અહીંયા આ લેખમાં તમને જણાવીશું એક વસ્તુ વિષે જે રોજ સવારે ખાલી પેટ ખાવાથી તેના ફાયદા અઢળક થાય છે. આ વસ્તુ જાણતા પહેલા એ જાણી લોકે તમારા ઘરમાં રહેલું રસોડું એજ તમારું દવાખાનું છે. તમે તમારા રસોડાની વસ્તુઓનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમારે ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે.
જો તમે સવારે ખાલી પેટે બે મરી ખાઈ લો છો તો તમારી ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મળશે. કાળી મરીમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ઝિંક અને વિટામિન સી, વિટામિન એ એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે જેનાથી અનેક પ્રકારના રોગોને ઠીક કરી શકાય છે.
કાળા મરીનું સેવન તમારા ગળાને સાફ રાખે છે તથા તમને તથા ઇન્ફેક્શન શરદી, ખાંસી વગેરેથી તે તમને બચાવે છે અને તમારી રોગપ્રતિકારક ક્ષમતાને પણ વધારે છે. જે તમને બદલતી ઋતુમાં શરદી, ખાંસી, તાવ વગેરે થી બચાવશે. તેમાં ઘણા પ્રકારના તત્વો હોય છે, કુદરતી તત્વો, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ ગુણ પણ હોય છે .
તો અહીંયા આપણે સવારે ખાલી પેટે બે કાળા મરી ખાવાથી થતા ફાયદા વિષે જોઈએ. 1) બ્રેસ્ટ કેન્સર માટે: કાળા મરીનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સર જેવી ખતરનાક બીમારીને પણ ઓછી કરી શકાય છે. કારણ કે કાળી માં વિટામીન-સી, વિટામીન-એ, ફ્લેવોનોઈડ્સ, કેરોટીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જેથી મહિલા માં થતા બ્રેસ્ટ કેન્સરને ઓછું કરી શકાય છે.
2) પેઢા માટે: રોજ કાળા મરીનું સેવન કરવાથી મસુડો માં થતા દર્દને જલ્દી રાહત મળે છે. કાળી મરી, સીંધવ મીઠું ચૂર્ણ બનાવી થોડું સરસવનું તેલ મિક્સ કરીને દાંત અને મસૂડા પર લગાવો અને અડધો કલાક છોડી દો. ત્યાર પછી તમારા મોઢાને સારી રીતે સાફ કરી લો. આ કરવાથી તમારા દાંતમાં દુખાવો છે તેને દૂર કરવામાં મદદ મળશે.
3) સ્કિન એલર્જીમાં : ઘણા લોકોમાં કફ અને વાયુદોષ વધી જવાને કારણે સ્કિન ઉપર એલજી થવા લાગે છે અને ઘણી વખત ચકામાં પડવા લાગે છે. આ સમયે બે દાણા કાળામરી ખૂબ સારો લાભ કરે છે. તો તેની સાથે અડધી ચમચી હળદરનું સેવન કરવામાં આવે તો વધુ લાભદાયક થઈ જાય છે. જો એલર્જી પિતૃદોષના વધવાને લીધે થાય છે તો તેમાં આ સારી અસર નથી આપી શકતું કેમ કે તેની પોતાની પ્રકૃતિ ગરમ હોય છે.
4) સાંધાના દુખાવામાં: સાંધાના દુખાવો થવાનું કારણ પહેલું કારણ વાત નો પ્રકોપ અને બીજું યુરિક એસિડનું વધુ જવું જેને ગઠીયા પણ કહે છે. આ બંને ઉપર કાળા મરીના 2 દાણા ખૂબ જ ફાયદો કરે છે. આયુર્વેદ જણાવે છે કે શરીર કોઈપણ જગ્યાએ દુખાવો થાય તે જગ્યાએ વાત દોષ જરૂર હોય છે.
કાળા મરી વાત દોષનું શમન કરે છે જેના કારણે વાયુના રોગ ને તે ઓછો કરે છે યુરિક એસિડ વધી જવાના કારણે થનારા ગઠિયાના દર્દમાં પણ કારામરી લાભ આપે છે.
