શિયાળાની ઋતુમાં દરેક વ્યક્તિને અલગ-અલગ સમસ્યાઓ થાય છે જેમ કે ઘણા લોકોને વારંવાર સાઇનસની સમસ્યા થાય છે અને ઘણા લોકોને ધૂળની એલર્જી થાય છે અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને કેટલાકને આખી રાત ધાબળો લઈને સુવે છે તો પણ હાથ-પગ ગરમ થતા નથી, કેટલાકને તેમના નાક એટલા ઠંડા થઇ જાય છે કે તેઓ બરાબર સૂઈ પણ નથી શકતા.
જો નાક ઠંડું થઈ જાય છે તો એવું લાગે છે કે સુન્ન થઈ ગયું છે અને ત્યારે શરદી થવી અને નાક બંધ થવું સામાન્ય છે. પરંતુ આવું કેમ થાય છે અને ઠંડુ પડી ગયેલા નાકને સામાન્ય કેવી રીતે બનાવવું તે તમને જણાવીશું.
શા માટે નાક ઠંડું છે? નાક ઠંડુ થઇ જવું એ ખૂબ જ સામાન્ય છે અને તેની પાછળ હવામાનની સાથે તમારું સ્વાસ્થ્ય પણ જવાબદાર હોઈ શકે છે. નાક ઠંડુ થવાના ઘણા કારણો છે જેમ કે….
તમારું શરીર ખૂબ ઠંડુ થઈ ગયું હોય : લોહીનું પરિભ્રમણ હાથ, પગ અને નાકમાં ધીમુ થાય છે અને ઠંડા વાતાવરણમાં લોહીનો પ્રવાહ મોટાભાગે મુખ્ય અંગો તરફ જાય છે જેથી તે યોગ્ય રીતે કાર્ય કરી શકે અને આ જ કારણ છે કે નાક, કાન, હાથ અને પગ ઠંડા થઈ જાય છે.
થાઈરોઈડની સમસ્યા : નાક ઠંડુ થઇ જવાનું કારણ તમારું અસંતુલિત થાઈરોઈડ પણ હોઈ શકે છે . હાઈપોથાઈરોડિઝમમાં આવું થાય છે જ્યારે તમારા શરીરને લાગે છે કે તે ખૂબ ઠંડુ થઈ ગયું છે જ્યારે તેવું હોતું નથી.
નિમોનિયા : જો તમારું શરીર વધારે પડતું ઠંડુ થઈ ગયું છે અને ઓછી ઠંડીમાં પણ શરીર વધારે રિસ્પોન્સ આપી રહ્યું હોય તો તેનું કારણ નિમોનિયા હોઈ શકે છે. આ સમયમાં નાકનો રંગ પણ બદલાઈ જાય છે.
બ્લડ શુગર લેવલ : બ્લડ શુગર લેવલને કારણે પણ તમારા કેટલાક અંગો સુન્ન થઇ શકે છે. પરંતુ આ ત્યારે જ થાય છે જયારે તે ખૂબ વધી જાય છે. ડાયાબિટીસને કારણે નાક સુન્ન થઇ જવું તે કારણ સામાન્ય નથી અને જો આવું થાય તો તમારે તાત્કાલિક ડોક્ટરની સલાહની જરૂર પડશે. આ સિવાય પણ ઘણી અંગત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે પણ નાક સુન્ન થઈ જાય છે. જેમ કે હૃદય રોગ જેવી સમસ્યાઓ.
નાકને કેવી રીતે ગરમ રાખી શકાય : હવે સૌથી મહત્વની વાત એ છે કે તમારા નાકને કેવી રીતે ગરમ રાખી શકાય તો શિયાળામાં તેને ગરમ રાખવા માટે અજિયા જણાવાયેલા કેટલાક વિકલ્પો અજમાવી શકાય છે.
દરરોજ સ્ટીમ લો જેથી નાકને ગરમી મળી રહે અને સાથે સાઇનસ પણ સાફ રહે. જ્યારે પણ તમે ઠંડા વાતાવરણમાં બહાર નીકળો છો ત્યારે તમારા નાકને સ્વેટર અથવા મફલરથી ઢાંકીને નીકળો. આમ કરવું એક સારો વિકલ્પ હોઈ શકે છે જે તમારા નાકને ગરમ રાખે છે.
ગરમ સૂપ આ માટે હંમેશા કામ કરે છે. નાક માટે ગરમ સૂપ અને ખાટા સૂપ અથવા કોઈપણ સૂપ પીવો જેમાં કાળા મરી હોય. ચા અને કોફી પીવાથી પણ તમને મદદરૂપ સાબિત થઈ શકે છે. હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરો અને શિયાળામાં હૂંફાળા પાણી પણ તમને હંમેશા વધુ પડતી ઠંડીથી બચાવે છે.
જો આ બધી ટિપ્સ ફોલો કર્યા પછી પણ તમારું નાક સતત ઠંડુ થઈ રહ્યું છે તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો અને તે કોઈ રોગનું લક્ષણ હોઈ શકે છે તો તે જાણવાનો પ્રયાસ કરવો ખૂબ જ જરૂરી છે. પોતાની મરજીથી કોઈપણ પ્રકારની દવા લેવી થોડી ખતરનાક સાબિત થઇ શકે છે તેથી જો કોઈ નાની સમસ્યા પણ રહે તો ડૉક્ટરને જરૂરથી બતાવો.