આપણે ખોરાકનો સ્વાદ વધારવા માટે ઘણી બધી સામગ્રી મિક્સ કરીએ છીએ. આપણા ઘરમાં એવી કેટલીક સામગ્રી છે, જેનો ઉપયોગ તેમ વિવિધ પ્રકારની વાનગીઓમાં બનાવવામાં સરળતાથી ઉપયોગ કરી શકાય છે. આ અમગ્રીને ઉમેરીને તમે તમારા ભોજનના સ્વાદમાં વળાંક લાવી શકો છો અને વાનગીને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો છો.
સોયા સોસ પણ તે સામગ્રીમાંની એક છે, જેનો ઉપયોગ ખોરાકમાં ઘણી રીતે કરી શકાય છે. જોકે મોટાભાગના લોકો તેને માત્ર ચાઈનીઝ ફૂડમાં જ ઉમેરે છે, પરંતુ જો તમે ઈચ્છો તો તેનો ઉપયોગ ભારતીય વાનગીમાં પણ કરી શકો છો.
જો તમને કંઇક સારું ખાવાનું મન થાય છે અથવા કંઇક અલગ ટેસ્ટ કરવા માંગો છો તો સોયા સોસનો ઉપયોગ કરીને અલગ વાનગી તૈયાર કરી શકો છો. પણ કોશિશ કરો કે તેને મર્યાદિત માત્રામાં તેનો ઉપયોગ કરો. તેને વધુ પ્રમાણમાં ઉપયોગથી ખોરાકનો સ્વાદ બગડી શકે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે અલગ અલગ વાનગીઓ બનાવવા માટે સોયા સોસનો ઉપયોગ કરી શકાય છે.
1. સલાડમાં મિક્સ કરો : સલાડને ગાર્નિશ માટે તમે સોયા સોસના થોડા ટીપા ઉમેરી શકો છો. ધ્યાન રાખો કે સલાડમાં મીઠું નાખતા પહેલા તેને ઉમેરો. જો તમે મીઠું ઉમેરતા પહેલા સોયા સોસ ઉમેરો છો, તો તે સલાડ વધુ સીઝનિંગ થવાની શક્યતા છે. સોયા સોસનો સ્વાદ હળવા મીઠા જેવો છે, તેથી તમારે મીઠું ઉમેરવાની જરૂર નહીં પડે.
2. ફ્રાઈડ રાઈસ : રાત હોય કે દિવસ જો વધેલા ભાત હોય તો તે ફ્રાઈડ રાઈસ ખાઈ શકાય છે. આ સ્થિતિમાં, તમે અન્ય સ્વાદ લાવવા માટે ભાતમાં સોયા સોસ ઉમેરી શકો છો. રાઇસને ફ્રાઈડ કરતી વખતે, પહેલા બધી સામગ્રીને સારી રીતે ફ્રાય કરી લો, પછી અંતે થોડો સોયા સોસ મિક્સ કરીને ભાતને ફ્રાય કરી લો. આ પછી, તમને ભાતમાં એક અલગ જ સ્વાદ આવશે અને તે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે.
3. ડીપ સોસ બનાવો : ડીપ સોસ ને નાસ્તા સાથે ખુબ પસંદ કરવામાં આવે છે. જો તમે ઇચ્છો તો, તમે સોયા સોસમાંથી એક ડીપ સોસ પણ તૈયાર કરી શકો છો. આ માટે એક બાઉલમાં બે ચમચી સોયા સોસ કાઢીને નાસ્તા સાથે ખાઓ. આ સિવાય તમે ઇંડા રોલ્સ, વેજ રોલ્સ અથવા અન્ય કોઈપણ પ્રકારના નાસ્તાનો આનંદ માણી શકો છો.
