સાબુદાણા હંમેશા ભારતીય ખોરાકમાં મુખ્ય રહે છે. તે નવરાત્રી હોય કે શ્રાવણ, આનો હંમેશાં ઉપયોગ ફરાળી ખાવામાં લેવાય છે. ઉપવાસ દરમિયાન સાબુદાણાનો ઉપયોગ ખૂબ સારો માનવામાં આવે છે અને આ કારણથી, તે ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે અને રાંધવામાં આવે છે.
સાબુદાણાની વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે અને ખીચડીથી લઈને સાબુદાણા વડા, ખીર, ચીલા, પકોડા, સલાડ, ચાટ વગેરે.. બધું નવરાત્રીના મેનૂમાં રાખવામાં આવે છે. જ્યાં આપણે ઉપવાસ વિશે વાત કરી રહ્યા છીએ, ત્યારે ઉપવાસ દરમિયાન વધુ ઉપયોગમાં લેવાતા સાબુદાણા વિશે કેટલીક ખાસ ટિપ્સ જાણીયે.
સાબુદાણા જોડે આ સમસ્યા ખૂબ જ જોવા મળે છે કે તેનો સ્વાદ તો સરસ હોય છે, પરંતુ સ્ટાર્ચને કારણે, મોટાભાગના લોકોની સાબુદાણાની ડીશ બગડે છે. તો ચાલો તમને આને લગતી કેટલીક ટિપ્સ જણાવીએ.
1. સાબુદાણામાંથી સ્ટાર્ચ કાઢવાની શ્રેષ્ઠ રીત
સાબુદાણામાંથી સ્ટાર્ચ કાઢવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેને પલાળીને રાખતા પહેલા તેને ચાળણીમાં ધોઈ લો. આવી સ્થિતિમાં પાણીની સાથે સ્ટાર્ચ પણ ચાળણીમાંથી બહાર આવશે. જો તમે સાબુદાણા વડા અથવા ખીચડી બનાવવા જઇ રહ્યા છો, તો આ ટિપ્સ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ તમારી સાબુદાણાને ખીલા ખીલા બનાવશે અને સાથે ચોંટશે નહીં. સાબુદાણાને બે થી ત્રણ પાણીથી ધોયા પછી, તેને ફક્ત 1 કલાક પલાળી રાખો.
2. પલાળીને રાખવા માટે ટિપ્સ
ઘણા લોકોને ખબર નથી હોતી કે સાબુદાણાને પલાળવાની સહેલી ટિપ્સ શું છે. ખરેખર, ઘણા લોકો તેને આખી રાત પલાળીને રાખે છે, પરંતુ પાણી વધારે નાખી દેતા હોય છે અથવા ખૂબ ઓછું પાણી નાખતા હોય છે.
સાબુદાણાને પલળવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે પાણી એટલું જ રાખો જેટલું સાબુદાણાનું સ્તર હોય છે. ના ઓછું કે ના તેનાથી વધારે. આ કરવાથી, પાણી વધુ-ઓછું થવાની સંભાવના સંપૂર્ણપણે દૂર થઈ જશે, કારણ કે સાબુદાણા વાસણમાં હાજર તમામ પાણીને શોષી લેશે અને ચોંટશે નહીં.
3. ક્યારેય વધારે તેલ ના ઉમેરશો
સાબુદાણા બનાવતી વખતે એક સૌથી મોટી ભૂલ એ કરે છે કે, તેમાં વધારે તેલ નાખવામાં આવે છે. સાબુદાણાને ફક્ત ઓછા તેલમાં રાંધવા જોઈએ. જો તમે સાબુદાણા વડા બનાવતા હોવ તો પણ , તેમને શેલો ફ્રાય કરવાનો પ્રયાસ કરો. સાબુદાણા હંમેશા તેલ પીવે છે અને તેનો સ્વાદ બગાડે છે. ખાસ કરીને જો તમે સાબુદાણાની ખીચડી બનાવતા હોવ તો ખૂબ ઓછું તેલ ઉમેરવાનો પ્રયત્ન કરો.
4. જો સાબુદાણા ખૂબ ભીના થઈ જાય તો
જો સાબુદાણા વધારે પલળી જાય, તો પછી રાંધતા પહેલા, વધારાનું પાણી કાઢીને પ્લેટમાં કાઢીને ફેલાવો અને તેને પંખા નીચે સૂકવો. આ પદ્ધતિ ચોક્કસપણે થોડો સમય લેશે, પરંતુ સાબુદાણા બગાડવામાંથી બચી જશે.
5. જરૂરિયાતથી વધારે ના પકાવો સાબુદાણા
જો તમે સાબુદાણા રાંધવા જઈ રહ્યા છો તો એક વાત ધ્યાન રાખો કે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જ સાબુદાણાને પકાવો. નહીંતર તે કડક થઇ જશે અને ખાવાલાયક રહેશે નહિ. સાબુદાણાને રબર જેવા બનાવામાં વાર નથી લાગતી એટલા માટે સાબુદાણાને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જ પકાવો.
આ બધી ટિપ્સ તમને વ્રત ઉપવાસમાં ઉપયોગ થવા મદદ કરશે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.