છ સ્વાદ કે રસ: આપણે ભોજનમાં 6 પ્રકારના રસનો નિત્ય સેવન કરતા હોઇયે છીએ. પરંતુ આ 6 રસ, 6 સ્વાદ કયા કયા છે? તેને વધારે ખાશો તો કયા કયા નુકસાન થઈ શકે છે અને જરૂરી ખાશો તો શું ફાયદો થઈ શકે છે તે તમામ માહિતી આજે તમારી સાથે શેર કરીશુ. આયુર્વેદમાં છ પ્રકારના સ્વાદનું વર્ણન કરવામાં આવ્યું છે મધુર, ખાટો, કડવો, તીખો, ખારો અને તૂરો આ 6 સ્વાદનું વર્ણન કરવામાં આવ્યું છે.
જ્યાં સુધી સ્વાદ અને નિરોગીતાની વાત છે, તો નિરોગી સાથેનો ગાઢ સંબંધ રહેલો છે. દરેક પ્રશ્નો અલગ-અલગ પ્રભાવ શરીર નિરોગી માટે હોય છે જો નિરોગી રહેવું હોય તો ભોજનમાં જ છ સ્વાદને જરૂરી છે પરંતુ આ રસને જરૂરિયાત પ્રમાણે જ લેવા જરૂરી છે વધુ લેવાથી નુકસાન પણ થઈ શકે છે આગળ હું તમને ફાયદાઓ તથા નુકસાન બંને જણાવીશ
(1) મીઠો: મીઠો એટલે ગળ્યો. મધુર રસ માં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન સારી માત્રામાં હોય છે સપ્તધાતુ ના નિર્માણ માટે મધુર રસ ની મહત્વપૂર્ણ ભૂમિકા છે. સપ્તધાતુ શરીરના નિર્માણ માટે ખૂબ જ આવશ્યક છે. આપણું શરીર સપ્તધાતુ પર ટકેલું છે. મધુર રસ દૂધ, માખણ, અનાજ, ભાત, ગાજર, સક્કરીયા, પાકેલા ફળો વગેરે માંથી સહેલાઇથી મળી રહે છે. આ મધુર પદાર્થ શરીરને પોષણ પણ પ્રદાન કરે છે.
આનાથી શરીરને જરૂરી ઊર્જા મળે છે, માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે પરંતુ જરૂરિયાત મુજબ જ મધુર રસનું સેવન જરૂરી છે વધુ સેવન નુકસાનકારક છે. આનાથી શરીરમાં કફ વધે છે, થાક લાગે છે, ભારે પણું તથા અપચા જેવી સમસ્યાઓ પેદા થાય છે,
હાઈપર ટેન્શનની સમસ્યાઓ પણ પેદા થાય છે. એટલા માટે આપણે મીઠો એટલે કે મધુર રસનું સેવન જરૂરિયાત પ્રમાણે જ કરવું જોઈએ, વધારે પડતું મધુર રસ ખાવાથી ડિપ્રેશન, મોટાપા, ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ થઈ શકે છે. ડાયાબિટીસ ભયંકર બીમારી છે તેનાથી બચવું જરૂરી છે.
(2) ખાટો: ખાટો સ્વાદ ખાટો રસ વાળા પદાર્થનું સેવન કરવાથી ભૂખ સારી લાગે છે. પાચન તંત્ર તંદુરસ્ત રહે છે. શરીરને ઉર્જા પ્રદાન કરે છે તથા હૃદય માટે પણ હિતકર છે. આમળા, લીંબુ, સંતરા, આમલી, દહી વગેરેમાંથી સહેલાઈથી ખાટો રસ મળી રહે છે. ખાટા સ્વાદવાળા પદાર્થ ગરમીમાં પણ રાહત પહોંચાડે છે પરંતુ, વધુ ખાટા પદાર્થો લેવાથી શરીરને ખૂબ જ નુકસાન થાય છે.
ખાટા પદાર્થો વધારે પડતું સેવન કરવાથી શરીર શિથિલ થઈ જાય છે, ખંજવાળ તથા ચામડીના લગતી બીમારીઓ આપણને પરેશાન કરે છે. બીજું, વારંવાર તરસ લાગવા ની ફરિયાદ પણ વધી જાય છે માટે ખાટા સ્વાદનું સેવન જરૂરિયાત પ્રમાણે જ કરવું જોઈએ.
