dudh na dagh door karava mate tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણી વાર આપણું ધ્યાન ના હોવાને કારણે અથવા ઉતાવળમાં દૂધ ઉકાળતી વખતે દૂધ વાસણમાં બળી જાય છે અને એનાથી આ દૂધના વાસણને સંપૂર્ણપણે બગાડે છે. જે રીતે બળી ગયેલા દૂધની ગંધને દૂર કરવી મુશ્કેલ છે એજ રીતે વાસણમાંથી બળી ગયેલા દૂધના નિશાનને દૂર કરવા ઘણું મુશ્કેલ કામ છે.

વાસણમાં બળી ગયેલા દૂધનું સ્તર એટલું જાડું થઇ જાય છે કે આપણે મહેનત કરવા છતાં તેને સાફ કરવું ખુબ મુશ્કેલ બની જાય છે. જો આપણે તેને ચમચી અથવા કોઈ તીક્ષ્ણ સાધનથી સાફ કરવાનો પ્રયત્ન કરીએ તો તે વાસણને ખરાબ કરી શકે છે.

તેથી તેની ચમક જાળવી રાખી, દૂધના બળી ગયેલા વાસણને કેટલીક સરળ ટિપ્સની મદદથી મિનિટોમાં સાફ કરી શકાય છે. ચાલો જાણીએ તે ટિપ્સ શું છે.

મીઠું : વાસણમાંથી બળી ગયેલું દૂધના નિશાનને દૂર કરવા માટે મીઠું સારો ઉપાય છે. આ માટે બળી ગયેલા વાસણમાં 2 ચમચી મીઠું નાખો અને બળી ગયેલા વાસણમાં ડીશ લિક્વિડના થોડા ટીપાં નાખો અને પછી વાસણમાં પાણી નાખો, બળી ગયેલા ભાગને સંપૂર્ણપણે ડૂબાડી દો.

આ મિશ્રણને લગભગ એક કલાક માટે પલાળવા દો.આ પછી લાકડાના સ્પેટુલાનો અથવા ચમચીની મદદથી તેને સારી રીતે સાફ કરો અને તેને પાણીથી ધોઈ લો.

લીંબુ : લીંબુનો રસ વાસણોમાંથી હઠીલા બળી ગયેલા નિશાન અને ડાઘ સાફ કરવા માટે ફાયદાકારક છે. જો તમે દૂધથી બળી ગયેલી નોન-સ્ટીક પેનને સાફ કરી રહ્યા છો, તમારે ફક્ત બળી ગયેલા દૂધના વાસણ પર પૂરતા માત્રામાં લીંબુનો રસ લગાવવાનો છે અને તેને થોડી વાર માટે છોડી દો. લીંબુના રસમાં હાજર એસિડ સરળતાથી આ ડાઘને સાફ કરશે.

બેકિંગ સોડા અને વિનેગર : બળી ગયેલા વાસણને ગેસ પર મૂકો અને તેમાં સફેદ વિનેગર નાખો, જેથી વાસણનો બળી ગયેલો ભાગ બહાર આવી જાય. પછી આ મિશ્રણને લગભગ 10 મિનિટ સુધી ઉકાળો અને પછી વાસણને ઠંડી જગ્યાએ રાખો.

હવે હળવા ગરમ આ વાસણમાં 2 ચમચી બેકિંગ સોડા નાખો. જો તમે વધારે હઠીલા ડાઘને દૂર કરવા માંગતા હોય તો તમે મિશ્રણમાં એક ચમચો બેકિંગ સોડા વધારે ઉમેરી શકો છો. વાસણને સારી રીતે સ્ક્રબ કરો અને દૂધના બળેલા દાગને દૂર કરવાનો પ્રયત્ન કરો. તમારા ડાઘ સંપૂર્ણપણે દૂર થઇ જશે.

વિનેગર : વિનેગર પણ એક જબરજસ્ત ઉપાય છે અને તમારા દૂધના બળી ગયેલા ભાગોને સાફ કરવામાં મદદ કરે છે અને પેનમાંથી બળી ગયેલા ખોરાકથી છુટકારો મેળવવામાં માટે અસરકારક રીતે કામ કરે છે. થોડા સમય માટે વાસણમાં બળી ગયેલા દૂધના ભાગને વિનેગરમાં પલાળી રાખીને પછી તેને ગરમ પાણી અને સાબુથી ધોઈ લો.

ડીટરજન્ટ : જો વાસણમાં બળી ગયેલા દૂધના ડાઘ હોય તો તેમાં એક ચમચી ડિટર્જન્ટ પાવડર ઉમેરીને તેને ઉકળતા પાણીમાં નાખો. જ્યારે પાણી સંપૂર્ણપણે ઉકળી ગયા પછી ગેસ બંધ કરો અને વાસણને બે થી 3 કલાક અથવા આખી રાત રાખો. બીજા દિવસે સવારે લાકડાના ચમચી અથવા સ્પેટુલાથી મદદથી બળી ગયેલા ડાઘને દૂર કરો અને વાસણને ધોઈ લો.

અહીં જણાવવામાં આવેલી ટિપ્સને અજમાવીને, તમે સરળતાથી બળી ગયેલા દૂધના વાસણને સાફ કરી શકો છો અને વાસણની ચમક પણ જાળવી શકો છો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “દૂધના બળી ગયેલા વાસણને આ ટિપ્સની મદદથી મિનિટોમાં સાફ કરી શકાય છે”

Comments are closed.