તમે આ કહેવત ઘણી વાર સાંભળી હશે કે “શરીર અને મનને ફિટ રાખવા માટે યોગ અને પ્રાણાયામ કરો”. આ કહેવત ઘણા લોકોએ સાંભળી હશે પરંતુ શું તમે તેનું પાલન કરો છો? તમારો જવાબ હશે ના, પરંતુ તમને જણાવી દઈએ કે આજની જીવનશૈલીના કારણે પોતાને ફિટ રાખવા માટે યોગ ખૂબ જ જરૂરી બની ગયો છે.
પછી તે વૃદ્ધ હોય કે બાળક, દરેક વ્યક્તિએ યોગ કરવો જોઈએ. યોગ કરવાથી મનની શાંતિ સાથે શરીર પણ સ્વસ્થ રહે છે. યોગ દ્વારા તમે અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવાની સાથે તમારા શરીરને ફિટ પણ રાખી શકો છો. મોટાભાગના લોકો એવું વિચારે છે કે યોગ ફક્ત વડીલો માટે જ છે, વડીલો જ યોગ કરી શકે.
પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા યોગ છે જે બાળકો પોતાને સ્વસ્થ અને ફિટ રાખવા માટે કરી શકે છે. એવા ઘણા યોગ છે, જેને કરવાથી બાળકો સરળતાથી પોતાને ઘણી બીમારીઓથી દૂર રાખી શકે છે અને તેમના વિકાસમાં પણ ફાયદો કરાવી શકે છે.
જો તમે પણ ઈચ્છો છો કે તમારા બાળકને ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ જેવી ઘણી બીમારીઓનો સામનો કરવો ન પડે, તો તેને નિયમિત રીતે કેટલાક યોગાસનો કરવા માટે કહો. કારણ કે તેનાથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેનાથી બાળકનો માનસિક વિકાસ પણ થશે. તે વધુ સ્માર્ટ અને સમજદાર બને છે. તો ચાલો જાણીએ કયા કયા યોગાસનો છે જે તમારા બાળકોને કરાવી શકો છો.
1) પ્રાણાયામ: પ્રાણાયામ માં શ્વાસ અંદર અને બહાર ધીમે ધીમે લેવાનો હોય છે. જો તમારું બાળક દરરોજ 5 મિનિટ પ્રાણાયામ કરે છે, તો તે તણાવ મુક્ત રહેશે. જેના કારણે તે સારી ઉંઘ લઈ શકે છે અને તેના અભ્યાસમાં પણ સારું ધ્યાન આપશે. પ્રાણાયામ મગજમાં ઓક્સિજનયુક્ત રક્તનું પરિભ્રમણ વધારે છે.
આ માટે પહેલા બાળકોને સુખાસનમાં બેસવાનું કહો. પછી હાથોને પ્રાર્થના મુદ્રામાં બંને હથેળીઓ જોડવા કહો. હવે કહો કે લાંબા શ્વાસ લઈને ઓમનો ઉચ્ચાર કરતી વખતે શ્વાસ ધીરે ધીરે છોડે. 2) વૃક્ષાસન: વૃક્ષાસન ઝાડ જેવું લાગે છે. આ આસન કરવા માટે, યોગ મેટ પર સીધા ઉભા રહો, હવે તમારો જમણો પગ ઉપાડો અને તેને ડાબા પગની જાંઘ પર મૂકો.
તમારા બંને હાથ ઉપરની તરફ ઉભા કરો અને તેમને ટોચ પર જોડો. તમારી ક્ષમતા મુજબ આ સ્થિતિમાં ઊભા રહેવાનો પ્રયાસ કરો. આમ કરવાથી બાળકોના મન અને શરીર વચ્ચે સંતુલન સ્થાપિત થાય છે. તેનાથી વિચારવાની શક્તિ વધે છે. આ આસન પગને મજબૂત બનાવે છે. આ સાથે આ યોગ આસન કરવાથી બાળકોની ઊંચાઈ પણ વધે છે.
3) સુખાસન: બાળકો માટે ઉપયોગી યોગોમાં સુખાસન ખૂબ પ્રખ્યાત છે. સુખાસનને યોગનો સૌથી સરળ માર્ગ માનવામાં આવે છે, જેમાં બંને પગને ક્રોસ કરીને પીઠ સીધી કરીને બેસવાનું હોય છે. આ આસનમાં હાથની મુદ્રા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેનાથી તમારા બાળકોની મગજ શક્તિનો વિકાસ થાય છે.
આ આસન તણાવ દૂર કરવામાં અને શાંતિ પ્રદાન કરવામાં મદદ કરે છે. આ સિવાય આ કરવાથી બાળકોની પીઠ, થાઈ અને પગના સ્નાયુઓ મજબૂત થાય છે. 4) દંડાસન: આ આસનમાં શરીરનું આખું વજન કાંડા પર મૂકવામાં આવે છે અને આ રીતે તે મજબૂત બને છે. તે હાથ અને કરોડરજ્જુને પણ મજબૂત બનાવે છે અને કરોડરજ્જુને સીધી રાખે છે.
પેટના સ્નાયુઓને પણ કડક કરે છે. આ સૂર્ય નમસ્કારનું પાંચમું સ્ટેપ છે. દંડાસન રોજ કરવાથી શરીરના નીચેના ભાગમાં લચીલાપણું આવે છે. 5) ભુજંગાસન: આ આસનને કોબ્રા પોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આસન કરવા માટે સૌથી પહેલા તમારા બાળકને સીધા ઉભા રહેવાનું કહો.
પછી બંને હથેળીઓને છાતી પાસે રાખવાનું કહો. હવે શ્વાસ લેતી વખતે માથું, ખભા અને છાતીને ઉપરની તરફ ઉઠાવવાનું કહો અને શ્વાસ બહાર કાઢતી વખતે માથું નીચે લાવો. થોડીવાર આરામ કરવા કહો અને એ જ ક્રિયાનું પુનરાવર્તન કરો. આ આસન કરવાથી બાળકોની કરોડરજ્જુ અને પીઠ મજબૂત બને છે અને હાથની માંસપેશીઓ મજબૂત થવાને કારણે બાળકોને લખવામાં ઘણી મદદ મળે છે.
આ સિવાય આ આસન કરવાથી પાચનક્રિયા પણ સારી થાય છે અને ફેફસાં પણ મજબૂત બને છે. જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.