પાવ ભાજી એક એવી ખાવાની વસ્તુ છે, જેને તમે સવારના નાસ્તામાં કે બપોરના ભોજનમાં ખાઈ શકાય છે. આમ તો તમને બજારમાં મોટી હોટલોમાં, ફાસ્ટ ફૂડ કોર્નર અને સ્ટ્રીટ ફૂડ સ્ટોલ પર પાવ ભાજીનો સ્વાદ મળી જશે પણ ઘરે પાવ ભાજી બનાવીને ખાવાની મજા જ કંઇક અલગ છે.
હવે તો પાવ ભાજી ખાવા માટે રેડી ટુ ઈટ અને પાવ ભાજીના પેક પણ તૈયાર આવે છે. આનાથી ઘરે પાવ ભાજી બનાવવાનું વધારે સહેલું બની ગયું છે પણ ઘણી વખત ભાજી વધે છે, એક વખત ખાધા પછી તેને ફરી વખત ખાવાનું મન થતું નથી. આ સ્થિતિમાં મહેનત કરીને રાંધેલી ભાજી ફેંકી તો દેવાય નહિ.
તેથી તમે આ ભાજીનો ફરીથી ઉપયોગ કરી શકો છો. તમે વધેલી ભાજીમાંથી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી શકો છો. ચાલો આજે અમે તમને કેટલીક એવી વાનગીઓ વિષે જણાવીએ, જે તમે વધેલી પાવ ભાજી સાથે તૈયાર કરી શકો છો.
પાવ ભાજી કટલેટ : સામગ્રી : 3 કપ બ્રેડ ક્રમ્બ્સ, 1 વાટકી વધેલી ભાજી, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી પાવ ભાજી મસાલો, 1 ચમચી લીંબુનો રસ, તળવા માટે તેલ
બનાવવાની રીત : સૌથી પહેલા તવાને ગેસ પર મૂકો અને માખણને સારી રીતે બ્રેડ પર લગાવીને સારી રીતે સેકી લો જેથી તે ક્રિસ્પી બને.
આ પછી બ્રેડ ક્રમ્બ્સ તૈયાર કરો અને એક બાજુમાં રાખો. હવે વધેલી ભાજીમાં ગરમ મસાલો, લીંબુનો રસ અને પાવ ભાજી મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. જ્યા સુધી તેલ ગરમ થાય છે ત્યાં સુધી બ્રેડના ટુકડાઓમાં ભાજીના નાના બોલ્સ બનાવીને રોલ કરો.
ત્યાર બાદ તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે તેને ટોમેટો સોસ સાથે સર્વ કરી શકો છો.
પાવ ભાજી સેન્ડવીચ : સામગ્રી : 4 બ્રેડ, 1 વાટકી વધેલી ભાજી, 2 ચમચી ઝીણી સમારેલી ડુંગળી, 1 ચમચી ઝીણી સમારેલું ટામેટું, 1 ચમચી સમારેલી કોથમીર, 1 ચમચી લીંબુનો રસ, 1 ક્યુબ માખણ
બનાવવાની રીત : સૌથી પહેલા વધેલી ભાજીને એક બાઉલમાં કાઢો. તેમાં સમારેલી ડુંગળી, ટામેટા અને કોથમીરને ઉમેરો. આ પછી આ મિશ્રણમાં લીંબુનો રસ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. હવે 2 બ્રેડ લો અને બંને બ્રેડની એક બાજુ માખણ લગાવીને, હવે ભાજીનું મિશ્રણ એક બ્રેડ પર ફેલાવો અને બીજી બ્રેડને ઉપર મૂકી દો. હવે તવાને ગરમ કરીને તેના પર બંને બાજુથી બ્રેડને શેકી લો. તમારી પાવ ભાજી સેન્ડવીચ સર્વ કરવા માટે તૈયાર થઇ ગઈ છે.
પાવ ભાજી પુલાવ : સામગ્રી : 2 કપ રાંધેલા ભાત, 2 મોટી ચમચી ઘી, 1/2 ચમચી જીરું, 3 લવિંગ, તજનો 1 ઇંચનો ટુકડો,
1 તેજપત્તા, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 કપ વધેલી ભાજી
બનાવવાની રીત : સૌથી પહેલા એક તવા ને ગેસ પર ધીમી આંચ પર મૂકો. પછી ગરમ તવા માં ઘી નાખો અને તેમાં જીરું, લવિંગ, તેજપત્તા અને તજને ફ્રાય કરી લો. હવે તવા પર ભાત ઉમેરીને તેને ફ્રાય કરો. આ પછી, વધેલી ભાજીને ભાતમાં ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. આ સાથે આ મિશ્રણમાં લાલ મરચું પાવડર, ઘી અને મીઠું ઉમેરો. તો પીરસવા માટે તૈયાર છે પાવ ભાજી પુલાવ.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.