તમારા ઘરે ફ્રિજ નથી અથવા જ્યાં તમે રહો છો ત્યાં વીજળીની સમસ્યા છે. ઘરનું ફ્રિજ બંદ થઇ ગયું છે અથવા તમે બજારથી દૂર રહો છો અને બજારમાં વારંવાર ના જવું પડે તેથી ઘણા બધા શાકભાજી લઈને આવી ગયા છો અને તે ફ્રિજમા સમાય એમ નથી. તમે હોસ્ટેલ અથવા પીજીમાં ઘરથી દૂર રહો છો અને હજી સુધી ફ્રિજ ખરીદ્યું નથી.
પણ જ્યારે પણ તમે શાકભાજી લાવો છો, ત્યારે તમારો પ્રયત્ન હોય છે કે શાકભાજી બગડે નહીં અને લાંબા સમય સુધી તાજા રહે. પરંતુ તમારી સૌથી મોટી સમસ્યા એ છે કે ફ્રિજ વગર શાકભાજીને લાંબા સમય સુધી કેવી રીતે તાજી રાખી શકાય.
પણ એવું નથી કે જો તમારી પાસે ફ્રિજ ના હોય તો શાકભાજી તાજા રહી શકતા નથી. તમે શાકભાજીને કુદરતી રીતે પણ તાજા રાખી શકો છો. તમે સહેલાઈથી શાકભાજીને લાંબા સમય સુધી તાજી રાખી શકો છો. અમે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે ફ્રિજ વગર શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખી શકો છો.
ફ્રીઝ વગર શાકભાજીને તાજી રાખવાની રીતો: લીલા શાકભાજીને હંમેશા ફેલાવીને રાખો અને તેમને અમુક અંતરે રાખો. આમ કરવાથી શાકભાજી લાંબા સમય સુધી તાજી રહેશે. ધ્યાન રાખો કે ટોપલીમાં શાકભાજી એક બીજા ઉપર ના રાખો. કાકડી, કેપ્સિકમ, સરગવો, રીંગણ વગેરે જેવા શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખવા માટે, તેમને ભીના સુતરાઉ કપડામાં લપેટી દો. આમ કરવાથી કેપ્સિકમ વધુ દિવસો સુધી તાજું રહેશે.
કાચા બટાકાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે તેને લસણ સાથે રાખો આ બટાકાને ઝડપથી બગડતા અટકાવશે. ગાજરને વધુ દિવસો સુધી તાજા રાખવા માટે, તેનો ઉપરનો ભાગ કાપી નાખો અને એર ટાઈટ ડબ્બામાં મૂકી દો. આનાથી ગાજર ઘણા દિવસો સુધી તાજા રહેશે.
મીઠા લીંબડાના પાનને હંમેશા તેલમાં તળી લો. આ રીતે એક અઠવાડિયા સુધી રાખી શકાય છે અને ધ્યાનમાં રાખો કે તેને માત્ર એરટાઇટ કન્ટેનરમાં રાખો. શાકભાજી તાજા રાખવા માટે શાકભાજીને ગેસ અથવા સૂર્યપ્રકાશથી દૂર રાખો. ટામેટાં તાજા રાખવા માટે, તેને પ્લાસ્ટિકની બેગમાં મુકો અને તે બેગમાં નાના છિદ્રો કરો.
લસણ, બટાકા અને ડુંગળી જેવા શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેને ઠંડી જગ્યામાં રાખો. લસણને સારી રીતે હવા અડવા દો તેના માટે તેને જ્યુટની થેલીમાં લટકાવી રાખો. આમ કરવાથી લસણ લાંબા સમય સુધી તાજું રહેશે. પરંતુ ડુંગળી સાથે બટાકાને ક્યારેય પણ ન રાખો.
આદુને લાંબા સમય સુધી તાજું રાખવા માટે, જો શક્ય હોય તો, તેને જમીનમાં એટલે કે માટીમાં રાખો અને જરૂર પડે તો તેને કાઢીને તેનો ઉપયોગ કરો. આમલીને લાંબા સમય સુધી રાખવા માટે, તેના પર મીઠું લગાવો, તેનાથી આમલીનો રંગ અને સુગંધ એક વર્ષ સુધી એકદમ પહેલા જેવી જ રહેશે.
દહીંને તાજું રાખવા માટે તેમાં બે કે ત્રણ ચમચી મધ ઉમેરી દો. આ દહીં ફ્રિજ વગર પણ તાજું રાખશે. ડુંગળીને અંધારાવાળી, સૂકી અને ઠંડી જગ્યાએ રાખો. કાગળની થેલીમાં ડુંગળી નાખો અને બેગમાં નાના નાના કાણાં બનાવો. આમ કરવાથી ડુંગળી લાંબા સમય સુધી બગડશે નહીં. પરંતુ એ પણ ધ્યાન રાખો કે ડુંગળીને ખૂબ જ ઠંડી જગ્યાએ ન રાખો નહીંતર તે જલ્દી બગડી જશે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.