તમે આ સૂત્ર તો સાંભળ્યું જ હશે કે ‘પાણી એ જીવન છે’ અને પાણી વગર કોઈ જીવી શકતું નથી. આપણે બધા ક્યાંક વાંચીયે છીએ કે અથવા ટીવીમાં સાંભળીયે છીએ કે બદલાતા વાતાવરણને કારણે પૃથ્વી પર પાણીની સતત અછત સર્જાઈ રહી છે. તેથી જ પાણીના સંરક્ષણ તરફ સૌએ ધ્યાન આપવાની ખુબ જ જરૂર છે.
અત્યારનું ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે પાણીનો સૌથી વધારે ઉપયોગ થઈ રહ્યો છે. પાણી તરસ છીપાવવાથી લઈને ખેતી કામમાં, મકાન નિર્માણમાં, વીજળી ઉત્પાદન અને સાફ સફાઈમાં વગેરે કામોમાં પાણીનો ઉપયોગ થાય છે. એટલા માટે એ ખૂબ જ જરૂરી છે કે આપણે નાના-નાના પ્રયાસો કરીને પાણીનું જતન કરીએ અને તેનો ફરીથી ઉપયોગ કરીને પાણીનો બગાડ થતો બચાવીએ.
હવે પાણી બચાવવાની શરૂઆત આપણે આપણા ઘરથી જ કરીએ. તો આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે કેવી રીતે તમે ઘરમાં ઉપયોગ કરેલું પાણીનો ફરીથી ઉપયોગ કરીને વપરાતા પાણીને વેડફાતા બચાવી શકો છો.
માછલીઘરનું પાણીનો ઉપયોગ : જે લોકોના ઘરમાં ફિશ એક્વેરિયમ હોય છે તે લોકો દર બીજા કે ત્રીજા દિવસે તેનું પાણી બદલે છે. અહીં પણ તમે આ પાણીનો બગાડ થતો બચાવી શકો છો અને આ પાણીનો ફરીથી ઉપયોગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે ફિશ એક્વેરિયમમાંથી છોડવામાં આવતું પાણી છોડ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
કારણ કે તેમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને એમોનિયમ વગેરે તત્વો હોય છે. આ એક કુદરતી ખાતર જેવું છે જેને તમે વૃક્ષો અને છોડમાં નાખી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે જો તમે માછલીઘરમાં ખારું પાણી ઉમેરો છો તો તેનો ઉપયોગ છોડ માં કરવાથી છોડને નુકસાન પહોંચાડી શકે છે.
ચોખાનું પાણી : સમગ્ર ભારતમાં સૌથી વધારે ખાવામાં આવતો ખોરાક ચોખા છે. ચોખા રાંધવા માટે પણ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો પહેલા ચોખાને થોડીવાર માટે પાણીમાં પલાળી રાખે છે અને પછી તેને બીજા પાણીમાં ઉકાળે છે. પણ તમે બંને વખત બચેલા પાણીને વાપરી શકો છો.
ચોખાના પાણીનો આ રીતે કરો ઉપયોગ : ચોખાનું પાણી તમારા વાળ અને તમારી ત્વચા બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે. તમે આ પાણીનો ઉપયોગ કરીને વાળ ધોઈ શકો છો અને તેનો ઉપયોગ ચહેરાના ટોનર અથવા ફેસ પેક તરીકે ઉપયોગ કરી શકો છો. ચોખાનું પાણી ત્વચા ઢીલી તો તેને ઓછી કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે.
તમે તમારા વધેલા ચોખાના પાણીનો બગીચામાં પણ ઉપયોગ કરી શકો છો. તમે તેનું પાણી છોડના મૂળમાં નાખવાથી તે ઝાડ અને છોડને સારી ગ્રોથ મળે છે.
કપડાં ધોવા પછી બાકી રહેલું પાણી નો ઉપયોગ : દરેક ઘરમાં નિયમિતપણે અથવા કેટલાક ઘરોમાં અઠવાડિયામાં એક કે બે વાર કપડાં ધોવામાં આવે છે, તો આવી સ્થિતિમાં કપડાં ધોયા પછી ડિટર્જન્ટવાળું પાણી ફેંકવા કરતાં તેનો ઉપયોગ ડોર મેટ, કાર અથવા અન્ય કોઈપણ વાહન વગેરે સાફ કરી શકાય છે. તમે આ પાણીનો ઉપયોગ ફ્લોર સાફ કરવા માટે કરી શકો છો.
ફ્રીઝરમાં બરફ જામી ગયો હોય તો તે પાણીનો ઉપયોગ : ક્યારેક ઘરમાં રહેલા ફ્રિજમાં બરફ જામી જાય છે અને તેને ડી-ફ્રોસ્ટ કરવો પડે છે. આ રીતે બરફ પીગળવાને કારણે પાણીનો બગાડ થાય છે. આ વોટર ફિલ્ટર હોય છે તેથી તમે તેને ઇન્વર્ટરની બેટરીમાં નાખી શકો છો. આ પાણીનો ઉપયોગ તમે ગાર્ડન એરિયામાં પણ કરી શકો છો.
વરસાદનું પાણીનો ઉપયોગ : તમે પણ વરસાદના પાણીને પુનઃસ્થાપિત કરીને તેનો ફરીથી ઉપયોગ કરી શકો છો. તમે આ પાણીનો ઉપયોગ ઘરના નાના કામ કરવા માટે પણ કરી શકાય છે. તો ચાલો અમે તમને જણાવીએ કે તમે તેનો ઉપયોગ કેવી કેવી રીતે કરી શકો છો.
તમે વરસાદના પાણીનો સંગ્રહ કરીને તેને તમારા બગીચામાં વૃક્ષો અને છોડમાં નાખી શકો છો. તમે વરસાદના પાણીને ઉકાળી ફિલ્ટરનું પાણીને તમે ઇન્વર્ટરની બેટરીમાં ભરી શકો છો. તમે ગંદા કપડાં અને તમારી કાર કે વાસણોને પણ વરસાદના પાણીથી સાફ કરી શકો છો.
શાકભાજી ઉકાળ્યા પછી બાકી રહેલું પાણીનો ઉપયોગ : જો તમે ઘરે દૂધી, બટાકા, કોબી અથવા બીજી કોઈપણ શાકભાજીને બાફી લો છો તો તમે તેના પાણીનો ફરીથી ઉપયોગ કરી શકો છો. તમે બાફેલી શાકભાજીના પાણીથી કણક બાંધી શકો છો. આ પાણી પૌષ્ટિક પણ છે અને લોટ પણ સરળતાથી ગૂંથી શકાય છે.
પીવાના પાણીનો ઉપયોગ : પીવાનું પાણી સૌથી શુદ્ધ હોય છે અને તમે આ પાણીનો ફરીથી ઉપયોગ કરી શકો છો, ખાસ કરીને જો પાણી વધારે જૂનું થઈ ગયું હોય અને તમે તેને પીવા માંગતા નથી તો તમે તેનો ઉપયોગ સાફ સફાઈ કરવા માટે કરી શકો છો અને આ પાણીથી તમે સ્નાન પણ કરી શકો છો.
બાફેલા ઇંડાનું પાણીનો ઉપયોગ : ઈંડાના છાલમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. જ્યારે તમે ઈંડાને પાણીમાં ઉકાળો છો તો તેમાં રહેલા તત્વો પણ પાણીમાં આવે છે અને તમે આ ઇંડાને ઉકાળ્યા પછી તમે આ પાણી છોડમાં રેડી શકો છો. જેના કારણે છોડને યોગ્ય પોષણ મળે છે અને છોડની સારી વૃદ્ધિ થાય છે.
જો તમને આ જાણકારી ગમી હોય તો, આવી જ જીવનઉપયોગી માહિતી, કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ અને અવનવી વાનગીઓ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને ધાકરે બેઠા માહિતી મળતી રહેશે.