એવું કહેવામાં આવે છે કે જો તમારે સારું સ્વાસ્થ્ય જોઈએ છે તો તમારે તેના માટે સારી ઊંઘ લેવી જોઈએ. ડૉક્ટરો પણ સલાહ આપે છે કે દિવસમાં 8 કલાકની સારી ઊંઘ લેવી જોઈએ. પરંતુ કેટલાક લોકોને એવું બને છે કે 8 કલાકની સારી ઊંઘ લીધા પછી પણ દિવસભર થાક અનુભવે છે.
જર્નલ ઑફ ક્લિનિકલ સ્લીપ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ ખોટી જીવનશૈલી અને આહારને કારણે આવું થતું હોય છે. ક્યારેક આવું તણાવને કારણે પણ થાય છે. તો તમારે કવોન્ટિટી ઊંઘને બદલે ક્વૉલિટીવાળી ઊંઘ લેવી જોઈએ. એવી ઘણા કામ છે જે લોકોએ સૂતા પહેલા ના કરવા જોઈએ અને એવા પણ કેટલાક કામ છે જે કરવા જોઈએ.
પરંતુ લોકો તેના પર ધ્યાન આપતા નથી. ઘણા લોકો 9 થી 10 કલાકની ઊંઘ લે છે. પરંતુ જેમ ઓછી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેવી જ રીતે વધારે ઊંઘ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમે પૂરતી ઊંઘ લીધા પછી પણ થાક અનુભવો છો તો આના ઘણા કારણો છે.
આવું કોઈ રોગને કારણે અથવા સારો ખોરાક ના લેવાને કારણે પણ થઈ શકે છે. આ સાથે જેમને થાઈરોઈડની સમસ્યા છે અથવા જેમને એસિડિટીની સમસ્યા છે તે લોકો સંપૂર્ણ ઊંઘ લીધા પછી પણ દિવસભર થાક અનુભવે છે. આજે અમે તમને કેટલાક સરળ ઉપાય જણાવીશું જે તમને આ સમસ્યામાંથી છુટકારો મેળવવામાં મદદ કરશે.
વહેલા સુવો અને વહેલા ઉઠો : જ્યારે આખો દિવસ કામ કર્યા પછી શરીર થાકી જાય છે ત્યારે તેને આરામની જરૂર હોય છે. પરંતુ કેટલાક લોકોની ઊંઘની આદત ખરાબ હોય છે. થાક છતાં ઊંઘતા નથી અને પોતાને કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રાખે છે. જો તમે આમ કરશો તો 8 કલાકની ઊંઘ લીધા પછી પણ તમારો થાક દૂર થશે નહીં. એટલા માટે રાત્રે વહેલા સુવો અને સવારે વહેલા ઉઠો.
કસરત કરો : દરરોજ 30 મિનિટ કસરત કરવી જ જોઈએ. જો તમે વ્યાયામ કરી શકતા ના હોય તો ફક્ત ચાલો. આના કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે અને સ્નાયુઓ રિલેક્સ થઇ જાય છે. કસરત તમને એક્ટિવ બનાવે છે. તેનાથી તમને સારી ઊંઘ આવે છે અને થાક દૂર થાય છે. એ પણ ધ્યાનમાં રાખો કે વધુ પડતી કસરત ના કરાવી જોઈએ, કારણ કે સ્નાયુઓમાં દુખાવો થઈ શકે છે.
ન્હાવા માટે ગરમ પાણીનો ઉપયોગ ના કરશો : જો તમે નહાવા માટે ગીઝરના પાણીનો ઉપયોગ કરો છો તો બંધ કરી દો. સામાન્ય પાણીથી ન્હાવાનો પ્રયત્ન કરો. આમ કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ ખૂબ જ સારું થાય છે અને તમારી અંદર એનર્જી આવી જાય છે. આ સાથે તમારી નર્વસ સિસ્ટમ પણ સારી રીતે કામ કરે છે જેના કારણે તમે આખો દિવસ તાજગી અનુભવો છો.
શરીરમાં આયર્નની કમી ન થવા દો : જો તમારે સારી ઊંઘ લેવી હોય અને થાકથી બચવું હોય તો તમારે તમારા આહારમાં જરૂરી માત્રામાં આયર્નનો સમાવેશ કરવો જોઈએ. આ માટે તમારે તમારા આહારમાં વધારે લીલા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ.
તેનાથી તમને પૂરતું આયર્ન મળશે અને તમારા શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર યોગ્ય રાખશે. ડોક્ટરોના મતે જો શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તો તેનાથી થાક વધી જાય છે. તેથી તમારા આહારમાં જરૂરી માત્રામાં આયર્નનો સમાવેશ કરો.
વધારે પાણી પીવો : જો તમારા શરીરમાં પાણીની કમી હોય તો પણ, પૂરી ઊંઘ લીધા પછી પણ તમને થાક લાગે છે . દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવો. આ તમારા શરીરને દિવસભર ઠંડુ રાખશે અને આ સિવાય પાણી પીવાથી તમને પગમાં દુખાવો નહીં થાય.
ચોકલેટ ખાઓ : એક રિસર્ચ અનુસાર ચોકલેટ ખાવાથી મગજ ‘હેપ્પી હોર્મોન’ બહાર પાડે છે અને હેપી હોર્મોન મનને શાંત રાખે છે અને તમને દિવસભર ખુશ રાખે છે. એટલા માટે જે દિવસે તમે વધુ થાક અનુભવો છો તે દિવસે તમારે ચોકલેટ અવશ્ય ખાવી જોઈએ. એક રિસર્ચ મુજબ દરરોજ 50 ગ્રામ ચોકલેટ ખાવાથી ઉર્જાનો અનુભવ થાય છે.