palak vada banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમારી માટે લઈને આવ્યા છીએ એકદમ ક્રિસ્પી પાલક વડા બનાવવાની રેસિપી. પાલક વડા બનાવવામાં ફક્ત 10 થી 15 જેટલો સમય લાગે અને તે બનાવવા પણ એકદમ સરળ છે. જો તમે મેથીના ગોટા ખાઈને થાકી ગયા હોવ તો આજે જ તમારા ઘરે બનાવો પાલક વડા રેસિપી.

પાલક વડા માટે જરૂરી સામગ્રી: 200 ગ્રામ પાલકના પાન, સ્વાદ પ્રમાણે લીલા મરચા (4-5 નંગ), એક નાનો આદુનો ટુકડો, 6-7 લસણની કળી, એક ચમચી ધાણાજીરું, એક વરિયાળીના દાણાં, એક ચમચી જીરું, અડધી ચમચી કાળા મરી, અડધી ચમચી અજમો

અડધો કપ સમારેલી ડુંગળી, ચપટી હિંગ, અડધી ચમચી હળદર, એક ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, એક ચમચી કસુરી મેથી, એક ચમચી આમચૂર પાઉડર, એક કપ ચણાનો લોટ, એક ચમચી ગરમ તેલ, તળવા માટે તેલ

પાલક વડા બનાવવાની રીત: સૌ પ્રથમ પાલકના પાનને ધોઈને ઝીણા સમારી લો. પેસ્ટ બનાવવા : હવે બેટર માં નાખવાની પેસ્ટ બનાવવા માટે મિક્સર બાઉલમાં લીલા મરચાં, આદુ, લસણ, ધાણાજીરું, વરિયાળી, જીરું, અજમો અને કાળા મરી ઉમેરો. હવે બાઉલમાં પાણી ઉમેર્યા વગર બધી વસ્તુને અધકચરી વાટી, પેસ્ટ તૈયાર કરી લો.

બેટર બનાવવા: એક બાઉલમાં સમારેલા પાલકના પાન, ઝીણી સમારેલી ડુંગળી, ગ્રાઇન્ડ કરેલી પેસ્ટ, હિંગ, હળદર, લાલ મરચું પાવડર, મીઠું, કસૂરી મેથી અને આમચૂર પાવડર ઉમેરો. હવે હાથની મદદથી બધું સારી રીતે મિક્સ કરી દો.

હવે વડાનો લોટ બાંધવા માટે ધીમે ધીમે બેસન ઉમેરો અને મિશ્રણ હલાવતા જઈ કણક બાંધી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે કણકમાં એક ચમચી ગરમ તેલ ઉમેરો અને સારી રીતે ભેળવી દો. હવે હાથની મદદથી ચપટી ચપટી કણકને લઇ તેના ગોળાકાર બોલ બનાવો.

બનાવેલા ગોળાકાર વડાના બોલ ને તેલમાં તળવા માટે ઉમેરો. પાલક વડાને મધ્યમ આંચ પર બહારથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. હવે તરાયેલા વડા ના બોલને એક પ્લેટમાં લઇ લો. તો અહીંયા તમારા ક્રિસ્પી પાલક વડા બનીને તૈયાર છે. આ વડાને ટોમેટો કેચપ અથવા ચટણી સાથે સર્વ કરી શકો છો.

જો તમને અમારી રેસિપી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા