amla ladoo recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળામાં આમળા પુષ્કળ પ્રમાણમાં બજારમાં મળે છે અને તે ખૂબ જ પૌષ્ટિક અને વિટામિન-સી અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે જે એકંદર આપણે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે.

જો તમે આ સિઝનમાં આ ખાટાં ફળનું વધારેમાં વધારે સેવન કરવા માંગતા હોય તો તમે તેને સ્વાદિષ્ટ લાડુ બનાવીને કરી શકો છો. જો તમારા બાળકોને આમળા ખાવાનું પસંદ નથી તો આ રીતે આમળા ખાવાની એકદમ પરફેક્ટ રેસીપી છે.

આ આમળાના લાડુ ખુબ ફાયદાકારક છે, જે તમને આ સમયમાં જોઈએ જ છે. અત્યારે આપણે બધા રોગચાળાના ત્રીજા મોજાની વચ્ચે છીએ, એટલા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આ રેસિપી તમને મદદ કરશે. તો ચાલો જાણીયે ઘરે આમળાના લાડુ બનાવવાની રેસિપી.

સામગ્રી : આમળા – 6, ખાંડ 1 કપ, સમારેલી બદામ 1/2 કપ, સમારેલા કાજુ 1/2 કપ, ઈલાયચી પાવડર 1/2 નાની ચમચી, જરૂર મુજબ ઘી

આમળા લાડુ બનાવવાની રીત : સૌથી પહેલા આમળાને ધોઈને બાઉલમાં રાખો. પછી તેને થોડીવાર પાણીમાં ઉકાળો અને જ્યારે તે નરમ થઈ જાય ત્યારે તેને બહાર કાઢી લો. હવે આમળાને છીણીને એકબાજુ પર રાખો.

એક પેનમાં છીણેલા આમળા અને ખાંડ ઉમેરો.અને સારી રીતે હલાવો. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. પછી ઈલાયચી પાવડર ઉમેરીને ફરીથી મિક્સ કરો. થોડી વાર પછી ગેસ પરથી ઉતારી તેમાં સમારેલી બદામ અને કાજુ ઉમેરો.

હવે તમારા હાથને થોડા ઘીથી ગ્રીસ કરો અને આમળાના મિશ્રણમાંથી નાના-નાના ગોળ લાડવા બનાવવાનું શરૂ કરો. તો આમળાના લાડુ તૈયાર છે અને તેને એર ટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરો. આ લાડુને તમે 3 થી 4 મહિના સુધી ખાઈ શકો છો.

જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો, આવી જ બીજી રેસિપી અને કિચન ટિપ્સ ઘરે બેઠા મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “રોગપ્રતિકારક શક્તિ ઘોડા જેવી થઇ જશે, આ રીતે બનાવો આમળાના લાડવા”

Comments are closed.