આજે તમારી માટે લઈને આવ્યા છીએ શિયાળુ સ્પેશ્યલ ગુંદર ના લાડુંની રેસિપી (gum ladoo recipe). શિયાળામાં મેથીના લાડુની સાથે ગુંદર ના લાડું બનાવવામાં આવે છે પરંતુ ઘણા લોકોના ગુંદર ના લાડુ ખાવાથી ગુંદર દાંતમાં ચોંટી જતો હોય છે જેનાથી લાડુ ખાવાની મજા ઓછી આવે છે.
પરંતુ તમારે ચિંતા કરવાની જરુરુ નથી અહીંયા તમને કેટલીક ટિપ્સ બતાવીશું જેનાથી લાડુ બનાવામાં ખુબજ ટેસ્ટી અને દાંત માં ચોંટશે પણ નહીં. ગુંદરના લાડું શરીર માં થતાં દુઃખાવા સામે રાહત આપે છે. તો આજે અમે તમને જણાવીશું એકદમ પરફેક્ટ મસાલા સાથે ગુંદરના લાડુ કેવી રીતે ઘરે બનાવી શકાય છે.
ગુંદરના લાડુ બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧૨૦ ગ્રામ ગુંદ, ૩૦૦ ગ્રામ ઘી, ૩૦૦ ગ્રામ દેસી ગોળ, ૧૦૦ ગ્રામ ઘઉં નો લોટ( રોટલી નો લોટ) ૧૦૦ ગ્રામ સૂકા કોપરાનું છીણ, ૨-૩ ચમચી કાજુ ના ટુકડાં, ૨-૩ ચમચી બદામ નાં ટુકડાં, ૨-૩ ચમચી મગસતરી ના બી, ૨ ચમચી દ્રાક્ષ, ૨ ચમચી ખસખસ, ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર, ઇલાયચી પાઉડર
હવે જાણીએ ગુંદરના લાડુ બનાવવાની રીત: સૌ પ્રથમ ગુંદરના લાડુ બનાવવા માટે ગેસ પર જાડા તળીયાવારુ વાસણ રાખી તેમાં ૨ મોટી ચમચી ઘી ઉમેરો. હવે તેમાં ગુંદ ઉમેરી, ગુંદને સારી રીતે તળી લો. ગુંદ ફૂલીને સાઇઝ માં ત્રણ ગણો થાય ત્યા સુધી તળો.
ગુંદ તળાઈ તેને એક પ્લેટ માંં લઈ લો. હવે વાટકી ના તળીયા ની મદદ થી ગુંદને સારી રીતે ક્રશ કરી લો. ફરીથી પેન માં થોડું ઘી ઉમેરો અને તેમાં કાજૂ અને બદામ નાં ટુકડાને ધીમા ગેસ પર રોસ્ટ કરી લો. કાજૂ અને બદામને રોસ્ટ કર્યા પછી તેમાં દ્રાક્ષ અને મગસતરી ના બી એડ કરીને રોસ્ટ કરી લો. હવે બનેલા ડ્રાયફ્રૂટ ને નીચે ઉતારી ગુંદ સાથે એડ કરો.
હવે કોપરાના છીણ ને પેન માં એડ કરી સારી રીતે શેકી દો. કોપરાનું છીણ શેકાઈ જાય એટલે તેને પણ એક વાસણમાં એડ કરો. આજ રીતે તમે ખસખસ ને પણ રોસ્ટ કરી ને વાસણ માં એડ કરો. હવે ફરીથી પેન માં ત્રણ મોટી ચમચી ઘી ઉમેરી, તેમાં ઘઉં નાં લોટ ને શેકી દો.
3 થી 4 મિનિટમાં લોટ સારી રીતે શેકાઈ જશે. શેકાઈ ગયેલા લોટને વાસણ માં લઇ લો. અહીંયા ગુંદરના લાડુમાં જરૂરી બધી વસ્તુને ઘીમાં રોસ્ટ કરી દીધી છે એટલે હવે બધી વસ્તુઓને એક મોટાં વાસણ માં લઈને એક્સાથે મિક્સ કરો.
હવે જાણીએ લાડું માટે ગોળ અને ઘી નાં પાયા માટે: વધેલું ઘી અને ગોળને પેન માં એડ કરો. ગોળ સારી રીતે ઘી માં મિક્સ કરી દો. ગોળ સારી રીતે ઘી માં મિક્સ થઇ જાય એટલે ગેસ બંધ કરી તેમાં ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર, અને એલચી પાઉડર એડ કરી ગરમ ગોળમાં એકદમ સારી રીતે બધું મિક્સ કરી દો.
હવે મેલ્ટ થયેલા ગોળ ને વાસણમાં રાખેલા લાડું ના મિક્સર માં મિક્સ કરી દો. અહીંયા ગોળ સાથે લાડુની બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ છે અને મિશ્રણ તૈયાર થઇ છે તો હવે હાથની મદદથી બધા લાડૂ ને સારી રીતે ગોળ- ગોળ બનાવી લો.
તો અહીંયા તૈયાર છે દાંતમાં ન ચોંટે એવા એકદમ પરફેક્ટ ગુંદર ના લાડું. જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.