સ્લિમ ફિટ રહેવું સ્વાસ્થ્ય માટે તો સારું જ છે પણ તેની સાથે તે દરરોજ ના જીવનમાં પણ સ્ફૂર્તિ બનાવી રાખે છે. પરંતુ કેટલીકવાર સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા કોઈપણ વર્કઆઉટ માટે સમય ના હોવાને કારણે મહિલાઓ ઘણા પ્રયત્નો કરવા છતાં વજન ઘટાડી શકતી નથી.
એવામાં મહિલાઓ તણાવમાં આવી જાય છે. જો તમે પણ તમારા વધતા વજનને લઈને તણાવમાં છો તો આજે અમે તમને વજન ઘટાડવાની એક સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે સરળતાથી અપનાવીને વજન ઓછું કરી શકો છો. તમારે આમાં કોઈ વધારે મહેનત કરવાની જરૂર નથી.
સફરજન અને મધને એકસાથે લેવાની આ રીત છે તો ચાલો જાણીએ વજન ઘટાડવા માટે સફરજન અને મધ કેવી રીતે લઈ શકાય. સફરજન માટે એક કહેવત છે, રોજ એક સફરજન ખાવાથી તબિયત એટલી સારી રહે છે કે ડૉક્ટર પાસે જવાની જરૂર નથી પડતી.
આપણે જાણીએ છીએ કે સફરજન ઘણા પોષક તત્વોથી, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. ઘણા ફાયદાઓ સાથે સફરજનમાં ફાઈબર પણ ઘણી માત્રામાં જોવા મળે છે તેથી જ તે વજન ઘટાડવાની દ્રષ્ટિએ પણ અસરકારક માનવામાં આવે છે.
સફરજન સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે : સફરજનમાં સોડિયમ ખૂબ જ ઓછું હોય છે તેથી તે શરીરમાંથી વધારાનું પાણી બહાર કાઢવામાં મદદ કરે છે. વિટામિન્સનો ખજાનો ગણાતું મધ એનર્જીને પણ વધારે છે અને કેલેરી બર્ન કરવામાં મદદરૂપ છે.
એક નાનું સફરજન સામાન્ય રીતે 65 કેલરી પૂરી પાડે છે અને તેમાં ચરબી બિલકુલ પણ હોતી નથી, જ્યારે મીડીયમ કદનું સફરજન 110 જેવી કેલરી પૂરી પાડે છે. સફરજન ખાવાથી વજન ઘટાડવાની સાથે બીજા ઘણા ફાયદા પણ થાય છે.
જેના કારણે દાંત સફેદ અને સ્વસ્થ રહે છે. સફરજન પાચનક્રિયાને સારી રાખે છે. તેના ડાયેટરી ફાઈબર્સ પાચનને સારું રાખવામાં મદદ કરે છે. દરરોજ સફરજન ખાવાથી કેન્સર અને ડાયાબિટીસનું જોખમ પણ ઓછું થાય છે. તે હૃદયને યુવાન રાખવાની સાથે તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.
વજન ઘટાડવામાં મધ : મધ વજન ઘટાડવામાં ખૂબ અસરકારક માનવામાં આવે છે. મધ સ્વભાવે મીઠું હોય છે. દરરોજ મધ લેવાથી શરીરને પોષણ મળે છે. ઘણી સ્ત્રીઓ વજન ઘટાડવા માટે મધ સાથે લીંબુનું શરબત લેવું પણ ગમે છે. પરંતુ જો તમને આ વિકલ્પ પસંદ નથી તો તમે સફરજન સાથે મધ લઈ શકો છો.
વજન ઘટાડવા માટે આ રીતે મધ અને સફરજન ખાઓ : જો તમે ઈચ્છો તો સફરજનને ક્રશ કરીને મધ સાથે ખાઈ શકો છો અથવા સફરજનના ટુકડાને મધમાં બોળીને પણ ખાઈ શકો છો. આ તમને મધની કુદરતી મીઠાશ મળશે અને સફરજનનું ફાઇબર પણ.
સફરજન અને મધને એકસાથે લેવાથી તમારી શુગર ક્રેવિંગ પણ કાબૂમાં રહેશે અને તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવશો અને કેલરીની માત્રાને નિયંત્રિત કરવામાં સરળતા રહેશે. જો તમને આ જાણકારી ઉપયોગીલાગી હોય તો ચોક્કસ અજમાવો અને આવી જ વધારે જાણકરી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.