(3) કડવો: કડવો સ્વાદ વાળા પદાર્થમાં એમિનો એસિડ, વિટામિન તથા ખનિજ લવણ હોય છે, જે શરીર માટે ફાયદેમંદ છે. કડવો સ્વાદ લીવર તથા લોહીને સ્વચ્છ રાખે છે તથા જેરીલા નકામા તત્વોને બહાર ધકેલે છે. કારેલા, મેથી દાણા અને બીજી ઘણી લીલા રંગ વાળી પાંદડાવાળી શાકભાજી માં કડવો સ્વાદ મુખ્ય સ્ત્રોત હોય છે.
પરંતુ, કડવા રસનું સેવન જરૂરી માત્રામાં કરવું જોઈએ વધારે પડતું સેવન કરવાથી અસ્તિ મજ્જા કમજોર થઈ શકે છે, શરીરમાં પાણીની કમી થઈ જાય છે તથા ત્વચા રૂક્ષ થઈ છે માટે કડવા સ્વાદ નું સેવન જરૂરિયાત પ્રમાણે જ કરવું જોઈએ.
(4) તીખો રસ: તીખો સ્વાદ તીખા સ્વાદનું પ્રમુખ સ્ત્રોત છે. મરી મસાલા, રસોડાના મસાલા ખૂબ જ ફાયદાઓ આપે છે તે કોષવાદ, બ્લડ સાફ રાખે છે અને બહારના રોગોથી બચાવે છે તથા માસપેશીઓના દર્દમાં પણ રાહત પહોંચાડે છે. બીજા પણ અન્ય અનેક ફાયદાઓ રહેલા છે કફ પણ આપણા શરીરમાં જમા થવા દેતો નથી.
પરંતુ વધારે પડ્તા તીખા પદાર્થનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે પેટ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે એસિડિટી અલ્સર વગેરેની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અને વધારે છે અનિંદ્રાની ફરિયાદ પણ વધારે છે માટે તીખો સ્વાદ નું સેવન જરૂરી જ કરવું જોઈએ.
(5) ખારો સ્વાદ: ખારો સ્વાદ એ સહેલાઈથી મીઠામાંથી મળી રહે છે. મીઠું ભોજનને સ્વાદિષ્ટ બનાવવા મુખ્ય ભૂમિકા ભજવે છે તંત્રિકા તંત્ર,
માંસપેશિઓની ગતી તથા કેશિકાઓમા પોષણ તત્વો વગેરેનું પરિવહનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ વધારે પડતા મીઠાનું સેવન કરવાથી નુકસાન થાય છે. વધારે પડતું મીઠું ખાવાથી વધારે પડતો ખારો સ્વાદ ખાવાથી બુઢાપણુ વહેલું આવે છે અને હાઇબીપીનો ખતરો વધી જાય છે તથા લોહીમાં ખારાપણુ વધવાથી અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે માટે ખારો સ્વાદ માપમાં લેવો જોઈએ.
(6) તુરો રસ: તુરો રસ પણ શરીર માટે ખૂબ જ જરૂરી છે ઝાડા માં રાહત આપે છે તથા વધારે પરસેવો થવાની સમસ્યામાં રાહત પહોંચાડે છે અનેે કફ પણ જમા થવા દેતો નથી તથા શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ વધારી આપે છે.
કોબી, તુલસી વગેરેમાં તૂરો સ્વાદ સહેલાઇથી મળી રહે છે પરંતુ મિત્રો વધારે પડતા તૂરા સ્વાદ નું સેવન કરવાથી શરીરમાં કમજોરી જલ્દી બુઢાપણુ આવું, અપચો, ગેસ સમસ્યા વગેરે સમસ્યા નો કરવો પડે છે માટે આ રસનું સેવન માપમાં કરવું જોઈએ
અમે આપને છ રસની વાત કરી તે શરીર નિરોગી માટે ખૂબ જ જરૂરી છે ભોજનમાં આ છએ રસોનું સેવન જરૂરી છે પરંતુ બધા જ રસનું સેવન બધા જ સ્વાદ નું સેવન માપમાં કરવું જોઇએ આપણને જે ભોજન ભાવે છે એટલે આપણે તેને એક ધારુ ખાધા કરીએ તે તદ્દન ખોટી વાત છે.
તે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ ને નોતરું આપે છે માટે આ બધા જે સ્વાદની આ બધા જેસર વર્ષની નિમિત્તે તમને જે વાત કરી તે શરીરની રોગપ્રતિકારક શક્તિ શરીરની ઇમ્યુનિટી શરીરને નિરોગી માટે ખૂબ જ જરૂરી છે માટે જ મિત્રો આરસનું તમે જરૂરિયાત પ્રમાણે સેવન કરશો તો શરીરને નિરોગી રાખી શકીશું ધન્યવાદ