40 year woman exercise for fit and healthy
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વધતી જતી ઉંમરની સાથે મહિલાઓના શરીરમાં ઘણા ફેરફારો થતા હોય છે. હાડકાં અને માંસપેશીઓ નબળા પડી જવા, વજન વધવું, હૃદયની બીમારીઓ, ચહેરા પર વૃદ્ધત્વના ચિહ્નો દેખાવા વગેરે સમસ્યાઓ ઉમ્મરની સાથે થાય છે.

પરંતુ હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે કસરત માત્ર વૃદ્ધત્વને ધીમું કરી શકતું નથી પરંતુ ઉંમર પહેલા થતા નુકસાનથી પણ બચાવે છે. આજે અમે તમને એવી જ 2 ખાસ કસરતો વિશે જણાવીશું જેને 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ કરીને આ બધી સમસ્યાઓથી બચી શકે છે.

આ એક્સરસાઇઝની સૌથી મહત્વની વાત એ છે કે ફિટનેસ એક્સપર્ટ પ્રિયંકાજી આ વિશે જણાવી રહ્યાં છે અને તમે તેને ઘરે પથારીમાં સુતા સુતા કરી શકો છો. જો તમે પણ માત્ર 10 મિનિટ કાઢીને થોડા દિવસ કરો છો તો તમે પણ સારું અનુભવશો.

એ સાચું છે કે કોઈપણ દવા કે શારીરિક પ્રવૃત્તિ ઘરડા થતા નથી રોકી શકતી, પરંતુ ઘણા બધા પુરાવા સાબિત કરે છે કે શારીરિક પ્રવૃત્તિ જૂની બીમારીઓને દૂર કરી શકે છે અને આયુષ્યમાં વધારો કરી શકે છે.

ઉપરાંત, દરરોજ કસરત કરવાથી તમે ફિટ પણ રહી શકો છો અને તમારી ઉંમર કરતાં ઓછામાં ઓછા 10 વર્ષ નાના પણ દેખાઈ શકો છો. તો ચાલો આ લેખમાં આ બે કસરતો વિશે જાણીએ જે 40 ની ઉંમરની મહિલાઓને જરૂર કરવી જોઈએ.

1. સાયકલિંગ : સાયકલ ચલાવવાની કસરત તમે સૂતી વખતે પથારીમાં જ કરી શકો છો જે એક સરળ કસરત છે. તે તમને ફિટ રાખવામાં અને પેટ, કમર, પગ અને જાંઘની આસપાસની ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.

Pujan Path & Yoga Channel Mobile TV
image credot : Pujan Path & Yoga Channel Mobile TV

આ કસરત કરવા માટે પલંગ પર સીધા સૂઈ જાઓ. પગને સહેજ ઉંચા કરો અને ઘૂંટણથી વાળીને સીધા કરો. હવે તમારા બંને પગને આગળ પાછળ કરતા સાયકલની જેમ પેન્ડલ મારો. આ કરતી વખતે તમારી પીઠ અને કમર ફ્લોર પર નીચે સ્પર્શ કરીને જ રાખો. દરરોજ ઓછામાં ઓછી 50 વખત કરો.

ફાયદા : પેટની ચરબી ઓછી કરવા માટે મદદ કરે છે. ઉપરાંત પગ અને જાંઘની ચરબી ઘટાડે છે.
માથા તરફ લોહીનું પરિભ્રમણ વધવાથી ચહેરા પર ગ્લો આવે છે અને વાળના વિકાસમાં પણ વધારો કરે છે.

2. પ્લેન્ક : પ્લેન્ક એ ખૂબ જ સરળ અને અસરકારક કસરત છે જે આખા શરીર પર અસર કરે છે અને તાકાત અને સ્થિરતા બનાવવામાં મદદ કરે છે. તે શરીરની લવચીકતા સુધારવામાં પણ મદદ કરી શકે છે.

આ કરવા માટે, સૌ પ્રથમ પલંગ પર પેટ પર સૂઈ જાઓ. આ પછી તમારા શરીરને પંજા અને કોણીઓથી ઉંચો કરો. આમાં તમારા હાથ ખભાની નીચે અને તમારા ખભા જેટલા પહોળા હોય છે તેટલા જ પહોળા હોવા જોઈએ. આ સ્થિતિમાં થોડો સમય રહો અને પછી મુળ સ્થિતિમાં પાછા આવો.

https://twitter.com/zablonorina1/status/1581339027097022464

ફાયદા : શરીરનું પોઈશ્ચર સુધારે છે. પેટની ચરબી ઘટાડે છે અને તમારા કોરને મજબૂત કરવામાં મદદ કરી શકે છે. સાંધા અને ખાસ કરીને પીઠનો દુખાવો ઘટાડી શકે છે. તે મેટાબોલિજ્મને સુધારવામાં મદદ કરી શકે છે.

આ 2 કસરતો કરીને તમે બેડ પર સૂઈને તમારી જાતને ફિટ રાખીને ઉંમર કરતા 10 વર્ષ નાના દેખાઈ શકો છો. જો તમે એક મહિલા છો તો આ જાણકારી ગમી હશે. આવી જ જીવન ઉપયોગી માહિતી જાણવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા