અહીંયા તમને બે એવી વસ્તુઓ વિષે બતાવવાના છીએ જે બે વસ્તુઓ તમે જાણતા જ હશો પણ તેનો ઉપયોગ કઈ રીતે કરવો અને તેના ઉપયોગ થી કયા ફાયદા થઇ શકે છે તેની માહિતી તમારી પાસે નહિ હોય. જો તમે તમારા સ્વાસ્થ્યને જાળવવા માંગતા હોવ તો તમારા માટે આ આરોગ્યપ્રદ વિકલ્પ હોઈ શકે છે.
જો તમે આ બે વસ્તુ નું સેવન રોજ કરશો તો તમારા શરીરમાં જો કફની તકલીફ હશે તો કફ છૂટો પડી જશે, તમને લોહીની ઉણપ હોય તો તે દૂર થઇ જશે, શરીર માં ઘટતા તત્વો છે તે પણ કંટ્રોલમાં આવી જશે, સ્ત્રીઓમાં લોહીની ઉપન વધુ જોવા મળે છે તે પણ દૂર થઇ જશે અને તમારા શરીર માં સો વર્ષો સુધી કોઈ હાડકા ની કે કોઈ નાની મોટી સમસ્યા ન સર્જાય તે માટેની આ બે વસ્તુઓ ખાવાની છે.
તમારે રોજ બપોરે જમ્યા બાદ, કે રાતે ઓછું જમ્યા બાદ અથવા સવારે ઉઠીને હલાવો નાસ્તો કાર્ય બાદ આનું સેવન કરવાનું છે. આ બે વસ્તુ કોઈ પણ માણસ આસાનીથી કરી શકે છે. આ એક એકદમ સાદો અને સિમ્પલ ખોરાક છે. આ વસ્તુ ખાવાથી કોઈપણ વ્યક્તિને ફાયદો થઇ શકે છે. હવે જાણીલો કે આ બે વસ્તુ કઈ છે જેનું તમારે રોજ સેવન કરવાનું છે.
તો પહેલી વસ્તુ છે દેશી ગોળ. દેશી ગોળની અંદર આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. ગોળ કફને તોરે છે લોહીની ઉપન દૂર કરે છે સાથે લોહી બનાવે છે. અને તમારા શરીર ને ઉર્જાથી ભરી દે છે. બીજી વસ્તુ છે જે તમારે દેશી ગોળાની સાથે ખાવાની છે તે છે ચણા. આ ચણા એટલે શેકેલા ચણા.
આ ચણા અને ગોળનું સેવન તમારે સાથે કરવાનું છે. થોડી થોડી માત્રામાં તમારે આ બંને વસ્તુ લેવાની છે અને રોજ બપોરે જમ્યા બાદ, કે રાતે ઓછું જમ્યા બાદ અથવા સવારે ઉઠીને હલાવો નાસ્તો કાર્ય બાદ આનું સેવન કરવાનું છે. ચણા અને ગોળ લોહીની લોહીની ઉણપ તો દૂર કરે છે સાથે સાથે તે ખાવાથી બીજા પણ ઘણા લાભ થાય છે.
ગોળ અને ચણા શરીર ના તાપમાનને નિયંત્રણમાં રાખે છે. ગોળ અને ચણામાં એન્ટિ-એલર્જિક તત્વો છે, તેથી તેનો ઉપયોગ અસ્થમાના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે
ગોળ અને ચણા માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. જે આપણી માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમે વર્કઆઉટ કરતા હોય તો તમારે ચણા અને ગોળનું સેવન જરૂરથી કરવું કારણ કે ગોળ અને ચણા સાથે ખાવાથી માંસપેશીઓ મજબૂત બને છે શરીરને તાકાત પણ મળે છે.
ગોળ અને ચણા ખાવાથી શરીરમાં બ્લુડ સુગર મા કંટ્રોલમાં રહે છે. સાથે સાથે ગોળ નેચરલ શુગર હોય છે જે ડાયાબિટીસના દર્દીઓને કોઈ નુકસાન નથી કરતુ. આ જ કારણ છે કે ગોળ અને ચણા ડાયાબિટીસ પેશન્ટ માટે ફાયદાકારક છે.
જે લોકો વજન ઓછું કરવા માંગે છે, મેદસ્વીપણાની સમસ્યાથી પરેશાન થઇ ગયા છે તેઓએ નિયમિતપણે ચણા અને ગોળનું સેવન કરવાનું શરૂ કરવું જોઈએ. આ શરીરના ચયાપચયને વધારે છે અને મેદસ્વીતા ઘટાડવામાં મદદ કરે છે.
ગોળ અને ચણા માં ભરપૂર માત્રામાં ઝિંક રહેલું હોય છે. નિયમિત આનું સેવન કરવાથી ચામડીને તડકા થી થતા નુકસાન સામે રક્ષણ મળે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે અને તે પણ આ માહીતી નો લાભ લઇ શકે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.