ઘણી વાર આપણી જોડે એવી ઘણી પ્રોડક્ટ હોય છે જેનો આપણે ઉપયોગ કરી શકતા નથી અને તે ઉપયોગ કર્યા વગર જ એક્સપાયર થઇ જાય છે. આ પ્રોડક્ટ્સ જે કામ માટે લાવ્યા હતા તેના માટે તેનો ઉપયોગ તો નથી કરી શક્યા પણ તેનો ઉપયોગ બીજી ઘણી રીતે કરી શકાય છે.
જો તમારી સાથે પણ આવું છે અને તમારી પાસે પણ ઘણી પ્રોડક્ટ્સ આ રીતે રાખવામાં આવી છે, તો અમે તમને તેમના કેટલાક ઉપયોગો જણાવી રહ્યા છીએ. આ યાદીમાં ઘરે ઉપયોગમાં લેવાતી એવી ઘણી પ્રોડક્ટનો સમાવેશ કરેલો છે.
1. ટૂથપેસ્ટ
એક્સપાયર થઇ ગયેલા ટુથપૅસ્ટને તમે તમારા દાંત પર ઉપયોગ કરશો નહીં, પણ તેનો ઉપયોગ ડાઘ દૂર કરવા માટે ખૂબ જ સારી રીતે થઈ શકે છે. વાસ્તવમાં ટૂથપેસ્ટમાં ડિટર્જન્ટ જેવા એજન્ટો હોય છે અને તેથી તેનો ઉપયોગ કાર્પેટના ડાઘ દૂર કરવા માટે થઈ શકે છે. જો દિવાલો પર અથવા લાકડાના ફર્નિચર પર કોઈ નાના – મોટા ડાઘ હોય, તો તે પણ સાફ કરી શકાય છે.
2. સાબુ
બાથરૂમમાં રાખવામાં આવેલો સાબુ પણ એક્સપાયર થઇ જાય છે. ઘણી વાર એવું બને છે કે આપણે સાબુને આમ જ છોડી દઈએ છીએ અને તેનો ઉપયોગ કરતા નથી. આ સ્થિતિમાં તે સ્ક્રૂ, નખ, બ્લેડ વગેરે માટે લુબ્રિકેશન તરીકે કામ કરે છે.
ઉપરાંત, સાબુને જૂની થઇ ગયેલી ચેન પર ઘસી શકાય છે જેથી તે અટવાઇ ન જાય. દુર્ગંધ માર્ટા તમારા બુટમાં આખી રાત માટે સાબુને કાગળમાં લપેટી રાખવાથી બૂટની દુર્ગંધ દૂર થઈ જશે.
3. શેમ્પૂ
દરેક શેમ્પૂની એક્સપાયરી ડેટ લગભગ 2 વર્ષની હોય છે અને જો તમે ત્યાં સુધીમાં તેનો ઉપયોગ ન કરો તો તેના કેમિકલ્સ માથાની ચામડી માટે સારા નથી. આ સ્થિતિમાં શેમ્પૂનો ઉપયોગ નાજુક કપડાં ધોવા જેવી બીજી વસ્તુઓ માટે થઈ શકે છે. આ સિવાય શેમ્પૂનો ઉપયોગ ઘરની સફાઈમાં કરી શકાય છે. તમે તમારા દાગીનાને શેમ્પૂથી સાફ કરી શકો છો.
4. કન્ડિશનર
જેમ શેમ્પૂ એક્સપાયર થાય છે તેમ કન્ડિશનર પણ એક્સપાયર થાય છે. જો તમારું કન્ડિશનર એક્સપાયર થઈ ગયું છે તો તમે તેનો ઉપયોગ તમારા વાળ પર ના કરો. તેના બદલે તમે તેનો ઉપયોગ લુબ્રિકન્ટ તરીકે કરી શકો છો. ઉપરાંત જો તમે ઇચ્છો તો તેને કાટ લાગેલી ખીલ્લી વગેરે પર લગાવી શકો છો, કારણ કે કન્ડિશનરનું મુખ્ય કામ મોઇશ્ચરાઇઝ કરવાનું હોય છે એટલે તે મેટલનું રક્ષણ કરી શકે છે.
5. શેવિંગ ક્રીમ
શેવિંગ ક્રીમનો ઉપયોગ બીજી ઘણી રીતે કરી શકાય છે અને એક વખત તે એક્સપાયર થઈ ગયા પછી તેનો ઉપયોગ ગંદકી અને માટીને દૂર કરવા માટે પણ થઈ શકે છે. તેનો શ્રેષ્ઠ ઉપયોગ નખ પર કરી શકાય છે કારણ કે શેવિંગ ક્રીમ નખ સાફ કરવા માટે કામ લાગી શકે છે. નખ પર સહેજ શેવિંગ ક્રીમ લગાવીને તેને ટૂથપીક અથવા જૂના બ્રશની મદદથી તેને સાફ કરી શકાય છે.
6. વેટ વાઇપ્સ
વેટ વાઇપ્સ અને ટીશ્યુ પણ એક્સપાયર થઇ જાય છે આપણે તેનો ઉપયોગ અમુક રીતે કરી શકીયે છીએ. તમારી બેગ, પર્સ વગેરે સાફ કરવા માટે, પંખા અને ડ્રેસિંગ ટેબલ વગેરે સાફ કરવા માટે વેટ વાઇપ્સ ખૂબ ઉપયોગી થઈ શકે છે.
7. માઉથવોશ
માઉથવોશ પણ તે પ્રોડક્ટમાંની એક છે જે વારંવાર એક્સપાયર થતી પ્રોડક્ટ છે અને જો તમારા માઉથવોશ આલ્કોહોલ આધારિત છે તો તેમાં સુગર સામગ્રી નથી હોતી તો તેનો ઉપયોગ હેન્ડ સેનિટાઇઝર તરીકે કરી શકાય છે.
સુગર સામગ્રી સાથેના માઉથવોશને વધારે પાણીમાં ઓગાળીને સોલ્યૂશન બનાવી શકાય છે અને તેનો ઉપયોગ ફ્લોર સાફ કરવા માટે કરી શકાય છે, પણ ધ્યાન રાખો કે તેને પાણીથી ભરેલી ડોલમાં ઉમેરશો નહિ નહીંતર ફ્લોર ચીકણું થઈ જશે.
આ બધી પ્રોડક્ટ્સ આપણા ઘરોમાં કોઈ ને કોઈ રીતે હાજર હોય જ છે અને કેટલીકવાર તે ધ્યાનના અભાવે અથવા બીજા કોઈ કારણસર એક્સપાયર થઈ જાય છે. આ સ્થિતિમાં તેમને ફેંકી દેવાને બદલે તમે તેમનો આ રીતે ઉપયોગ કરી શકો છો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.