હવે આપણે બધા જાણીયે છીએ કે તહેવારોની ઋતુ ચાલુ થઇ ગઈ છે અને હવે ધીરે ધીરે શ્રાવણ મહિનો પતી ગયા પછી ગણપતિ, નવરાત્રી અને પછી દિવાળી જેવા ઘણા તહેવારો આવશે. આ તહેવારોમાં લોકો ઉપવાસ – વ્રત અને પૂજામાં વધુ વ્યસ્ત રહે છે.
ઘણા લોકો એવા પણ હોય છે જે આખો દિવસ કશું ખાતા નથી અને કેટલાક લોકો એવા પણ હોય છેવ જે ઉપવાસમાં ફળો ખાવાનું પસંદ કરે છે. ભારતમાં ઉપવાસ કરવું એ બહુ સારું માનવામાં આવે છે અને જો તમે પણ તે લોકોમાંના એક છો જે આખો દિવસ ઉપવાસ રાખે છે, તો પછી તમને પણ કમજોરી આવી શકે છે.
જો તમે ઉપવાસમાં ફળો ખાઓ છો, તો પછી આવી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે જે દિવસભર તમને એનર્જી આપશે. અહીંયા અમે જે વસ્તુઓ વિશે વાત કરવાના છીએ તેનો ઉપવાસ દરમિયાન કોઈપણ રીતે ઉપયોગ કરવામાં આવે જ છે, પરંતુ લોકો જાણતા નથી કે તે વસ્તુઓ કેટલી એનર્જી આપી શકે છે, તો ચાલો જાણીયે.
રાજગીરા
જે લોકોને તેમના ભોજનમાં પ્રોટીનની જરૂર હોય, તેમણે રાજગીરાનું સેવન અવશ્ય કરવું જોઈએ. જોકે રાજગીરા એક પ્રકારનાં ફૂલમાંથી નીકળે છે, પરંતુ તાજેતરના સંશોધનોને કારણે તેને અનાજની શ્રેણીમાં ગણવામાં આવે છે. તેને સુપર અનાજ તરીકે ઓળખવામાં આવે છે કારણકે તેમાં કાર્બોહાઈડ્રેટ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.
રાજગીરાના 1 કપમાં 5 ગ્રામ ફાઈબર અને 46 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે સાથે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ફોલેટ, આયર્ન અને સેલેનિયમ જેવા મિનરલ્સ હાજર હોય છે. આ તમને ઉર્જા તો આપશે જ પણ વજન વધવા દેતું નથી.
શું ધ્યાન રાખવું જોઈએ?
મોટા ભાગના લોકો કોઈ ને કોઈ રીતે રાજગીરાને ખાંડ સાથે ખાય છે. વધારે ખાંડ ખાવી તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ છે.
સાબુદાણા
ઉપવાસમાં કેમ સારા છે? ઉપવાસમાં સાબુદાણામાં વધારે સ્ટાર્ચ સામગ્રી હોવાને કારણે, તે એનર્જી આપે છે. 100 ગ્રામ સાબુદાણામાં લગભગ 0.2 ગ્રામ પ્રોટીન, 94 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 10 મિલિગ્રામ કેલ્શિયમ, 0.5 ગ્રામ ડાયેટરી ફાઈબર, 1.2 મિલિગ્રામ આયર્ન હોય છે.
આ જ કારણ છે કે આટલી ભારે માત્રામાં કાર્બોહાઈડ્રેટ ખાધા પછી પણ વધુ ઉર્જા આપે છે અને જ્યારે આપણે ઉપવાસમાં સાબુદાણા ખાઈએ છીએ ત્યારે આપણું પેટ વધારે ભરેલું લાગે છે.
શું ધ્યાનમાં રાખવું જોઈએ?
સાબુદાણાની કોઈ પણ વાનગીઓ બનાવવામાં આવે ત્યારે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમાં તેલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. કારણ કે વધુ સ્ટાર્ચની હાજરીને કારણે સાબુદાણા તેલને શોષી લે છે અને એવામાં તમને એનર્જી તો મળશે જ, પરંતુ સાથે પેટ ફૂલવાની સાથે આળસ પણ આવી શકે છે.
મખાના
જો તમને નાસ્તામાં કોઈ વસ્તુની જરૂર હોય જે દિવસમાં ચાર વખત ખાઈ શકાય, તો મખાણા બેસ્ટ રહેશે. આ એક ખૂબ જ હળવો નાસ્તો છે, સંશોધન મુજબ તે બ્લડ સુગર લેવલને સુધારવામાં મદદ કરે છે. મખાના પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેમાં કાર્બોહાઈડ્રેટ છે જે તમને ઉર્જા આપે છે. મખાનામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે જે તમને એનર્જી આપે છે.
શું ધ્યાન રાખવું જોઈએ
મખાના તમને એનર્જી આપશે, પણ તમારું પેટ નહિ ભરાય તો, ભોજન સાથે તમારે મગફળી ખાવી જેથી પેટ થોડું ભરેલું લાગે.
આ પણ વાંચો: તમે ઉપવાસમાં ફરારી વસ્તુ અથવા ફળાહાર તો કર્યો જ હશે, પરંતુ આ 10 પ્રકારના ઉપવાસ તો ક્યારેય નહિ કર્યા હોય
ડ્રાય ફ્રૂટ
જો તમને મખાના એક હળવો નાસ્તો લાગે છે તો ડ્રાય ફ્રૂટ્સ ખાવા એ બેસ્ટ વિકલ્પ બની શકે છે. ડ્રાય ફ્રૂટને એક સુપર ફૂડ તરીકે ઓળખવામાં આવે છે જેમાં પોષક મૂલ્યમાં પણ વધારે હોય છે અને તે એનર્જી પણ આપે છે. ડ્રાય ફ્રૂટના મિશ્રણમાં વિટામિન,મિનરલ્સ, પ્રોટીન વગેરેથી ભરપૂર હોય છે, જે તેમને એક ભરપૂર નાસ્તો બનાવે છે.
તેમાં કેટલીક માત્રામાં સુગર પણ હોય છે એટલે તે દર્દીઓ માટે પણ સારું છે જેમણે આખા દિવસમાં તેમના શરીરમાં અમુક માત્રામાં સુગર લેવું પડે છે. ડ્રાય ફ્રૂટમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.
શું ધ્યાન રાખવું જોઈએ?
ડ્રાય ફ્રૂટ ખાતી વખતે, ધ્યાનમાં રાખો કે તમારે મિશ્રણ ડ્રાય ફ્રૂટ ખાઓ જેમ કે કાજુ, બદામ, પિસ્તા, સૂકી દ્રાક્ષ વગેરે ખાવા જોઈએ.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.