બદલાતી જીવનશૈલી અને ખોટી ખાણીપીણીને કારણે થાઇરોઇડની સમસ્યા ઘણી વધી ગઇ છે. થાઇરોઇડને સાઇલેન્ટ કિલર તરીકે પણ ઓળખાય છે કારણ કે આ સમસ્યાના લક્ષણો શરૂઆતમાં ખબર નથી પડતા અને જયારે ખબર પડે છે ત્યાં સુધીમાં તેના વિશે માહિતી મેળવવામાં મોડું થઇ જાય છે.
થાઇરોઇડ ગ્રંથિમાં હોર્મોન્સના અસંતુલનને કારણે આ સમસ્યા થાય છે. થાઇરોઇડની સમસ્યા પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. થાઇરોઇડ એક એવી બીમારી છે, જે સ્ત્રીઓમાં વધતી ઉંમરની સાથે જોવા મળે છે. આનું કારણ એ છે કે ઘર હોય કે ઓફિસ, મહિલાઓ ઘણીવાર નાની નાની વસ્તુઓ માટે વધારે ટેન્શન અને સ્ટ્રેસ લઇ લે છે.
આનાથી થાઇરોઇડ ગ્રંથિ પર ખરાબ અસર પડે છે અને હોર્મોન્સ અસંતુલિત બની જાય છે, જે આગળ જઈને થાઇરોઇડનું કારણ બને છે. કારણ કે મેનોપોઝ સમયે મહિલાઓના શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો થાય છે. જે ક્યારેક થાઇરોઇડ થવાનું કારણ પણ બની જાય છે.
આ સિવાય શું તમે જાણો છો કે મહિલાઓમાં થાઇરોઇડની મોટાભાગની સમસ્યાઓ પ્રદૂષણને કારણે થાય છે. હવામાં રહેલા બેક્ટેરિયા અને કણો મો માં જઈને ગળાની ગ્રંથીઓને નુકસાન પહોંચાડે છે, જેના કારણે થાઇરોઇડ થાય છે.
આ પણ વાંચો : માત્ર 5 ઘરેલુ ઉપાય કરીને દવાઓ વગર થાઈરોઈડને દૂર કરો
થાઇરોઇડ માટે ઘરેલું ઉપચાર
થાઇરોઇડને કારણે મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણ કે થાઇરોઇડને કારણે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને જેના કારણે શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ થવા લાગે છે. જો થાઇરોઇડની સમસ્યા હોય તો મોટાપા, કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ થવા લાગે છે.
ઘણી બધી મહિલાઓ થાઇરોઇડ રોગથી છુટકારો મેળવવા માટે દવાઓનો પણ ઉપયોગ કરે છે, પરંતુ તે દવાઓ માટે ઘણા પૈસા ખર્ચવા પડે છે, અને બીજું આ રોગથી કાયમ માટે દૂર નથી કરી શકાતું. તેથી જ આયુર્વેદ ચિકિત્સક અનુસાર, એક નુસખાનો ઉપયોગ કરીને તમે તમારા થાઇરોઇડ રોગથી છુટકારો મેળવી શકો છો.
થાઇરોઇડ માટે ધાણા
આજે અમે તમને જે નુસખા વિશે વાત કરી રહ્યા છીએ તે બનાવવા માટે, તમારે ફક્ત 1 વસ્તુની જરૂર પડશે અને તે 1 વસ્તુ છે આખા ધાણા. આ નુસખાને કેવી રીતે બનાવીને તેનો ઉપયોગ કરવો તે જાણો.
આ નુસખાને બનાવવા માટે, તમારે રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી આખા ધાણા નાંખવાના છે. આ બંને વસ્તુઓને આખી રાત માટે પલાળીને રાખો. સવારે ઉઠ્યા બાદ આ પાણીને ગાળીને પી જાઓ, દરરોજ આ કરવાથી તમને થાઇરોઇડની સમસ્યામાંથી છુટકારો મળશે.
આ પણ વાંચો : થાઇરોઇડને લગતી આ માન્યતાઓ પર ક્યારેય વિશ્વાસ ન કરો
બીજી રીત
તમારે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં 1 ચમચી આખા ધાણા નાખીને રાખો. પછી સવારે જો તમે ઇચ્છો તો એક ગ્લાસ પાણી અને ધાણાને એક વાસણમાં કાઢીને તેને ઉકાળો. જ્યારે પાણી સારી રીતે ઉકળી જાય અને એક ચતુર્થાંશ રહે એટલે ચોથા ભાગનું રહી જાય પછી આ પાણીને ગાળીને પીવો.
કામને કારણે મહિલાઓ તેમના ખાવા -પીવા પર ધ્યાન આપતી નથી, જેના કારણે શરીરમાં આયોડિન અને બીજા જરૂરી તત્વોની ઉણપ સર્જાય છે. આને કારણે તમે થાઇરોઇડની ઝપેટમાં આવી જાઓ છો.
આ સિવાય સ્ત્રીઓમાં થાઇરોઇડ થવાનું એક કારણ આનુવંશિક પણ છે જો પરિવારના કોઈ સભ્યને થાઈરોઈડ હોય તો તેઓથી આ રોગ બીજા સભ્યોને પણ થઇ શકે છે, જેની ઝપેટમાં સૌથી વધારે મહિલાઓ જ આવે છે.
પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, તમે આ નુસ્ખાની મદદથી તમારા થાઇરોઇડને સરળતાથી કંટ્રોલ કરી શકો છો. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે તમારે ડોક્ટરની સલાહ વગર તમારી દવા બંધ કરવાની જરૂર નથી.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.