home cleaning tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘરે કપડાં સાફ સુથરા રાખવા એ ચોક્કસ એક મોટું કામ છે. સામાન્ય રીતે મહિલાઓ પોતાના ઘરને સ્વચ્છ રાખવા માટે કેટલી બધી મહેનત કરે છે અને કેટલો સમય ખર્ચે છે પરંતુ તેમ છતાં તેમને અપેક્ષા રાખી હોય તે મુજબનું પરિણામ મળતું નથી.

આવું એટલા માટે થાય છે કારણ કે તે સફાઈ સંબંધિત કેટલીક માન્યતાઓમાં વિશ્વાસ રાખે છે. આ સફાઈ સબંધિત કેટલીક માન્યતાઓ તમારા ઘર અને કપડાંની સ્વચ્છતાને અસર કરે છે સાથે તે તમારો સમય પણ ખર્ચ કરે છે. જેના કારણે આખરે તમે હતાશ અને ગુસ્સે થાઓ છો.

તો આજે આ લેખમાં અમે તમને એવી જ કેટલીક સફાઈ સબંધિત માન્યતાઓ વિશે જણાવી રહ્યા છીએ, જેના પર તમારે બિલકુલ વિશ્વાસ ના કરવો જોઈએ.

માન્યતા 1: તમારે બધું ઠંડા પાણીમાં ધોવું જોઈએ : હકીકત છે : સામાન્ય રીતે મહિલાઓ માને છે કે દરેક વસ્તુને ઠંડા પાણીથી ધોવી જોઈએ. એ વાત સાચી છે કે ઠંડા પાણીમાં કપડાં ધોવાથી ઉર્જાનું બિલ બચી શકે છે, પરંતુ ક્યારેક ગરમ પાણી વધુ સારું હોય છે. બેક્ટેરિયા અને મોલ્ડને મારવા માટે પથારી અને ટુવાલ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ ઉપાય છે. સાથે જ કપડાં માટે ઠંડા પાણીને પ્રાથમિકતા આપો.

માન્યતા 2: બ્લીચ એક ઉત્તમ ક્લીનર છે : હકીકત છે : એ સાચું છે કે બ્લીચ બેક્ટેરિયાને મારી નાખે છે અને કેટલાક ડાઘ પણ દૂર કરે છે. પરંતુ વાસ્તવમાં તે જંતુનાશક તરીકે કામ કરે છે, કોઈ ક્લીનર તરીકે નહીં. આ ગ્રીસ કટર નથી, તેથી, ગંદકી અને ગ્રીસ વગેરે જેવા ડાઘથી છુટકારો મેળવવા માટે તમારે સફાઈ માટે બનાવવામાં આવેલી પ્રોડક્ટની જ જરૂર પડશે.

માન્યતા 3: કુદરતી ક્લીનર્સ એટલા અસરકારક નથી હોતા : હકીકત છે : કુદરતી ક્લીનર્સ બનાવવામાં કોઈ કેમિકલ્સનો ઉપયોગ કરતા નથી અને ખાવાનો સોડા, વિનેગર અને લીંબુ વગેરેનો ઉપયોગ કરીને ઘરે તૈયાર કરવામાં આવે છે. તેથી કેટલીક સ્ત્રીઓ માને છે કે તે બજારમાં મળતા ક્લીનર્સ જેટલું અસરકારક નથી હોતું.

જ્યારે એવું નથી, તે તમારા ઘરને કુદરતી રીતે સાફ સફાઈ કરે છે. તેમની એક સમસ્યા એ છે કે આ ક્લીનર્સનો ઉપયોગ કર્યા પછી પણ તમારે તેમને થોડા સમય માટે છોડી દેવું જોઈએ, જેથી તેનું શ્રેષ્ઠ પરિણામ મળી શકે.

માન્યતા 4: વાસણોને હાથથી ધોવાથી પાણીની બચત થાય છે : હકીકત છે : બની શકે કે તમને ડીશવોશરનો ઉપયોગ ના કરવો તે વધુ ઇકો-ફ્રેન્ડલી લાગતું હશે, કારણ કે એવું માનવામાં આવે છે કે હાથથી ડીશ ધોવાથી પાણીની બચત થાય છે.

પરંતુ તમે વાસણો હાથથી ધોતા હોય વધારે પાણી નો વધારે ઉપયોગ કરો છો. ધ્યાન રાખો કે સરેરાશ ફૂલ સાઈઝનું ડીશવોશર લગભગ પાંચ ગેલન પાણીનો ઉપયોગ કરે છે.

માન્યતા 5: ફર્નિચર સાફ કરવા માટે ફર્નિચર પોલિશનો ઉપયોગ કરવો જરૂરી છે : માન્યતા : વારંવાર ફર્નિચર પોલિશનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કારણ કે પોલિશ ધૂળને આકર્ષી શકે છે અને તમારા ફર્નિચર પર વધુ અવશેષો છોડી શકે છે. તેના બદલે તમારે લાકડાના ટેબલ, છાદલીઓ અને ખુરશીઓ સાફ કરવા માટે માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરવો જોઈએ.

માન્યતા 6: વધારે ડિટર્જન્ટનો ઉપયોગ કરવાથી વધારે સ્વચ્છ કપડાં થાય : હકીકત : તમે પણ આ સફાઈ માન્યતા પર વિશ્વાસ કરી શકો છો. ઘણી સ્ત્રીઓને લાગે છે કે જો તેઓ તેમના કપડા ધોતી વખતે વધારે ડિટર્જન્ટનો ઉપયોગ કરે તો તે તેમના કપડા વધારે સારી રીતે સાફ થયાઈ જાય છે. જોકે એવું નથી હોતું.

વધારે પડતા ડિટર્જન્ટનો ઉપયોગ કરવાને કારણે ફીણ વધારે થઇ જાય છે અને જો તેને યોગ્ય રીતે સાફ કરવામાં ના આવે તો તે બેક્ટેરિયા વધી શકે છે. ઘણી વાર કેટલાક લોકોને પાછળથી આ કપડાં પહેર્યા પછી પણ ત્વચામાં ખંજવારની સમસ્યા પણ થાય છે. જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ વધારે માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા