પૂરી ભારતમાં પ્રાચીન સમયથી ખવાય છે. જોકે પહેલા અને અત્યારના સમયમાં ખીર-પૂરી માં ઘણો તફાવત જોવા મળે છે. ભારતમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે તેથી ખીર-પૂરી પસંદ હોય એ સ્વાભાવિક છે. આ ઉપરાંત ખીરએ ભારતીય વ્યંજનોમાં મુખ્ય એક ગણાય છે.
આ બધા કારણોથી આપણે ખીર-પૂરી ખાઈએ તો છીએ પરંતુ શું તમને તેના ગુણ તેમ જ ખાવાની પદ્ધતિ ખબર છે? ખીરને સંસ્કૃત માં પયસ અને પુરીને પોલી કહેવાય છે. ખીર શરીર વધારવા અને ગરમી દૂર કરવા માટે ઉત્તમ વસ્તુ છે. અહીં આપણે જાણીશું કે ખીર પૂરી ખાવાથી શું ફાયદા થાય છે.
તેને બનાવવાની આયુર્વેદની સાચી પદ્ધતિ કઈ છે અને શરીરના અલગ અલગ ભાગમાં તેની શું અસર થાય છે. ખીર બનાવવાની સાચી પદ્ધતિ: ખીર બનાવવા માટે સૌ પ્રથમ યોગ્ય પ્રમાણમાં દૂધ લઈ તેને અડધું થાય ત્યાં સુધી ઉકાળો. હવે તેમાં તેના સાતમા ભાગ જેટલા ચોખા નાખો.
હવે તેમાં મીશ્રી અથવા સાકર નો પ્રયોગ કરો અને સ્વાદ માટે તેમાં ડ્રાય ફ્રૂટ ભેળવી શકો. આયુર્વેદ માં યોગનરત્નકર ઋષી એવું કહ્યું છે કે ખીર પાચનમાં ભારે હોય છે. આપણા શરીરમાં ધાતુઓને પોષણ આપે છે અને આપણા શરીરમાં બળ વધારે છે. તે ખાવાથી આપણા શરીરમાં વીર્ય વધે છે.
શરીરમાં ગરમી ને કંટ્રોલ કરે છે અને પેટ સાફ કરવામાં પણ ઉપયોગી છે. ખીર સાથે ખાવામાં આવતી પુરીએ સોનામાં સુગંધ જેવું કામ કરે છે. આયુર્વેદ પ્રમાણે શરીરમાં વજન વધારવા માટે ગીર સાથે ઘઉંના લોટની પુરી ઉત્તમ માનવામાં આવે છે . પુરી પાચનમાં ભારે હોય છે. તે શરીરમાં કફ અને વાતને કંટ્રોલ કરે છે અને શરીર વધારે છે અને વીર્ય વધારે છે.
તેથી ખીર-પૂરી સાથે ખાવી એ શરીરમાં ધાતુ, વીર્ય અને પાચન માટે ઉત્તમ વિકલ્પ ગણાય છે. ખીર પૂરી એવા લોકો માટે ઉપયોગી છે જે પોતાનું શરીર વધારવા માંગે છે, જે લોકો શારીરિક મહેનત વધારે કરે છે. જે લોકો કસરત કરે છે, જે લોકો જીમમાં જાય છે અને જે લોકો સ્પોર્ટ મેન છે.
આ ઉપરાંત ખીર-પૂરી એવા લોકો માટે પણ ઉપયોગી છે જેની શુક્રધાતુ એટલે કે વીર્ય ઓછું થઈ ગયું છે તે લોકો પોતાના શરીરમાં વીર્ય વધારવા માટે એક ટોનિક ના રૂપમાં તેનો ઉપયોગ કરી શકે છે. જે લોકોનું શરીર પાતળું છે અને તેમની જઠરાગ્ની તેજ છે અથવા કોઇ બીમારીને કારણે શરીર પાતળું થઈ ગયું છે તો તેવા લોકોએ પોતાનું શરીર વધારવા માટે ખીર નો ઉપયોગ જરૂર કરવો જોઈએ.
ઘણા લોકોને ચોખાની ખીર પસંદ નથી હોતી તો તેવા લોકો ઘરમાં ચોખા ની જગ્યાએ ઘઉં નો ઉપયોગ કરી શકે છે. ઘઉં નો ઉપયોગ થી બનાવેલી ખીર ના ગુણ પણ ચોખાની ખીર ના ગુણ જેટલા જ હોય છે.
સાવધાની રાખવી : ખીર-પૂરી ખાવાથી ફાયદો થાય છે પરંતુ તેને સાથે ખાતી વખતે કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે જેમ કે ખીર અને પૂરી બંને પાચનમાં ભારે છે જેથી ખીર-પૂરી ખાઇ લીધા પછી ગરમ પાણી પીવું જોઈએ. કારણ કે આયુર્વેદ પ્રમાણે દળેલી વસ્તુ ના પાચન માટે જમ્યા પછી ગરમ પાણી પીવું એ સર્વશ્રેષ્ટ માનવામાં આવે છે.
ખીરમાં આપણે દૂધ નો પ્રયોગ કરીએ છીએ તો પૂરી આપણે ઘીમાં બનાવવી જોઈએ. કેમ કે દૂધ સાથે તેલ અથવા તેલવાળી વસ્તુ નો ઉપયોગ વિરુદ્ધ આહાર છે અને પુરીમાં સિંધવ નમક વાપરવું જોઈએ કેમ કે અન્ય બીજા નમક દૂધ સાથે વિરોધ આહાર છે.
ખીર-પૂરી ખાવાનું સર્વશ્રેષ્ઠ સમય સવારનો ગનાય છે. જ્યારે સવારે એકદમ સારી ભૂખ લાગી હોય ત્યારે ખીર-પૂરી ઉત્તમ આહાર છે. આ સિવાય ભાદરવા મહિનામાં પણ સાંજના સમયે પૂરી ખાવી જોઈએ.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.