બજાર જેવી જ આલુ ટીકી ઘરે બનાવવી ખુબ જ સરળ છે અને આપણે આલુ ટીક્કી બનાવવા માટે એક સિક્રેટ ઇન્ગ્રિડિયન્ટ ઉમેરીશું જેનાથી એકદમ સરસ આલુ ટિક્કી ક્રિસ્પી બનશે અને બન્યા પછી પણ લાંબો સમય સુધી ક્રિસ્પી રહેશે તો ચાલો બનાવીએ.
- સામગ્રી:
- છ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા,
- બે મીડિયમ સાઇઝના બારીક સમારેલા લીલા મરચા,
- ૧ ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ
- સ્વાદ પ્રમાણે નમક,
- અડધી ચમચી સંચર પાઉડર,
- અડધા લીંબુનો રસ,
- 4 ટેબલ સ્પૂન ચોખાનો લોટ,
બનાવવાની રીત :
સૌથી પહેલાં એકદમ ક્રિસ્પી કરાવી આલુ ટીક્કી બનાવવા માટે છ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે આલુ ટીક્કી બનાવવા માટે હંમેશા તમારે બટાકાને થી બે કલાક પહેલા બાફી લેવાના. બટાકા ઠંડા થઈ જાય એટલે એમાં મોઇસ્ટરનું પ્રમાણ થોડું ઓછું થઈ જશે અને પછી તમે એમાંથી આલુ ટીકી બનાવશો તો એકદમ ક્રિસ્પી બનશે.
બટાકાને મેશ કરી લેશો અને મેશ કરેલા બટાકા માં પાંચ થી છ જેટલા ફુદીનાના પાન ઉમેરીશું. બે મીડિયમ સાઇઝના બારીક સમારેલા લીલા મરચા, ૧ ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ (બાળકો માટે બનાવતા હોય તો SKIP પણ કરી શકો છો), સ્વાદ પ્રમાણે નમક, અડધી ચમચી સંચર પાઉડર, અડધા લીંબુનો રસ ઉમેરીશું.
હવે આપણે આલુ ટિક્કીને બાઇન્ડીંગ આપવાનો છે તો આલુ ટીકી ના બાઇન્ડિંગ માટે તમે 4 ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરો (ચોખાનો લોટની જગ્યાએ કોર્ન ફ્લોર પણ લઇ શકો છો). ચોખાનો લોટ ઉમેરવાથી એકદમ સરસ આલૂ ટિક્કી ક્રિસ્પી બને છે અને બન્યા પછી પણ લાંબો સમય સુધી ક્રિસ્પી રહે છે.
આપણે બટાકા ઠંડા કરી અને પછી મેશ કર્યા હોવાથી લોટ પણ બહુ જ ઓછો જોઈએ છે અને એકદમ સરસ ટિક્કિમાં બટાકા નો સ્વાદ આવશે. લોટ આપણે જેમ રોટલીનો લોટ બંધાતા હોય એટલો જોઈશે. અહીંયા 4 ટેબલ સ્પૂન લીધો છે, ક્યારેક આ મિશ્રણ તમારો 3 ટેબલસ્પૂન લોટમાં પણ તૈયાર થઈ જશે ક્યારેક તમને 5 ટેબલસ્પૂન જેટલું પણ લોટ જોઈશે, એ બટાકાના મોઇસ્ટર પર આધાર રાખે છે.
હવે આપણે એકદમ સરસ ટિક્કીનું મિશ્રણ તૈયાર કરી લીધું છે તેમાંથી મિડીયમ સાઈઝની ટિક્કી બનાવી લો. તમે ટિક્કીની સાઈઝ તમે તમારી પસંદ પ્રમાણે થોડી નાની કે મોટી કરી શકો છો. આ ટિક્કીને શેલો ફ્રાય કરી લો.
તેના માટે એક પેનમાં અડધા કપ જેટલું તેલ ઉમેરીશું અને મીડીયમ તેલ ગરમ થવા દેશો. તેલ ગરમ થાય એટલે એકદમ ગેસ મીડીયમ કરી, આપણે જેટલી ટીકી બનાવી એને ઉમેરી દેશો. બધી ટીક્કીને ઉમેર્યા પછી, હવે ટિક્કીને મીડીયમ ફ્લેમ પર આપણે એક બાજુથી એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાની છે.
આ ટીકીને તમારે સ્લો મીડીયમ ગેસ પર જ કુક કરવાની છે. એટલે પાંચ મિનિટ માટે આપણે એક બાજુથી ટકી થવા દેશો, જયારે તમને ટિક્કીની સાઇડ બ્રોઉન દેખાવા લાગે ત્યાં સુધી ટિક્કીને થવા દેવાની છે. હવે બીજી બાજુથી કલર આવી જાય એ રીતે ફ્રાય કરી લો.
ટિક્કીને ફ્રાય કરતા ૧૦ થી ૧૨ મિનીટ જેટલો સમય લાગે છે. બંને બાજુથી ટીકી એકદમ તૈયાર થઈ ગાતા પછી ટિક્કીને આપણે એક પ્લેટમાં લઈ લેશો, તો તમે ગરમાગરમ આ ટિક્કીને રગડા સાથે છોલે સાથે કે પછી ચાટ બનાવીને ખાશો તો બહુ જ ટેસ્ટી લાગશે.
તમને ટોમેટો કેચપ અને ગ્રીન ચટણી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો જો આ રીતે બજાર જેવી આલુ ટિક્કી ક્યારે ઘરે ના બનાવી હોય તો આ રીતે એક વાર જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ જરૂર જણાવજો.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.