Masoor dal recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ભારતમાં ખાવાનું દાળ વગર અધૂરું માનવામાં આવે છે. બપોરના ભોજનમાં શાક રોટલી ની સાથે ભાત સાથે દાળ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને દાળ વગર તો ઘણા લોકોનું ભોજન પચતું પણ નથી. ભારતના લોકો દાળનો ઘણી રીતે ઉપયોગ કરે છે.

કેટલાક લોકો સ્પ્રાઉટ્સ બનાવવા અથવા ડમ્પલિંગ, સૂપ, ખીચડી વગેરે જેવી વસ્તુઓ બનાવવા માટે ઉપયોગ કરે છે. આ જ કારણથી તેને હેલ્ધી આહારનો એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. ભારતમાં મસૂરની દાળ ખૂબ જ સામાન્ય છે અને તે સરળતાથી મળી જાય છે.

ભારત સિવાય બીજા ઘણા દેશોમાં મસૂરની ખેતી કરવામાં આવે છે. દાળ ટેસ્ટી હોવાની સાથે સાથે તેમાં ઘણા એવા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ખાસ વાત એ છે કે મસૂરમાં માંસ કરતાં વધુ આયર્ન હોય છે, આ સિવાય પણ તેમાં ફોલિક એસિડ, પોટેશિયમ અને પ્રોટીન પણ વધારે માત્રામાં હોય છે.

સૌથી સારી વાત એ છે કે તેને ઝડપથી પકાવી શકાય છે અને ફાઈબરથી ભરપૂર હોવાને કારણે પેટ પણ ઝડપથી ભરાય છે. આ લેખમાં મસૂરની દાળને જલ્દીથી રાંધવા માટેની કેટલીક ટિપ્સ વિશે જણાવીશું.

ઝડપથી દળ બનાવવાની કેટલીક ટિપ્સ 

મસૂરની દાળ બનાવતા પહેલા તેને સારી રીતે ધોઈ લો. ધોયા પછી તેને વાસણમાં ગાળી લો અને પથ્થર અથવા કાંકરા હોય તો તેને કાઢી લો. કેટલાક લોકો દાળને પલાળવા માટે થોડો સમય રાખી મૂકે છે પરંતુ આની કોઈ જરૂરી નથી.

મોટાભાગની દાળ 20 થી 30 મિનિટમાં પાકી જાય છે. જો કે તમે તેને ઓછા સમયમાં રાંધવા માંગતા હોય તો આખી રાત પલાળી રાખો, તેનાથી તે ઝડપથી રંધાઈ જશે. મસૂર દાળને રાંધતા પહેલા તેને વધુ પાણીથી ઢાંકી દો. ધ્યાનમાં રાખો કે એક કપ દાળમાં લગભગ 3 કપ પાણીની જરૂર પડે.

બીજી બાજુ દાળ કદમાં ફૂલી જાય છે પરંતુ વધારાનું પાણી શોષી શકતી નથી તેથી જ્યારે પાકી જાય ત્યારે તેને બહાર કાઢો. દાળને રાંધતી વખતે જ્યારે તે ઉકળે ત્યારે પેનને ઢાંકી દો અને પછી ગેસની આંચને મીડીયમ કરો. ધીમી આંચ પર રાંધેલી દાળ વધારે સ્વાદિષ્ટ બને છે. દાળ વધારે ઉકાળવાને કારણે સ્વાદિષ્ટ નહીં લાગે અને દેખાવમાં પણ સારું નહીં લાગે.

દાળમાં બીજી વસ્તુઓને ઉમેરવાથી સ્વાદ વધે છે. આવી સ્થિતિમાં પાણીને બદલે કેટલીક શાકભાજી મિક્સ કરી શકો છો. આટલું જ નહીં પણ દાળમાં લસણ, ડુંગળી, કુદરતી વનસ્પતિઓ, મીઠો લીમડો જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને, દાળની સુગંધની સાથે સ્વાદને પણ બમણો કરી શકો છો.

કેટલીક જરૂરી બાબતો

તમે મસૂર દાળને જેટલો લાંબો સમય રાંધશો તેટલી તે નરમ બનશે. જો તમે અડધી કાચી પાકી ખાવા માંગતા હોવ તો તેને વધારે ના પકાવો. જો તમે દાળ ઘટ્ટ કરવા માંગો છો તો તેને લાંબા સમય સુધી પકાવો. રસોઈ દાળની વિવિધતા પર આધાર રાખે છે.

આ સિવાય તેમાં વપરાતું પાણી પણ દાળમાં ફરક લાવી શકે છે. ઇન્સ્ટન્ટ પોટ એ દાળ રાંધવાની બીજી સરસ રીત છે કે તમારે ફક્ત આ માટે ટાઈમર સેટ કરવાનું છે અને સમય થાય એટલે ગેસ બંધ કરી દો. એક કપ બ્રાઉન દાળમાં 3 કપ પાણી મિક્સ કરીને પકાવો.

તેને 9 મિનિટ માટે હાઈ પ્રેશર પર પકાવો અને પછી તરત જ ઢાંકણ ખોલો. સામાન્ય રીતે બ્રાઉન દાળને અને લીલી દાળને રાંધવામાં 30 થી 40 મિનિટનો સમય લાગે છે, જ્યારે લાલ, પીળી દાળ 15 થી 20 મિનિટમાં અને કાળી દાળ 20 થી 25 મિનિટમાં પાકી જાય છે.

આ બધી ટિપ્સની મદદથી તમે ઝટપટ દાળ બનાવીને તૈયાર કરી શકો છો. આ સિવાય જો તમને આ કિચન ટિપ્સ પસંદ આવી હોય તો આવી જ બીજી જાણકરી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા