આજે આપણે જાણીશું કે મેથી દાણાના સેવનથી શરીરમાં કયા કયા ફાયદા થાય છે, કેવી રીતે થાય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું. આપણે સૌથી પહેલા મેથીનાં દાણા લેવાના છે. આ બે ચમચી જ મેથીનાં દાણાને પાણીમાં પલાળવાના છે. બે ચમચી મેથીના દાણામાં અડધો ગ્લાસ પાણી લેવાનું છે.
મેથી આપણા શરીર માટે, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. ઘણા લોકો મેથીના દાણા નો વધારે માં વધારે ઉપયોગ પણ કરતા હોય છે. શિયાળામાં મેથીપાક બનાવીને ખાવામાં આવે છે જેથી શરીરની શક્તિ અને શરીર રોગો સામે લડી શકે. રસોડામાં બરણીમાં રહેલા આ દાણા નો ઉપયોગ આપણા આયુર્વેદમાં એક ઔષધિ તરીકે કરીએ છીએ.
તો ચાલો જાણીશું કે પલાળેલા મેથી દાણા ખાવાથી થતા ફાયદો વિશે. મેથીના દાણ ખુબજ નાના હોય છે, પણ તે ખૂબ જ ગુણકારી છે. તેમાં ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે જેવા કે ફોલિક એસિડ, કેરોટિન, કોપર, મેગ્નેશિયમ જેવા તત્વોથી ભરપૂર આ મેથી લોહીની ઉણપ દૂર કરે છે. લોહીને સાફ કરવાનું કામ કરે છે.
સાથે સાથે વજનને નિયંત્રણમાં રાખવાનું કામ પણ મેથી કરે છે. એક નહીં પણ અનેક બિમારીનો ઉપાય મેથીના દાણા છે. મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળી દેવાના છે અને બીજા દિવસે સવારે તેનું સેવન કરવાનું છે. બીજા દિવસે સવારે તેનું સેવન કરવાથી ઘણા બધા લાભ થતા હોય છે.
પલાળેલી મેથીના દાણાનું રોજ સવારે સેવન કરવાથી હરસ-મસાની સમસ્યામાંથી રાહત આપે છે. હરસ-મસાની સમસ્યા થી ઘણા લોકો પીડાઇ રહ્યા હોય છે. હરસ થવા પર દર્દીને અસહ્ય દુખાવો થાય છે. મેથીદાણા તમારી આ સમસ્યાનો ઇલાજ કરતું હોય છે. રોજ રાત્રે મેથીના દાણાને તમારે પલાળવાના છે અને સવેરે તેનું સેવન કરવાનું છે. તેનાથી ખૂબ ફાયદો થાય છે અને તમને હરસની પીડા અને સમસ્યાથી મુક્તિ મળશે.
પલાળેલા મેથીના દાણા હાડકાને લગતી સમસ્યાઓ જેવી કે સંધિવા, સાઇટિક માં પણ ફાયદો અપાવે છે. તેના માટે સૂંઠ પાઉડર અને મેથી દાણાનો પાવડર મિક્સ કરી એક ગ્રામ પાણીનું નિયમિત સેવન કરવાથી તમારા હાડકાં અને સંધિવાના રોગ હોય તો એમાં તમને ચોક્કસ ફાયદો થશે. ગરમ પાણી સાથે આ પાવડર દિવસમાં બે વાર લેવાનો છે.
લોહીના દબાણમાં પણ મેથીના દાણા ફાયદાકારક છે. બ્લડપ્રેશર જેવી સમસ્યા હોય તો તે માટે પણ મેથીના દાણા ખૂબ જ ઉપયોગી છે. 5 ગ્રામની માત્રામાં પલાળેલા મેથીના દાણાનું સેવન કરવાથી લોહી શરીરમાં સારી રીતે પરિભ્રમણ કરી શકે છે અને બ્લડ પ્રેશરની સમસ્યા માંથી મુક્તિ મળે છે.
જે લોકોને વારંવાર પેટમાં ગેસની સમસ્યા થતી હોય તો એ લોકો માટે પણ આ મેથીદાણા ખૂબ જ ઉપયોગી છે. પલાળેલા મેથીદાણાનું સવારે સેવન કરવાથી એસીડીટીની સમસ્યાથી, ગેસની સમસ્યાથી, અપચો, આફરો જેવી સમસ્યાથી મુક્તિ મળશે.
સાથે સાથે જેને ડાયાબિટીસની સમસ્યા હોય તો તેના માટે પણખૂબ જ ઉપયોગી છે. મેથીદાણા ની અંદર એવું ફાઇબર રહેલ છે જે આપણા શરીરમાં બ્લડ શુગરને નિયંત્રણમાં કરવાનું કામ કરે છે. સાથે સાથે વાળની સમસ્યા હોય, ઉપરાંત ચામડીની સમસ્યા હોય કે વજન ઘટાડવું હોય તો આ બધી સમસ્યાઓ દૂર થાય છે.
માત્ર ને માત્ર એક ચમચી પલાળેલા મેથીના દાણાના સેવનથી આવા ખુબજ મોટા ફાયદા થઇ શકે છે. એકથી બે ચમચી મેથી દાણાનું સેવન નિયમિત રીતે કરશો તો ઘણા બધા રોગોમાંથી તમે મુક્તિ મેળવી શકો છો. આ પલાળેલા દાણા એક રામબાણ ઉપાય છે.
જો તમે પલાળેલા મેથીના દાણા નું સેવન ન કરતા હોય તો હવેથી જરૂર કરજો કારણ કે આ એક નહીં પણ અનેક રીતે ઉપયોગી છે. તમે આ એક વાર ટેવ પાડી દેશો તો ડોક્ટરને કહી દેશો ટાટા બાય બાય. તમારે ક્યારેય હોસ્પિટલ નહીં જવું પડે. સમય અને પૈસા બંને ની બચત થશે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.