maggi bhel recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

મેગી એક એવી વસ્તુ છે કે બાળકોથી લઈને વડીલો સુધી બધા જ લોકો મેગીના દીવાના છે. જ્યારે પણ લોકોને કંઈક ફૂડી ખાવાનું મૂડ આવે, ત્યારે મોટાભાગના લોકો મેગી બનાવે છે અને તેને ખાય છે. મેગી બનાવવાની દરેકની રીત અલગ અલગ હોય છે, ઘણા લોકો મેગીને સામાન્ય બનાવે છે અને કેટલાક લોકો તેને મસાલેદાર બનાવીને ખાતા હોય છે.

પણ શું તમે ક્યારેય મેગી ની ભેલ ખાધી છે? જો ના ખાધી હોય, તો આજે અમે તમારી સાથે મેગી ભેલની રેસિપી શેર કરી રહ્યા છીએ, જે તમે 5 થી 10 મિનિટમાં બનાવીને ખાઈ શકો છો.

સામગ્રી : 2 પેકેટ મેગી, 1/2 ચમચી ચાટ મસાલો, 1 ચમચી ટોમેટો સોસ, 1 ચમચી લીલા વટાણા, 1 ચમચી સમારેલી ડુંગળી, 1 ચમચી સમારેલા ટામેટા, 1 મેગી મસાલો, 1 ચમચી કોથમીર સમારેલી, 1 ચમચી લીંબુનો રસ, 2 ચમચી દાડમ

બનાવવાની રીત : ભેલ બનાવવા માટે સૌથી પહેલા મેગીના પેકેટમાંથી મેગી કાઢીને અને મેગી મસાલાને કાઢીને એક બાજુ રાખો. હવે ટામેટા, ડુંગળી જેવી બધી સામગ્રીને જીણા કાપો અને તેને એક બાજુ રાખો.

હવે મેગીના ટુકડા કરી લો અથવા તોડી લો. પછી એક પેનમાં એક ચમચી તેલ અને ઘી નાંખો અને મેગીને બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લો. હવે તમે ઇચ્છો તો તેમાં 2 ચમચી પાણી પણ ઉમેરી શકો છો. જ્યારે મેગી સારી રીતે શેકાઈ જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી લો.

હવે પછી તેમાં ડુંગળી, ચાટ મસાલો, ટામેટાની ચટણી વગેરે બધી જ વસ્તુઓ ઉમેરીને બરાબર મિક્સ કરો. ફક્ત 5 જ મિનિટમાં તમારી મેગી ભેલ તૈયાર છે. હવે ઉપર દાડમના દાણા નાખીને સર્વ કરી શકો છો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા