આજના સમયમાં તમામ મહિલાઓ એવું ઇચ્છતી હોય છે કે તે વધતી ઉંમરની સાથે સાથે સુંદર અને યુવાન રહે. આ માટે તે પોતાની સુંદરતાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાવા માટે તે મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરે છે અને બ્યુટી પાર્લરમાં પણ ઘણા પૈસા ખર્ચે છે.
આટલું બધું કરવા છતાં પણ વધતી જતી ઉંમરની સાથે મહિલાઓની સુંદરતા પણ ઓછી થવા લાગે છે જેના કારણે ઘણી મહિલાઓ ખૂબ જ પરેશાન થઈ જાય છે. વધતી ઉંમરની સાથે કુદરતી સુંદરતા ઓછી થવા લાગે છે. જો કે દરેક સ્ત્રી એવું ઈચ્છે છે કે તેની સુંદરતા ક્યારેય ઓછી ના થાય અને તે તેની વધતી ઉંમરમાં પણ યુવાન જ દેખાય.
પરંતુ વધતી ઉંમર પછી ચહેરા પર ડાઘ પડવા એ સામાન્ય સમસ્યા છે. વધતી ઉંમરમાં સૌથી પહેલા ચહેરા પર કરચલીઓ જોવા મળે છે. પરંતુ તમારી ખોટી જીવનશૈલી, તણાવ, ખોટો આહાર, અને બીજા ઘણા કારણોને લીધે ઉંમર પહેલા તમારા ચહેરા પર નિશાન દેખાવા લાગે છે.
પરંતુ તમારે ચિંતા કરવાની જોઈ જરૂર નથી કારણ કે તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને, અકાળે પડતી કરચલીઓથી તો બચી શકશો, પરંતુ તેની સાથે વધતી ઉંમરમાં પણ યુવાન અને સુંદર દેખાશો.
તમે કદાચ આ વાત માનશો નહીં પરંતુ સાચું છે. આયુર્વેદમાં એવી કેટલીક વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેને તમારા આહારમાં સમાવેશ કરવાથી મહિલાઓ વધતી ઉંમર સાથે પણ સુંદર, યુવાન અને સ્વસ્થ રહી શકશે, તો ચાલો જાણીએ તે કઈ વસ્તુઓ છે.
આમળા : દરરોજ આમળાનો રસ અથવા આમળાનો પાઉડરનું સેવન કરો. આનાથી તમે અનેક પ્રકારની સમસ્યાઓથી બચી શકો છો અને તમને લાંબા સમય સુધી યુવાન રાખવામાં મદદ કરે છે. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે આંખો અને વાળ માટે ફાયદાકારક છે. આમળાની સૌથી સારી વાત એ છે કે તમે તેનો ઉપયોગ ગમે તે રૂપમાં કરો, પરંતુ તેમાં હાજર વિટામિન સી ઓછું થતું નથી.
કુંવરપાઠુ : કુંવરપાઠુનો ઉપયોગ સ્વાસ્થ્ય અને ત્વચાની તમામ સમસ્યાઓ માટે અમૃત માનવામાં આવે છે. દરરોજ કુંવરપાઠુનો જ્યુસ પીવાથી તમે દરેક પ્રકારના વાત્ત – પિત્ત અને કફના રોગોથી સુરક્ષિત રહો છો અને કુંવરપાઠુ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે, તેનું સેવન કરવાથી ત્વચા પર કરચલીઓ પડતી નથી અને ત્વચાના બધા રોગો દૂર થાય છે.
ત્રિફળા ચૂર્ણ : ત્રિફળા ચૂર્ણને સૌથી ચમત્કારી ચૂર્ણ માનવામાં આવે છે. તેનું નિયમિત સેવન કરવાથી 100 થી વધુ રોગોથી બચી શકો છો. ત્રિફળા તમામ પ્રકારના વાત્ત, પિત્ત અને કફ રોગોનો નાશ કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેને નિયમિત ખાવાથી વૃદ્ધાવસ્થા રહે છે અને તમે લાંબા સમય સુધી યુવાન રહેશો.
અશ્વગંધા: થાક અને નબળાઈને દૂર કરવા માટે દરરોજ અશ્વગંધા અને શતાવરનું ચૂર્ણને દૂધમાં મિક્ષ કરીને પીવો. આ રીતે પીવાથી થાક અને નબળાઈ જલ્દી દૂર થઈ જશે અને ઊંઘ પણ સારી આવશે. જેના કારણે તમે લાંબા સમય સુધી યુવાન રહેશો.
લીમડો : કડવો લીમડો સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે વરદાન સ્વરૂપ છે. કડવો લીમડો હજારો ગુણોથી ભરેલો છે અને તમે લીમડાના 4 થી 5 તાજા પાન ખાવાથી ત્વચા અને દાંતના રોગોથી દૂર રહી શકો છો. આ સાથે તેનું દરરોજ સેવન કરવાથી આંખોની રોશની વધે છે અને હૃદય રોગ દૂર થાય છે અને તમે લાંબા સમય સુધી યુવાન દેખાશો. આજકાલ તો એલોપેથિક દવાઓમાં પણ લીમડાનો ઉપયોગ થાય છે.
મધ : દરરોજ એક ચમચી મધ સાથે થોડી તજનું સેવન કરવાથી પણ તમે લાંબા સમય સુધી યુવાન રહેશો. તજ એક પ્રકારનો આરોગ્યપ્રદ મસાલો છે તેથી તેને મધમાં ભેળવીને પીવામાં આવે તો મધની ઉર્જા બમણી થઈ જાય છે. દરરોજ મધનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. મધ એન્ટીબેક્ટેરિયલ તત્વોથી ભરપૂર હોય છે.
લીંબુ : લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે જે વાળ અને આંખો માટે ફાયદાકારક છે. દરરોજ હૂંફાળા પાણીમાં લીંબુ અને મધ ભેળવીને પીવાથી વજન ઝડપથી ઘટે છે અને પેટની ચરબી દૂર થાય છે. આ સિવાય પણ તેનું દરરોજ સેવન કરવાથી તમને લાંબા સમય સુધી યુવાન રાખે છે.
લીંબુમાં રહેલું વિટામિન સી કોલેજનનું ઉત્પાદન વધારે છે. વિટામિન સી એ એન્ટીઑકિસડન્ટ છે જે મુક્ત રેડિકલને કારણે થતા નુકસાનને ઓછું કરે છે. વિટામિન સી કોલેજનનું ઉત્પાદન વધારીને ત્વચાની કરચલીઓ ઘટાડે છે.
જો તમે પણ વધતી ઉંમરની સાથે પણ યુવાન દેખાવા માંગતા હોય તો તો આજથી જ તમારા આહારમાં આ 7 વસ્તુઓનો સમાવેશ કરો અને તમે પણ જલ્દીથી આવતા વૃદ્ધવસ્થાને આવતા અટકાવી શકો છો