jamfal khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે જોઈશું વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય તેવી ચાર પ્રકારની ચટણી વિશે .જેમાં આપણે સીંગદાણા ની ચટણી, ફુદીના – કોથમીર ની ચટણી , નાળિયેલ અને ખજૂર – આંબલીની ચટણી. આ ચાર ચટણી બનવામાં એટલી મસ્ત બને છે કે તે વ્રત અને ઉપવાસ માં જમવાનો સ્વાદ 100 ગણો વધારી દે છે. તમે આ ચટણીઓ 15-20 દિવસ સ્ટોરે કરીને પણ રાખી શકો છો.

નાળિયેરની ચટણી સામગ્રી:  1 કપ તાજું નાળિયેર, 1/4 કપ કોથમીર, 2 લીલા મરચા, 1/2 ચમચી મીઠું, 1/2 ચમચી લીંબુનો રસ, 1/2 કપ પાણી, 1 ચમચી તેલ, 1/2 ચમચી જીરૂ

નાળિયેરની ચટણી: મિક્સિંગ બાઉલમાં એક કપ ફ્રેશ નાળિયેલ ના ટુકડા, 1/4 કપ કોથમીર, 2 લીલા મરચાના ટુકડા, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી લીંબુનો રસ અને જરૂરી પાણી ઉમેરી સારી રીતે ક્રશ કરી લો. હવે બનેલી ચટણીને એક બાઉલમાં લઇ લો.

આ ચટણી માં વગાર ઉમેરવાનો છે તો તેના માટે એક દાળિયામાં એક ચમચી તેલ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 ચમચી જીરું ઉમેરી દો. જીરું તતરીજાય એટલે ગેસ બંધ કરી બનાવેલ ચટણી પર આ જીરાના વગાર ને ઉમેરો. તો અહીંયા નાળિયેર ની ચટણી બનીને તૈયાર છે.

ખજુર આમલી સામગ્રી: 2 ચમચી આમલી, 1/2 કપ ખજૂર, 1 કપ પાણી, મીઠું, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી તરબૂચના બીજ

ખજુર આમલી ચટણી બનાવવાની રીત: હવે આપણે બનાવીશું એકદમ ચટપટી ચાટ માટે વપરાતી ફરાળી ખાતી મીઠી ચટણી. એક પેનમાં 2 ચમચી આમલી, અને અડધા કપ જેટલો ખજૂર લેવાનો છે. અહીંયા ખજૂર વધુ લેવાનો છે કારણકે આપણે ગોળ નો ઉપયોગ કરવાનો નથી.

જો તમે ચટણી વ્રત માટે બનાવતા હોય તો ખજૂર અને આંબલી સરખા પ્રમાણમાં લઇ શકો છો. 10-15 મિનિટ માટે આંબલી અને ખજૂર ને પલાળીને રાખી લો. 15 મિનિટ પછી તેને પેન પર રાખી 5-7 મિનિટ માટે ઉકાળી લો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી મરચું ઉમેરો.

તમે ઉપવાસ માં મરચું ના ખાતા હોય તો તમારે મરચું ઉમેરવાનું નથી. હવે બરાબર બધું મિક્સ કરી ગેસ બંધ કરી ઠંડુ થવા દો . ઠંડુ થયા પછી તેને ગરણીની મદદથી ગાળી લો. હવે તેમાં 1/2 ચમચી તરબૂચના બીજ ઉમેરો. તો તૈયાર છે ખજૂર આંબલીની ચટણી.

લીલી ચટણી આમલી સામગ્રી: 1 કપ કોથમીર, 15-20 ફુદીનાના પાન, 2 લીલા મરચા, 1 આદુ નો ટુકડો, 1/4 ચમચી જીરા, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી દહીં, 1/2 ચમચી લીંબુનો રસ, 1/4 કપ પાણી

બનાવવાની રીત : મિક્સિંગ બાઉલમાં એક કપ કોથમીર,15-20 ફુદીનાના પાન, 2 લીલા મરચા, 1 આદુનો ટુકડો અને 1/4 ચમચી જીરુ, સ્વાદ પ્રમાણે મીઠું ,1 ચમચી દહીં (વધુ ખાટું ના હોય તેવું ) 1/2 ચમચી લીંબુનો રસ અને જરૂર પ્રમાણે પાણી લઇ સારી રીતે પીસી લો. તો અહીંયા તૈયાર છે કોથમીર , ફુદીનાની ગ્રીન ચટણી .

સીંગદાણાની આમલી સામગ્રી: 1/2 કપ શેકેલી મગફળી, 2 ચમચી લીલા મરચા, 1 આદુ નો ટુકડો, 1/2 ચમચી મીઠું, 1 ચમચી જીરૂ, 1/2 ચમચી લીંબુનો રસ, 1/2 કપ પાણી, 1 ચમચી તેલ, 1 ચમચી જીરું,

સીંગદાણાની ચટણી બનાવવાની રીત: સીંગદાણાની ચટણી બનાવવા માટે ફોતરાં કાઢેલા સીંગદાણા, 2 ચમચી લીલા મરચા ના ટુકડા , 1 આદુ નો ટુકડો, 1/2 ચમચી મીઠું, 1 ચમચી જીરૂ અને 1/2 કપ પાણી ઉમેરીને બધું ક્રશ કરી લો. હવે ચટણીને વધુ ટેસ્ટ આપવા માટે વગાર કરવાનો છે.

તો તેના માટે એક દાળિયામાં તેલ લઇ તેમાં એક ચમચી જીરું અને તલ ઉમેરી દો. જીરું અને તલ બરાબર તતરી જાય એટલે ગેસ બંધ કરી અને આ વગાર ને ચટણી પર ઉમેરો. અહીંયા આપણી ચટણી બનીને તૈયાર છે. તો તમે આ રીતે વ્રત કે ઉપવાસ માટે આ ચાર પ્રકાર ની ચટણીઓ બનાવીને જરૂર થી ટ્રાઈ કરજો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા