health tips for women in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જ્યારે તમે 30 વર્ષ વટાવી જાઓ છો ત્યારે તમારું મેટાબોલીઝમ એટલું મજબૂત નથી હોતું જેટલું તે તમારી 20 વર્ષની ઉંમરમાં હતું. વધતી જતી ઘરની અને બહારની જવાબદારીઓને કારણે તમારા હાડકાં, ત્વચા, હૃદયની તંદુરસ્તી બધાં સાથે સંભાળ લેવાનું અવગણીએ છીએ.

આ તે ઉંમર હોય છે જ્યારે તમારે તમારી સંભાળ લેવાનું શરૂ કરી દેવું જોઈએ જેથી કરીને તમે 30 વર્ષ વટાવ્યા પછી તમે સ્વસ્થ અને સક્રિય જીવન જીવી શકો અને ત્વચા પર વૃદ્ધત્વના કોઈ લક્ષણ ના દેખાય. આખરે તમારો દેખાવ નક્કી કરે છે કે તમારા શરીરમાં શું થઈ રહ્યું છે.

તમે 30 વર્ષની ઉંમર પછી તમારી જાતને કેવી રીતે ફિટ, સ્વસ્થ અને યુવાન રાખી શકો. તે માટે આજે અમે તમારી સાથે 3 ટિપ્સ શેર કરી રહ્યા છીએ.

ટિપ્સ 1 : તમારા હાડકાંની કાળજી રાખો 

મજબૂત હાડકાં એવી વસ્તુ છે જેને સ્ત્રીઓ શરૂઆતના વર્ષોમાં તો ખુબ જ હળવાશથી લે છે અને 30 વર્ષ પછી પાછળના વર્ષોમાં આ બેદરકારીને કારણે પીડાય છે. તેથી હાડકાંની તંદુરસ્તી જાળવવા માટે સૌપ્રથમ બોન ડેન્સિટી ટેસ્ટ કરાવો જોઈએ. આ સાથે પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન-કે, મેગ્નેશિયમ અને ઝિંકથી ભરપૂર ખોરાક ખાઓ.

વિટામિન ડી હાડકા માટે સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વ છે કારણ કે તે કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે. શહેરીજનોમાં અપૂરતા સૂર્યપ્રકાશને કારણે વિટામિન-ડીની ઉણપ વધારે જોવા મળે છે. તેથી તમારા ડૉક્ટરની સલાહ અનુસાર સમયસર તમારો ટેસ્ટ કરાવવો જોઈએ અને જો જરૂરી હોય તો સપ્લિમેન્ટ્સ પણ લો.

વિટામિન ડી થી ભરપૂર સ્ત્રોતોમાં છે ઈંડાની જરદી, લાલ માંસ અને ફોર્ટિફાઈડ ખોરાકનો સમાવેશ થાય છે. આ સિવાય શરીરમાં મોટાભાગનું વિટામિન-ડી સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી મળે છે.

તે જ રીતે તમારા આહારમાં કેલ્શિયમ માટે દૂધ અને દૂધની બનાવેલી આઇટમો, નટ્સ અને તેલના બીજ, ઈંડા, માછલી, લીલા પાંદડાવાળા શાકભાજી, સોયાબીન વગેરેનો તમારા આહારમાં સમાવેશ કરો.

આ પણ વાંચો: રાત્રે સૂતા પહેલા કરો આ 3 કામ, તમે 60ની ઉંમરમાં પણ 40 ના દેખાશો

ટિપ્સ 2 : ત્વચાની સંભાળ માટે પ્રાથમિકતા આપો

આપણી ત્વચા સૌથી મોટું અંગ છે અને તે જ તે દર્શાવે છે કે તમારું સ્વાસ્થ્ય કેવું છે. તમારી હેલ્ધી ડાયટ અને યોગ્ય જીવનશૈલી ગ્લોઈંગ સ્કિન માટે મહત્વપૂર્ણ છે કારણ કે 30 વર્ષની ઉંમર પછી વૃદ્ધત્વના સંકેતો દેખાવાના ચાલુ થઇ જાય છે.

તમારી દિનચર્યામાં ત્વચા સંભાળ માટેની સારી સારી પદ્ધતિનો સમાવેશ કરો. તમારી ત્વચા મુજબ ક્લીંઝર, ટોનર અને મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. બહાર જતી વખતે સૂર્યથી બચવા માટે સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં કારણ કે યુવી કિરણો ત્વચાના વૃદ્ધત્વને વેગ આપે છે.

આ સિવાય ધ્યાન રાખો કે મેકઅપ કરીને પથારીમાં સુવા ના જાઓ. દરરોજ સૂતા પહેલા તમારા ચહેરાને ધોવો અને ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવાની આદત બનાવો. જો તમે અંદરથી હેલ્દી નથી તો કોઈ બાહ્ય પરિબળો ત્વચાની મદદ કરી શકતા નથી. તમે જેટલા વધારે હેલ્ધી ફૂડ્સ ખાશો તો તમારી ત્વચા એટલી જ સારી દેખાશે.

તેથી સારી ત્વચા મેળવવા માટેનું પહેલું કામ છે હાઇડ્રેશન કરવાનું છે. તેથી દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવાનો પ્રયાશ કરો. બીજું કામ છે કે તમે દરરોજ અલગ અલગ પ્રકારના ફળો અને અલગ રંગોના શાકભાજી ખાઓ. આ સિવાય પૂરતા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને તંદુરસ્ત ચરબી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ખૂબ જ ઓછી કેલરીવાળો ખોરાક ખાવાથી તમારી ત્વચા પર પણ વિપરીત અસરો જોવા મળી શકે છે.

ટિપ્સ 3 : એક્ટિવ રહો

WHO માર્ગદર્શિકા અનુસાર તમારી ફિટનેસ, વજન પર નિયંત્રણ રાખવું, માનસિક સ્વાસ્થ્ય અને હૃદયના સ્વાસ્થ્ય માટે દરરોજ શારીરિક પ્રવૃત્તિ કરવી જરૂરી છે.

એરોબિક વ્યાયામ કરો. દર અઠવાડિયે ઓછામાં ઓછી 150 મિનિટથી 300 મિનિટની એટલે કે ધીરે થી ખુબ જ ઝડપથી ચાલવું વગેરેને તમારી ફિટનેસ રૂટિનમાં જરૂરથી સમાવેશ કરો.

વજનની તાલીમ – અઠવાડિયામાં બે વાર અથવા તેથી વધારે સ્નાયુઓને મજબૂત બનાવવાની પ્રવૃત્તિઓ જરૂર કરો, જે તમારા બધા મસલ્સ ગ્રુપ જેમ કે પગ, હિપ્સ, પેટ, પીઠ, છાતી, ખભા અને હાથ વગેરે પર કામ કરે છે.

નિષ્ણાતો મુજબ જણાવવામાં આવેલી આ 3 અસરકારક ટિપ્સ અપનાવીને તમે પણ 30 વર્ષની ઉંમર પછી પણ પોતાને ફિટ અને યુવાન રાખી શકો છો. તમને આ લેખ કેવો લાગ્યો? ફિટનેસ સંબંધિત આવી વધુ માહિતી મેળવવા માટે, રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા