આજકાલ મહિલાઓ પોતાની ત્વચા પર ઘણું ધ્યાન આપી રહી છે. ગુલાબી ચમક લાવવા માટે, ઘણી સ્ત્રીઓ વિવિધ પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. આ ઉપરાંત આ બ્યુટી પ્રોડક્ટ્સનો દરરોજ ઉપયોગ કરવાથી ચહેરાના રંગ અને PH લેવલ પર મોટી અસર પડે છે, કારણ કે તે કેમિકલયુક્ત હોય છે અને આપણી સ્કિનને વધારે નુકસાન પહોંચાડે છે. આ સિવાય પૈસાનો બગાડ પણ થાય છે.
તો હવે તમે ગુલાબી ચમક લાવવા માટે ચિંતા ના કરો કારણ કે આજે અમે એ મહિલાઓ માટે આ લેખના માધ્યમથી બીટ અને દહીંના હોમમેઇડ ફેસ પેકની રેસીપી લાવ્યા છીએ, તમે આ ફેસ પેક સરળતાથી ઘરે બનાવી શકો છો.
જોકે બીટનો ઉપયોગ ઘણી વાનગીઓ બનાવવા માટે થાય છે, પણ તમે તેનો ઉપયોગ ગુલાબી ચમક મેળવવા માટે પણ કરી શકો છો. આવો જાણીએ ઘરે ફેસ પેક બનાવવાની રીત.
ફેસ પેક બનાવવા માટે સામગ્રી : બીટ 2 ચમચી, દહીં 2 ચમચી, એલોવેરા જેલ 1/2 ચમચી, મધ 1/2 ચમચી,
ફેસ પેક બનાવવાની રીત : સૌથી પહેલા એક વાટકીમાં બીટ અને દહીં નાંખો અને તેને થોડા સમય માટે રાખો. પછી આ મિશ્રણને મિક્સરમાં નાખીને પીસીને એક સ્મૂધ પેસ્ટ બનાવો, જે તમારા ચહેરા પર સરળતાથી લગાવી શકાય.
હવે તેમાં બીજી સામગ્રી એટલે કે એલોવેરા જેલ અને મધ ઉમેરો પછી તેને સારી રીતે મિક્સ કરો. આ પેકને 5 મિનિટ માટે બાજુમાં રાખો અને પછી તેને લગાવતા પહેલા તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો અને સારી રીતે સાફ કરો. પછી આ પેકને 20 થી 30 મિનિટ માટે લગાવી રાખો.
પછી ગોળાકારમાં આંગળીઓ ફેરવીને ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો અને તમારી સ્કિનને સૂકી કરો અને મોઇશ્ચરાઇઝર લગાવો. તમે ગુલાબી ચમક મેળવવા માટે અઠવાડિયામાં બે વાર આ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો.
ફેસ પેકના ફાયદા : ભારતમાં બીટનો ઉપયોગ ઘણી રીતે થાય છે જેમ કે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે, જ્યુસ બનાવવા અને સલાડ વગેરેમાં થાય છે પણ તમે તેનો ઉપયોગ ફેસ પેક બનાવવા માટે પણ કરી શકો છો. બીટ સ્વાસ્થ્ય અને સુંદરતા માટે ખૂબ ફાયદાકારક છે કારણ કે તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે, જે આપણા શરીર માટે લાભદાયક છે.
આ સિવાય બીટ તમારા ચહેરાના રંગને સાફ કરે છે અને ચહેરો પણ મુલાયમ બને છે. પીસેલું બીટ ત્વચા પર સ્ક્રબનું કામ કરે છે, જે તમારી ત્વચાના છિદ્રોને ખોલે છે અને ચહેરાને અંદરથી સાફ કરે છે. આ સિવાય તે ઓઈલી સ્કિનને પણ દૂર કરે છે અને તેને ફરીથી ઓઈલી થતા પણ અટકાવે છે.
જો તમે ગુલાબી ચમક લાવવા માંગતા હોય તો તમે બીટથી બનેલા આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. તમે બીટ સાથે દહીં અથવા દૂધ પણ મિક્સ કરી શકો છો જે સ્કિન સંબંધિત ઘણી સમસ્યાઓ માટે ખૂબ ઉપયોગી છે. આ સિવાય એલોવેરા અને મધ જેવી વસ્તુઓ ત્વચાને સ્વસ્થ રાખવા માટે કામ કરે છે. તેથી આ ફેસ પેક સ્કિન માટે ખૂબ ઉપયોગી છે.
બીજી ટિપ્સ : જો તમે તમારા ચહેરા પર બહારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો, તો તમારો ચહેરો ધોવા માટે સારા ફેસ વોશનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો. જો તમે વધારે ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરો છો તો પછી તમે ગુલાબજળથી પણ તમારા ચહેરાને સાફ કરી શકો છો, ગુલાબજળ પણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.
આ સિવાય તમે બીટને તમારા આહારમાં પણ સમાવેશ કરી શકો છો. આ ફેસ પેક સંપૂર્ણપણે કુદરતી છે અને તેની ત્વચા પર કોઈપણ પ્રકારનું આડઅસર કરતુ નથી પણ સંવેદનશીલ ત્વચા પર તેનો ઉપયોગ કરતા પહેલા એક વાર થોડું લગાવીને ટેસ્ટ કરો.
જો તમને આ લેખ ગમ્યો હોય, તો તમે તમારા પોતાના પેજ રસોઈનીદુનિયા સાથે આવા જ બીજા લેખો વાંચવા માટે જોડાયેલા રહો. ધન્યવાદ.