gas problem solution at home in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

‘ગેસ એક કુદરતી શારીરિક ક્રિયા છે જે સ્વ-કાર્યરત રહે છે. પેટમાં ગેસ બનવાનું કારણ આપણો ખોરાક હોય છે. જો આહાર યોગ્ય હોય તો ગેસને કારણે થતા દુખાવામાં પણ તમને રાહત મળે છે. આપણી બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખાનપાનને કારણે પેટની સમસ્યાઓ થવી હવે સામાન્ય બની ગયું છે.

વધારે તળેલું અને ફ્રાય કરેલું ખાવાથી પેટમાં એસિડિટી અને ગેસ થવો સામાન્ય વાત છે. વધુ ખાટું, મસાલેદાર ખોરાક ખાવું અથવા મોડી રાત સુધી જાગતા રહેવું, ઓછું પાણી પીવું, લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવું વગેરેથી ગેસ બનવા લાગે છે, આ સિવાય કેટલાક કઠોળ અને શાકભાજી પણ એવું હોય છે જે ગેસ બનાવે છે.

ગેસનો દુખાવો ખૂબ જ અસહ્ય હોય છે અને બહાર ના આવવાને કારણે તે આખા પેટમાં ફરતો રહે છે, જેના કારણે તમારા કામમાં અવરોધ આવી શકે છે. તેનો દુખાવો પેટમાં તેમજ પીઠ, છાતી અને માથામાં થાય છે. ગેસથી રાહત મેળવવા માટે તમે કેટલાક આયુર્વેદિક ઉપાયો કરી શકો છો.

ઘૂંટણિયે પડીને પાણી પીવું : જ્યારે તમે સવારે ઉઠો છો, તો પછી સંકોચાયેલી મુદ્રામાં પાણી પીવું એટલે કે ઘૂંટણિયે પડીને પાણી પીવાથી રાહત મળી શકે છે. આ સ્થિતિમાં 2 ગ્લાસ પાણી ઘૂંટ ઘૂંટ કરીને પીવો અને થોડો સમય ચાલવું. આ સાથે તમારું પેટ થોડા જ દિવસોમાં સંપૂર્ણપણે સાફ થવા લાગશે.

ખાલી પેટ ચા ન પીવો : આપણામાંના ઘણા લોકોને પથારીમાં ઉઠતાની સાથે જ ખાલી પેટ ચા પીવાની ટેવ હોય છે. વધારે ચા પીવાથી પેટમાં એસિડિટી અને ગેસ પણ થાય છે. તો આ આદત બદલો, સવારે ઉઠવાની સાથે એક ગ્લાસ નવશેકું પાણી પીવું તમારા માટે ફાયદાકારક રહેશે.

અજમો રાહત આપી શકે છે : આયુર્વેદ મુજબ અજમો ગેસ ઘટાડવામાં શ્રેષ્ઠ છે. તે પેટના દુખાવામાં પણ રાહત આપે છે. અડધી ચમચી અજમામાં બે ચપટી સેંધા મીઠું મિક્સ કરો, તેને ગરમ પાણી સાથે પીવો. તેનાથી ગેસ પણ દૂર થશે અને તે પાચનમાં પણ મદદ કરશે.

હિંગ ખાઓ : હિંગ ખાવાથી પાચનમાં મદદ થાય છે. અપચોની સ્થિતિમાં હીંગનું સેવન ખૂબ ફાયદાકારક છે. ગેસથી પીડિત લોકો ગરમ પાણીમાં એક ચપટી હીંગ લેવાથી તેમને રાહત મળશે. આ માટે હિંગને થોડી સેકંડ માટે હિંગને શેકી લો અને પછી તેને એક ગ્લાસ ગરમ પાણીમાં સેવન કરો.

આદુનો રસ અને લીંબુ : આદુના રસમાં એક ચમચી લીંબુનો રસ અને થોડું કાળું મીઠું મિક્સ કરો અને પછી તેનું સેવન કરવાથી તમને ગેસમાં રાહત મળી જશે. આ સિવાય એક કાચની શીશીમાં આદુના ટુકડા નાખો અને ઉપર લીંબુ નાંખો, પછી તેમાં મીઠું નાખીને હલાવો. જ્યારે પણ ભૂખ ના લાગે, પેટનું ફૂલે કે ગેસની સમસ્યા હોય ત્યારે ભોજનના અડધા કલાક પહેલા 5 – 7 ટુકડા ચાવવાથી ગેસનો પ્રકોપ ઓછો થઇ જશે.

ડુંગળીનો રસ અને હિંગ : એવું કહેવાય છે કે ડુંગળી તમને પેટની ઘણી સમસ્યાઓમાં રાહત આપે છે. તે પેટના ગેસ અથવા દુખાવામાં પણ રાહત આપી શકે છે. ડુંગળીના રસમાં એક ચપટી હિંગ અને કાળું મીઠું ભેળવીને પીવાથી પેટના ગેસ અને ગેસના દુખાવામાં રાહત મળે છે.

હરડે અને સૂકા આદુ ફાયદાકારક હોઈ શકે છે : સૂકું આદુ અને હરડે આપણા પાચન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. હરડેના ચૂર્ણમાં સુકા આદુનો પાવડર અને સેંધા મીઠું ભેળવીને હૂંફાળા પાણી સાથે લેવું જોઈએ. તે પેટની બળતરામાં પણ રાહત આપી શકે છે અને એક સારી કબજિયાત દૂર કરનાર પણ છે.

પેટનો વાયુ ક્યારેક અકળામણનું કારણ બને છે, તેથી શક્ય તેટલું ઓછું તળેલું ખાઓ અને પુષ્કળ પાણી પીવાનું રાખો. આ સિવાય તમારી દિનચર્યામાં સુધારો કરો અને સાથે કસરત કરો.

નોંધ: આ ઉપર જણાવવામાં આવેલા ઉપાયો ગેસ ઘટાડી શકે છે, પણ આ ઉપાયો દરેક માટે કામ કરે તે જરૂરી નથી કારણ કે બધાના શરીરની તાસીર અલગ અલગ હોય છે. ઉપયોગ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા