દોડવું એ સૌથી સારો અને ફાયદાકારક કસરત છે. વૈજ્ઞાનિકોએ પણ એવો પણ દાવો કર્યો છે કે દરરોજ દોડવાથી તમારા હૃદયનું સ્વાસ્થ્ય, કોલેસ્ટ્રોલ અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે, સાથે વ્યક્તિના સ્ટૅમિનાને પણ મજબૂત બનાવે છે.
પણ આ બધું ત્યારે જ સંભવ છે જ્યારે વ્યક્તિ દોડ્યા પછી યોગ્ય આહાર લે છે. દરેક વ્યક્તિ જાણે છે કે દોડ્યા પછી શરીર થાકી જાય છે અને ભૂખ પણ વધારે લાગે છે. આવામાં જો પૌષ્ટિક ખોરાક લેવામાં આવે તો તે માંસપેશીઓને મજબૂત બનાવે છે અને ઉપર બતાવવામાં આવેલા આરોગ્ય લાભો પણ મળે છે.
ફિટનેસ નિષ્ણાતો એમ કહે છે કે જો તમે કસરત કર્યા પછી અને એમાં પણ ખાસ કરીને દોડ્યા પછી, ફ્રિજમાં રાખેલું પછી અથવા સુપરમાર્કેટમાંથી ખરીદીને કંઈપણ ખાવ છો, તો તમારા સ્નાયુઓને નબળા બનાવે છે અને તમને પણ કમજોરી મહેસુસ થવા લાગે છે.
એટલા માટે એ મહત્વનું છે કે દોડ્યા પછી તમને ખબર હોવી જોઈએ કે તમારા માટે કયો આહાર યોગ્ય છે અથવા તમારે શું ખાવું જોઈએ. આ લેખમાં અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જે તમે દોડ્યા પછી લેશો તો તમને ઘણો ફાયદો થશે.
પલાળેલા નટ્સ : જો તમને દોડ્યા પછી કંઈપણ ભારે ખાવાનું પસંદ નથી, તો પલાળેલી બદામ ખાઓ. દોડતા કરવાના એક રાત પહેલા એક બાઉલમાં 2 અંજીર, 2 અખરોટ, 1 મુઠ્ઠી કિસમિસ અને 2 ચણા પલાળીને રાખો. બીજા દિવસે દોડ્યા પછી તેનું સેવન કરો અને તે નટ્સનું પાણી પણ પી જાઓ. નટ્સનું સેવન કરવાથી શરીરને ફાઈબર, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ઘણા શરીરને જરૂરી પોષક તત્વો મળે છે.
તાજા ફળો અને દહી મિક્સ કરીને : ફળો ઘણા પ્રકારના વિટામિન્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે અને જ્યારે દહીં કેલ્શિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. જો તમે દોડ્યા પછી આ ડાઈટ લેશો, તો તમારી સ્ટેમિના મજબૂત થશે, સાથે કબજિયાત, ગેસ, પેટમાં દુખાવો અને ભૂખની સમસ્યા પણ દૂર થઇ જશે.
આ બનાવવા માટે તમે એક મોટા બાઉલમાં દહીં લો અને તેમાં 3 થી 4 મોસમી ફળો એટલે કે જે ઋતુ પ્રમાણે ફળો મળતા હોય તેને કાપીને દહીંમાં મિક્સ કરીને ખાઓ.
ઓટ્સ : ઓટ્સમીલ કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર અને ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. શરીરને તાત્કાલિક ઉર્જા આપવા આપે છે, સાથે તેના બીજા ઘણા ફાયદા પણ આપે છે. જો તમે ઓટમીલ સીધું જ ના ખાવા માંગતા હોય તો પછી તમે તેને તમારા મનપસંદ ફળો સાથે મિક્સ કરીને ખાઈ શકો છો.
કેળા : દોડ્યા પછી શરીરને તુરંત એનર્જીની જરૂર હોય છે અને તે માત્ર કાર્બોહાઈડ્રેટમાંથી જ મળે છે અને કાર્બોહાઈડ્રેટ લેવા માટે કેળાથી વધુ સારું ફળ કંઈ બીજું હોઈ શકે નહીં. કેળા ફાઇબર અને વિટામિન્સનો સારો સ્રોત હોય છે સાથે કેળાનું સેવન કરવાથી શરીર ઘણી ગંભીર બીમારીઓથી પણ દૂર રહે છે.
બાફેલા ઇંડા, એવાકાડો અને શક્કરીયા : જો તમે ઇંડા ખાઓ છો તો દોડ્યા પછી બાફેલા ઇંડાનું સેવન કરો, સાથે તમે શક્કરીયા અને એવોકાડો પણ ખાઈ શકો છો. લગભગ 2 થી 3 ઇંડા બાફીને તેને વચ્ચેથી કાપીને નાના ટુકડા કરો. પછી તેની સાથે એવોકાડો અને શક્કરીયાના પણ પીસ બનાવીને ખાઓ. દોડ્યા પછી આ એક સૌથી બેસ્ટ ડાઇટ છે.