5) વાઈરલ તાવમાં: કાળા મરીમાં પિપરિન નામનું તત્વ મળી આવે છે. જે એક ખૂબ જ સારું કિટાણુનાશક તત્વ છે. તે મલેરિયા અને બીજા વાઈરલ તાવમાં ખૂબ જ સારી અસર કરે છે. તે વિષાણુઓનો નાશ કરવામાં ખૂબ જ પ્રભાવશાળી સાબિત થયેલ છે.
કાળા મરીના 2 દાણામાં તુલસીના પાંચ પાંદડા ની સાથે સેવન કરવાથી બધી જ જાતના વાયરલ બીમારીઓનો નાશ થાય છે. કેમકે તે બંને જ વાયરલ નાશક હોય છે. આ સિવાય તેનો દરરોજ ઉપયોગ કરવાથી પેટના કીડા મરી જાય છે અને તમને એસીડીટી, કબજિયાતની સમસ્યા રહેતી હોય તો તેમાંથી પણ રાહત મળશે.
6) વાળ માટે: ઘણી વખત આપણને તાવ રહે છે, જેથી વધુ માત્રામાં આપણા વાળ ખરવા લાગે છે. તેથી તમે રોજ કાળા મરીનું સેવન કરો છો તો તમારા ખરતા વાળ માંથી છુટકારો મેળવવામાં તમને ખુબ જ મદદ મળશે.
7) મેટાબોલિઝમ ને સુધારે: કાળામરી પાચનક્રિયાને નિયંત્રિત કરવાની અદભુત શક્તિ ધરાવે છે અને તે પાચન ક્રિયાને બરોબર કરે છે, જેના કારણે શરીરમાં કોઈ મેટાબોલિઝમ વિકાર પેદા નથી થતો. શરીરમાં થનારા મોટાપાને લીધે મેટાબોલિઝમ ખરાબ થવાના લક્ષણો જોવામાં આવે છે. કાળા મરીના 2 દાણા ખાવ તો શરીર પર વધારાની ચરબી જમા થવાથી પણ તમે બચી શકો છો.
8) ગેસની તકલીફમાં લાભ: કાળા મરીની પ્રકૃતિ ગરમ હોય છે અને ગરમ પ્રકૃતિની વસ્તુ વાયુનું શમન કરે છે. પેટમાં ઉત્પન્ન થનાર ગેસ વાયુ દોશ ની ઉત્પતિ છે .કાળા મરીનો ઉપયોગ ગેસના રોગ ને શાંત કરવા માટે આયુર્વેદિક દવાઓ છે. એટલા માટે જ બે દાણા કાળા મરીનું સેવન રોજ સવારે ખાલી પેટે હુંફાળા પાણી સાથે કરવામાં આવે તો આ ગેસ ના જુના રોગમાં પણ ખૂબ જ સારો લાભ કરે છે.
નોંધ: અહીંયા સવારે ખાલી પેટે કાળા મરી ખાવાના ફાયદાઓ આપણે ઉપર જોયા પરંતુ કાળા મરીની પણ આડઅસર હોય છે. કાળા મરી ખાતા પહેલા કઈ કઈ સાવધાની રાખવી જોઈએ તે આપણે જોઈએ.
કાળા મરીને રોજ સવારે ખાલી પેટે ખાવાનું તે લોકોને માફકે નથી આવતું કે જેને પેટમાં અલ્સર હોય, જેમણે ખૂબ જ વધુ પિત્ત વાળી તાસીર હોય છે. આવા લોકોને સલાહ છે કે તેઓ કાળા મરીનું સેવન તેમના આયુર્વેદિક ડોક્ટર સાથે ચર્ચા વિચારણા કરીને પછી જ કરે.
ખૂબ જ ઓછા કેસમાં એવું પણ જોવામાં આવ્યું છે કે કાળા મરીનું સેવન કરવાથી બ્લડપ્રેશર વધવાની તકલીફ થવા લાગે છે. જો તમને બ્લડ પ્રેશર વધુ રહેવાની તકલીફ હોય તો તમારા ડોકટરની દેખરેખ નીચે જ તમારે તેનું સેવન કરવું જોઇએ.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.