આપણે જાણીએ છીએ કે આપણા શરીરનો બાંધો મજબૂત કરવા માટે, શરીરના બંધારણ માટે ખૂબ જ ઉપયોગી તત્વ છે. જ્યારે લોહી આપણા શરીરના તમામ અંગોને એક્ટિવ રાખવા માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે.
અહીંયા તમને એવી બે વસ્તુ વિષે જણાવીશું જે વસ્તુ તમારે રાત્રે પલાળીને રાખવાની છે. આ બે વસ્તુમાંથી સૌથી પહેલી વસ્તુ જે છે એ વસ્તુ દરેકના ઘરમાં દરેકના રસોડાની અંદર મળી આવે છે. તમે ક્યારેક ને ક્યારેક તેની સબ્જી બનાવી ને કે અન્ય રીતે ઉપયોગ કર્યો હશે.
આ વસ્તુ એટલે કે મગ. મગને તમારે રાત્રે આળસ રાખ્યા વગર એક વાટકી પલાળીને રાખી દેવાની છે. મગ ની અંદર ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ, પ્રોટીન અને વિટામિન ડી જેવા ઘણા બધા વિટામિન છે. આ બધા વિટામિન થોડી અને ઘણી સારી માત્રામાં રહેલા છે. મેગ્નેશિયમ આપણા હાર્ટને હેલ્ધી બનાવે છે.
મગ લોહી શુદ્ધ બનાવે છે. લોહી શુદ્ધ બનવાથી શરીરનો ગંદો કચરો બહાર નીકળી જાય છે. મગથી આપણા શરીરનો બાંધો મજબૂત થાય છે. તો સૌથી પહેલા તમારે જે વસ્તુ પલાળવાની છે તે મગ છે. જે બીજી વસ્તુ છે તે તમે ખૂબ સારી રીતે જાણતા હશો અને તેનો ઉપયોગ પણ કર્યો હશે.
ઘણા લોકો જે રનિંગ કરતા હોય છે, દોડતા હોય છે, કસરત કરે છે અથવા તો જીમ માં જાય છે તે લોકોએ આ વસ્તુનો ઉપયોગ જરૂર કર્યો હશે. તો આ વસ્તુ એટલે કે દેશી ચણા. આ ચણાને રાત્રે એક વાટકી જેટલા પલાળીને મુકવાના છે. ચણામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે.
જેથી પેટની સારી રીતે સફાઈ થાય છે, પેટ સાફ કરવામાં મદદ મળે છે અને ફાઈબરના કારણે આપણું પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. ચણાની અંદર વિટામિન ડી સારી માત્રામાં રહેલું છે, ચણા હાડકા મજબૂત કરે, શરીરનો બાંધો મજબૂત કરે, શરીરને તાકાત આપે, વાળ જેવી નાની મોટી સમસ્યાઓમાંથી છુટકારો આપે છે.
આ બંને વસ્તુને રાત્રે પલાળીને સવારે આ બંને વસ્તુને ચાવી ચાવીને ખાઈ જવાની છે સાથે તેનું પાણી પણ પી જવાનું છે. શ્વાસ ચડતો હોય, લોહીની ઉણપ, આંખની સમસ્યા અને શરીરને શક્તિશાળી બનાવવાની સાથે ઘણી બધી નાની મોટી સમસ્યામાં ખુબજ ફાયદાકારક છે.
મગ અને ચણાને તમે બાફીને પણ ખાઈ શકો છો. તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.