4. પાસ્તા અને નૂડલ્સ : ચાઇનીઝ ફૂડમાં લોકો ચોક્કસ સોયા સોસનો ઉપયોગ કરે છે. આવામાં જો તમને નૂડલ્સ અથવા પાસ્તા જેવી વાનગીઓ ગમે છે, તો પછી સોયા સોસ ઉમેરીને તેને બનાવો. નૂડલ્સ અથવા પાસ્તા બનાવતી વખતે, છેલ્લે સોયા સોસ ઉમેરો. તે પછી જ મીઠુંનો ઉપયોગ કરો. જો તમને ઓછું મીઠું ખાવાની આદત હોય તો તમે તેને પણ છોડી શકો છો. સોયા સોસ ઉમેર્યા બાદ તેને 5 મિનિટ સુધી સારી રીતે કુક કરો.
5. શેઝવાન સોસ : શેઝવાન સોસ બધાને ગમે છે. તે બજારમાં મોંઘુ મળે છે, તેથી લોકો તેને ઘરે બનાવવાનું વધુ પસંદ કરે છે. જો તમે ઘરે શેઝવાન સોર્સ બનાવી રહ્યા છો, તો તેમાં સોયા સોસનો ઉપયોગ કરો. એટલું જ નહીં, તેમાં દરેક સામગ્રીની જેમ સોયા સોસ પણ મહત્વનું છે. આ સિવાય, તમે બીજી પ્રકારની ચટણીઓમાં પણ સોયા સોસનો ઉપયોગ કરી શકો છો.
6. સોયા શેકેલા નટ્સ : ડ્રાય ફ્રૂટ અથવા નટ્સને શેકવા માટે સોયા સોસનો પણ ઉપયોગ કરી શકો છો. સોયા સોસ મીઠાના વિકલ્પ તરીકે સારી રીતે કામ કરે છે. મીઠાને બદલે, તમે સોયા સોસમાં નટ્સ અને ડ્રાય ફ્રુટ્સને રોસ્ટ કરી શકો છો. આ માટે બદામ, મગફળી અથવા અન્ય ડ્રાય ફ્રુટ્સને સોયા સોસમાં 1 કે 2 કલાક પલાળવા દો અને ઓવન અથવા ગેસ પર રોસ્ટ કરી લો. જો તમે ઇચ્છો તો તેને થોડા દિવસો માટે પણ સ્ટોર કરી શકો છો.
7. સોયા સોસમાં શાક : લોકોને બટાકાનું શાક વધારે જ ગમે છે, પરંતુ જો તમે તેમાં સોયા સોસ ઉમેરો તો તેનો સ્વાદ વધી જાય છે. ફ્રાય કરતી વખતે, બે ચમચી સોયા સોસ ઉમેરીને બટાકાને સારી રીતે કુક કરો. આ દરમિયાન તેમાં હળદર ના ઉમેરો, તેમજ મીઠાનું પ્રમાણ પણ ઓછું રાખો. સોયા સોસ મીઠું તરીકે જ કામ કરે છે, તેથી પહેલા મીઠું ઉમેરવાથી શાકનો સ્વાદ બગડી શકે છે. તો સૌથી પહેલા સોયા સોસ મિક્સ કરો.
8. સૂપ : જ્યારે પણ તમે સૂપ બનાવી રહ્યા હોય ત્યારે તેને ગરમ કરતી વખતે તેમાં બે ચમચી સોયા સોસ મિક્સ કરો. આ સૂપનો સ્વાદ વધારશે અને જ્યારે સૂપ ગરમ કરવા માટે રાખવામાં આવે છે, ત્યારે તેમાં માત્ર 2 ચમચી સોયા સોસ ઉમેરીને થોડી વાર માટે કુક થવા દો, પછી ગરમા ગરમ સૂપ સર્વ કરો.
9. ઇંડા : જ્યારે પણ તમે ઓમેલેટ અથવા ઇંડા બનાવી રહ્યા છો, ત્યારે તેને ફેટતી વખતે તેમાં થોડો સોયા સોસ મિક્સ કરો. જો તમે ઇચ્છો તો, ઇંડામાં મીઠાને બદલે, માત્ર સોયા સોસનો ઉપયોગ કરી શકો છો તે સ્વાદ વધારવાની સાથે, તે એક મસાલા તરીકે કામ કરશે. આ સિવાય ઓમેલેટનું ટેક્સચર પણ બદલાઈ જશે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.