ખાવાનું એવું કે સુગંધથી જ તમને ભૂખ લાગી જાય. દાદીના રસોડામાં ખાવાનું એકલા દેશી ઘીમાં જ તૈયાર કરવામાં આવે છે. માત્ર 5 રૂપિયામાં લોકોને ભરપેટ ખાવાનું આપવામાં આવે છે. ગરીબ હોય કે અમીર, દરેક વ્યક્તિને દાદી કી રસોઈમાં બનેલો ખોરાકની સુગંધ ખેંચી લાવે છે.
એકવાર તમે અહીં ખાધા પછી, તમે પણ અહીં ખાવા માટે વારંવાર આવશો. એવું કહેવાય છે કે જે ઘરમાં વડીલોના આશીર્વાદ હોય છે, ત્યાં હંમેશા સુખ અને ખુશી રહે છે અને જો ભોજનનો સ્વાદ દાદીના હાથ જેવો હોય, તો તમે સમજી શકો છો કે તે કેટલું સ્વાદિષ્ટ હશે.
હવે જ્યારે તમે તમારા ઘરે ભોજન ખાવાથી કંટાળી ગયા હોય તો દાદી કી રસોઈમાં તમારું સ્વાગત છે. આમ તો દાદી કી રસોઈ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. આવા લોકો જેમને દિવસમાં પેટ ભરીને ખાવાનું પણ મળતું નથી. સામાજિક કાર્યકર અનૂપ ખન્ના દાદી કી રસોઈમાં તૈયાર થયેલા ખોરાકને નોઈડા સેક્ટર 29 માં ખવડાવવા આવે છે.
અહીં લોકો તેમને માત્ર 5 રૂપિયા આપે છે અને તેઓ તેમને આ પૈસાથી ખવડાવે છે. ચાલો તમને એ પણ જણાવી દઈએ કે દાદી કી રસોઈ આ કામ આજથી નહીં પણ છેલ્લા5 થી 6 વર્ષથી કરી રહ્યું છે. અનૂપ ખન્ના 500 લોકો માટે ભોજન તૈયાર કરે છે અને તેમને નોઈડા સેક્ટર 29 માં ગંગા કોમ્પ્લેક્સમાં લઈને આવે છે.
તેઓ ટેબલ લગાવે છે અને પછી ખાવાવાળા લોકોની લાંબી લાઈન લાગે છે. 5 રૂપિયા આપો અને દાદી કી રસોઈમાં તૈયાર કરેલો ખોરાક ખાઓ. બપોરે 12 થી 2 ની વચ્ચે અનૂપ ખન્નાનું બધું જ ભોજન સમાપ્ત થઈ જાય છે. ક્યારેક તો તેના પહેલાં પણ પતી જાય છે.
અનૂપ ખન્ના કહે છે કે તેઓ ઇચ્છે છે કે દાદીનું રસોડું દાદી કી રસોઈ માત્ર નોઈડામાં જ નહીં પરંતુ ભારતના બીજા ઘણા શહેરોમાં પણ હોવું જોઈએ અને તેના માટે તેઓ સખત મહેનત પણ કરી રહ્યા છે.
આમ પણ જે લોકો અહીં દાદી કી રસોઈનો ખોરાક ખાવા આવે છે તેઓ અનૂપ ખન્નાને સૈન્ટા માને છે કારણ કે તેઓ હંમેશા ગરીબોને ખવડાવવા અને સસ્તું ભોજન આપવાના નામે લોકોનો સ્વાદ જાળવવાનો પ્રયત્ન કરે છે.
દાદી કી રસોઈ કેવી રીતે શરૂ થયું? અનૂપ ખન્નાએ દાદી કી રાસોઈની શરૂઆત વર્ષ 2015 માં કરી હતી. એક ખાસ વાતચીતમાં તેમને કહ્યું કે તેમની દાદી ભોજનમાં માત્ર ખીચડી ખાતા હતા અને હંમેશા કહેતી હતી કે હું માત્ર ખીચડી જ ખાઉં છું અને મારા ખાવાના જે પૈસા વધે છે તેનાથી ગરીબોને ખવડાવો.
આજે પણ સમાજમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની કમી નથી, આજે પણ હજારો લોકો તમને દિવસમાં ભરપેટ ખાવાનું મળી જાય, તેને માટે મહેનત કરે છે અને તેવા હજારો લોકો રસ્તાઓ પર તમને જોવા મળશે.
ખોરાકના નામે તે પોતાનું પેટ ભરવા માટે કંઈ પણ ખાઈ લે છે, આ સ્થિતિમાં અનૂપ ખન્ના ભલે 5 રૂપિયા લે પણ તે લોકોને 5 રૂપિયામાં દેશી ઘીમાં બનાવેલી સ્વાદિષ્ટ રસોઈ બનાવીને ખવડાવે છે. અનૂપ ખન્નાના આ પ્રયાસ માટે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવે પણ પ્રશંસા કરી હતી.
2015 પછી ભાગ્યે જ એક દિવસ પસાર થયો હશે જ્યારે અનૂપ ખન્નાની દાદી કી રસોઈનું ભોજન અહીં ના આવ્યું હોય. તેમની આ સાચી વફાદારી અને લોકો પ્રત્યેનો તેમનો પ્રેમ તેમને સમાજમાં એક નવી ઓળખ આપી રહ્યું છે. તેમને લોકો તરફથી એટલો પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યો છે કે તે તેમના આ કાર્યને વધુ મહેનત સાથે સારી રીતે કરી શકે છે.
દાદી કી રસોઈ માં શું ખવડાવવામાં આવે છે? તમને લાગતું હશે કે માત્ર 5 રૂપિયા લઈ રહ્યા છે તો ખીચડી ખવડાવતા હશે પણ ના એવું નથી. દાદી કી રસોઈમાં ખાવા માટે ઘણી સ્વાદિષ્ટ પકવાન છે. દેશી માં બનાવેલી દાળ, સારી ગુણવત્તાના ચોખામાંથી બનેલા ભાત, રોટલી, અથાણાં, સલાડ, શાક બધું જ છે.
સ્વાદની સાથે દાદી કી રસોઈમાં 5 રૂપિયામાં મળતા ભોજનમાં તમારા સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અનુપ ખન્નાના આ પ્રયાસ માટે તેમની જેટલા વખાણ કરવામાં આવે તે ઓછા છે. તો હવે તમે પણ જો નોઈડાની મુલાકાત લો છો તો, એકવાર તમે દાદી કી રસોઈનો સ્વાદ માણવા ગંગા કોમ્પ્લેક્સ જઈ શકો છો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.