કેન્સર અને હૃદય સંબંધિત સમસ્યાઓ એવી સમસ્યાઓ છે જેનાથી આજે મોટાભાગના લોકો ચિંતિત છે. દરરોજ મુઠ્ઠીભર ડ્રાય ફ્રુટ્સ ખાવાથી હૃદયરોગ અને કેન્સર જેવી સમસ્યાઓનું જોખમ પણ ઘટી શકે છે. આ વાત લગભગ આપણે બધા જ જાણીએ છીએ કે ડ્રાયફ્રુટ્સમાં મળતા પોષક તત્વો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
આજના સમયમાં કેન્સર અને હાર્ટ સંબંધિત સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જાય છે જેના કારણે આજે દરેક લોકો પરેશાન છે. પરંતુ તમને જણાવી દઈએ કે દરરોજ મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સ હૃદય રોગ, કેન્સર જેવી સમસ્યાઓના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
અખરોટ, કાજુ, મગફળી, બદામ વગેરે જેવા ડ્રાય ફ્રૂટ્સમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ, પ્રોટીન, ફાઈબર અને કોપર જેવા પોષક તત્વો વજનને નિયંત્રણમાં રાખે છે, સાથે જ તે હૃદય રોગ, કેન્સર અને ફેફસાના રોગોમાં પણ ખૂબ જ ફાયદાકારક છે.
ડ્રાય ફ્રુટના વપરાશ પરના તમામ વર્તમાન અભ્યાસોનું વિશ્લેષણ દર્શાવે છે કે દરરોજ 15-20 ગ્રામ સૂકો મેવો ખાવાથી હૃદય રોગમાં 30 ટકા, કેન્સરમાં 15 ટકા અને અકાળ મૃત્યુમાં 22 ટકાનો ઘટાડો થાય છે. તે ડાયાબિટીસનું જોખમ પણ 40 ટકા સુધી ઘટાડે છે. તો ચાલો જાણીએ કયા ડ્રાય ફ્રુટ્સ માંથી યા પોષકતત્વો કેટલા પ્રમાણમાં મળે છે.
1) બદામ: આપણામાંથી ઘણા બધા લોકોએ યાદશક્તિ વધારવા માટે રોજ બદામ ખાધી હશે. આ વાત સાચી પણ છે કારણ કે તેમાં રહેલું રાઈબોફ્લેવિન નામનું તત્વ યાદશક્તિને સુધારવામાં મદદ કરે છે. વધુમાં, તેમાં 160 કેલરી, 6 ગ્રામ પ્રોટીન, 14 ગ્રામ ચરબી હોય છે. ઉપરાંત, બદામ ખાવાથી તમે શાંત રહો છો, તણાવ દૂર રહે છે અને સારી ઊંઘ આવે છે.
આ સિવાય તેમાં રહેલા ફાઈબર લોહીમાં સુગર અને ઈન્સ્યુલિનની માત્રાને નિયંત્રિત કરે છે. તેમાં રહેલા વિટામિન E અને B-9 કેન્સર અને હૃદય રોગથી બચવામાં મદદ કરે છે. આ ઉપરાંત બદામ ખાવાથી વજન પણ ઘટાડવામાં મદદ મળે છે.
2) અખરોટ: અખરોટમાં 18.5 કેલરી, 4.3 ગ્રામ પ્રોટીન, 18.5 ગ્રામ ચરબી હોય છે. અખરોટ વિટામિન ઈ અને બી થી ભરપૂર છે. ઉપરાંત, તે એકમાત્ર ડ્રાય ફ્રુટ છે જે ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર છે. જો તમે અખરોટને ધ્યાનથી જોયો હશે, તો તમે પણ જાણશો કે તે મગજ જેવું લાગે છે.
જે મગજની કાર્યક્ષમતા વધારે છે તેમજ ડિપ્રેશન અને અલ્ઝાઈમર રોગથી બચાવે છે. આ સાથે અખરોટ ખાવાથી મેલાટોનિન નામનો હોર્મોન બહાર આવે છે. જે ઊંઘ માટે જરૂરી છેં. આ સાથે અખરોટમાં વિટામિન B7 હોય છે જ વાળની મજબૂતી વધારે છે, હેરફોલ ઘટાડે છે અને વાળનો ગ્રોથ ઝડપી બનાવે છે.
3) મગફળી: મગફળીમાં 160 કેલરી, 7 ગ્રામ પ્રોટીન અને 14 ગ્રામ ચરબી હોય છે. તેમાં વિટામિન E ઉપરાંત B-3 પણ હોય છે. મગફળીમાં ફોલેટની માત્રા ઘણી વધારે હોય છે, જે તમારી વિચારવાની ક્ષમતાને વધારે છે. તેમાં ઓલિક એસિડ પણ હોય છે જે ત્વચા માટે સારા અને ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે.
આ સિવાય તેમાં અમીનો એસિડની હાજરી હૃદયને સ્વસ્થ રાખે છે. મગફળીના નિયમિત સેવનથી લોહીની ઉણપ દૂર કરી શકાય છે. 4) પિસ્તા: પિસ્તામાં 160 કેલરી, 6 ગ્રામ પ્રોટીન, 14 ગ્રામ ચરબી હોય છે. તે પોટેશિયમ અને વિટામિન B6 નો ભરપૂર સ્ત્રોત છે. વિટામીન B6 શરીરમાંથી નીકળતા તમામ હોર્મોન્સ માટે સારું માનવામાં આવે છે.
સાથે જ તેમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ આંખો માટે ફાયદાકારક છે. પિસ્તામાં રહેલા પોટેશિયમ દ્વારા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. આ ઉપરાંત પિસ્તા માં આંખો નું તેજ વધારતું કેરોટીનોયડ નામનું તત્વ મળી રહે છે. રોજ પિસ્તા ખાવાથી જરૂર થી ફાયદો થાય છે,
જો તમે હાર્ટ અને કેન્સર જેવી બીમારીઓથી બચવા માંગતા હોવ તો આજથી જ તમારા ડાયટમાં ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરો. જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.