આપણા રસોડામાં ઘણા એવા ઘણા મસાલા હોય છે જેનો ઉપયોગ કોઈપણ વાનગીનો સ્વાદ વધારવા માટે થાય છે. ઉપરાંત, આ મસાલા સ્વાસ્થ્ય માટે પણ સારા હોય છે. જેમ કે જીરું, અજમો, ધાણા જેવા ઘણા મસાલા છે, જે શરીરના સ્વાસ્થ્ય લાભ માટે ફાયદકારક હોય છે. ખાસ કરીને જો આપણે પેટને લગતી સમસ્યાઓની વાત કરીએ તો તેમાં ઘણા મસાલા ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
કેટલાક મસાલા એવા હોય છે જે ઉનાળામાં શરીરને ઠંડક પણ આપે છે. સાથે જ કેટલાક મસાલા પણ શિયાળામાં શરીરને હૂંફ આપે છે. જો આમચૂર પાવડરની વાત કરીએ તો આમચૂર ખાવાનો સ્વાદ વધારે છે. આટલું જ નહીં, તેને ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ છે. આવો જાણીએ.
શરદી થઇ શકે છે
આમચૂર પાવડરની તાસીર ઠંડી હોય છે. જો તમે તેને વધુ માત્રામાં વાનગીઓમાં નાખો છો, તો તેનાથી ઘણા લોકોને શરદીની સમસ્યા થઈ શકે છે. જે લોકોમાં વાતની પ્રકૃતિ છે, એટલે કે શરીરમાં વાત દોષનું પ્રમાણ વધુ છે, તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે ચટણી, દાળ કે એવી કોઈ વસ્તુ ખાતા હોય જેમાં આમચૂરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેને રાત્રે ઓછું ખાઓ.
વિટામિન સી ની વધુ માત્રા
આમચૂર પાવડરમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેના ઘણા ફાયદા છે અને કેટલાક ગેરફાયદા પણ છે. જે લોકોને પાચન સંબંધી સમસ્યા હોય અથવા કિડનીમાં પથરીની સમસ્યા હોય તેમણે તેનું સેવન ઓછું કરવું જોઈએ. જો કે, જો તમે તેનાથી બનેલી વસ્તુઓને યોગ્ય માત્રામાં ખાઓ છો, તો નુકસાન થવાની સંભાવના ઓછી છે.
એલર્જીની કાળજી લો
આમચૂર પાવડરને કેટલીક વસ્તુઓ સાથે લેવાથી એલર્જી થઈ શકે છે. ખાસ કરીને, તેને દૂધ સાથે લેવાની મનાઈ છે. જો તમે દૂધ સાથે આમચૂર પાવડરથી બનેલી કોઈપણ વસ્તુ લો છો તો તમને ત્વચાની સમસ્યા થઈ શકે છે. તેથી આ બંનેને સાથે લેવાનું ટાળો.
આ પણ વાંચો: 6 મહિના સુધી નહીં બગડે તેવો આમુચર પાવડર બનાવાની પરફેક્ટ રીત
જો તમને આ માહિતી ગમી હોય તો આગળ શેર કરજો. આવી વધુ જાણાકરી ઘરે બેઠા મેળવવા માટે રસોઈનીદુનિયા ફેસબૂક પેજને ફોલો કરજો. વાંચવા બદલ આભાર.