ચા ની ગરણી એવી વસ્તુ છે જેનો આપણે ચા ;ને ગાળવા સિવાય ઘણી રીતે કરી શકીએ છીએ. જ્યારે નવી ચા ની ગરણી આવે છે ત્યારે મોટાભાગના લોકો જૂની ગરણીને ફેંકી દે છે અથવા તેને નકામું સમજે છે. પરંતુ એવું નથી તમે પણ ચા ની ગરણીનો ઉપયોગ બીજા ઘરના કામો માટે કરી શકો છો.
ઉદાહરણ તરીકે તે તમને ગાર્ડનમાં અને ડીશ વોશિંગ સ્પોન્જને સ્વચ્છ રાખવામાં વગેરેમાં મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ કે તેમાંથી કયા વિવિધ કામોને કરી શકાય છે.
1. લોટમાંથી કીડા નીકાળવા માટે : લોટ અથવા મૈંદામાં કીડા પડી ગયા હોય તો અને તમારી પાસે તેને ચારવા માટે ચાળણી ના હોય તો તમે જૂની ચાની ગરણીનો ઉપયોગ કરી શકો છો. શરત એટલી છે કે તમે આ જૂની ચાળણીને પહેલાથી જ સારી રીતે સાફ કરેલી હોવી જોઈએ.
2. પક્ષીઓ માટે : જૂની ચાની ગરણીને ટેપ વડે ચોંટાડીને બાલ્કની અથવા ટેરેસ પર રાખી શકાય છે. અહીં તમે પક્ષીઓ માટે અનાજ નાખી શકો છો. આમ કરવાથી તમારે વાસણો બગાડવા નહિ પડે અને સાથે જ ટેપ અથવા ગુંદર સાથે ચોંટાડવામાં આવવાને કારણે દાના ફેલાવવાની સમસ્યા પણ દૂર થઇ જશે.
3. કિચન સ્પોન્જને રાખવા માટે : તમે કિચન સ્પોન્જને જૂની ચાની ગરણીમાં રાખો અને તેને એવી જગ્યાએ રાખો કે તેમાં હવા નીકળી શકે અને પાણી બહાર નીકળી જાય. આમ કરવાથી રસોડામાં સ્પંજ સાફ રહેશે અને સાથે જ તે સૂકો પણ રહેશે જેથી તેમાંથી દુર્ગંધ પણ નહિ આવે.
4. રંગોળી બનાવવા માટે : રંગોળી બનાવવા માટે તમે જૂની ચા ની ગરણીનો ઉપયોગ કરી શકાય છે. રંગોળીની વિવિધ ડિઝાઈન બનાવવા માટે ચા ની ગરણીનો ઘણો ઉપયોગ થઈ શકે છે જેમ કે રંગોળીમાં ગ્રેડિએન્ટ કલર આપવા માંગતા હોવ તો તે ખૂબ મદદરૂપ થઈ શકે છે.
5. ફ્લેવર આપવા માટે : સ્વાદ ઉમેરવા માટે જૂની ચાની ગરણીનો ઉપયોગ કરી શકાય છે. જૂની ચાની ગરણીમાં જીરું, વરિયાળી, ગુલાબના પાંદડાને મૂકો અને પછી તેને એક કપ પર મૂકો. હવે તે ગરણીમાં ગરમ પાણી ગાળી લો. પાણીમાં ફ્લેવર પણ આવશે અને સાથે સાથે વરિયાળી અને જીરુંનું હૂંફાળું પાણી તમારા પેટની સમસ્યાઓ માટે પણ સારું સાબિત થશે.
6. ચાવીઓ માટે : તમે જૂની ચાની ગરણીનો ઉપયોગ કી હેંગર તરીકે કરી શકો છો. તમારે ફક્ત એક કે બે હુક્સની જરૂર છે અને તેને ચાની ગરણીને ગોળાકાર ભાગથી કાપી લો. આ પછી ગરણી ઉપર ઊન લપેટી લો અને પછી તે ચાળણીને પાછળની બાજુથી દિવાલ પર લટકાવી દો. હવે જ્યારે પણ તમે બહારથી આવો ત્યારે તમે ચાની ચાળણીના કી હેન્ગરનો ઉપયોગ કરી તમારી ચાવીઓ ને લટકાવી શકો છો.
7. બાળકોના ચિત્ર દોરવા માટે : ચિત્ર દોરવા માટે રસોડાની જૂની વસ્તુઓનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકાય છે અને તેમાંની એક છે ચાની ગરણી. તમે જૂની ટી સ્ટ્રેનરથી વિવિધ પ્રકારના શેપ બનાવી શકો છો અને બાળકોને કળા શીખવવાની આ એક સારી રીત હોઈ શકે છે.
8. ધૂપ માટેનું સ્ટેન્ડ : જો તમારી પાસે જૂની સ્ટીલ ચાળણી છે તો તે એક સરસ અગરબત્તી અથવા ધૂપ માટેનું સ્ટેન્ડ બનાવી શકો છો, આનાથી કચરો પણ ઓછો થશે અને તમારા ઘરમાં સુગંધ પણ આવતી રહેશે.
9. બીજનું અંકુરણ માટે : જૂની સ્ટીલની ચા ની ગરણીનો ઉપયોગ બીજ અંકુરણ માટે કરી શકાય છે. તમે માટી, વર્મી કમ્પોસ્ટ અને કોકો પીટ ઉમેરીને બીજ ઉગાડી શકો છો. ઘણા બીજને છિદ્રાળુ જમીનની જરૂર હોય છે જેમાં પાણી લાંબા સમય સુધી જમીનમાં ભેજ જાળવી રાખે પણ તે ખૂબ વધારે ભીનું ના કરે.
આ સ્થિતિમાં જ્યાં સુધી નાનો છોડ ના આવે ત્યાં સુધી તેને ચાની ગરણીમાં રાખવામાં આવે છે અને પછી તેને સરળતાથી બીજા પોટ અથવા બગીચાની માટીમાં સ્થરાંતરિત કરી શકાય છે. આ તમારા ઘરે પણ હોઈ ચાની ગરણી પડી હોય તો આ તમામ ટિપ્સનો ઉપયોગ તમારા રોજિંદા કામમાં કરી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો આવી જ વધારે ટિપ્સ વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.