આપણા ઘરમાં રસોડું એક એવી જગ્યા છે જેને માત્ર રસોઈ જોડે જ સંબંધિત નથી પણ તેની સાથે સાથે તેનો સંબંધ આપણા સ્વાસ્થ્ય અને ખુશી સાથે પણ છે. તેથી રસોડાની યોગ્ય કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.
સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે મહિલાઓ રસોડાની સાફ સફાઈનું સંપૂર્ણ ધ્યાન રાખે છે પરંતુ રસોડાના ડ્રોઅરથી લઈને ફ્રિજની ઉપર આવી ઘણી વસ્તુઓને એમ જ રાખે છે પરંતુ રસોડામાં આ રીતે કોઈ પણ વસ્તુ રાખવી યોગ્ય નથી માનવામાં આવતી.
વાસ્તુશાસ્ત્ર કહે છે કે તમે રસોડામાં જે પણ વસ્તુ રાખો છો તે ચોક્કસપણે તમારા જીવનને કોઈને કોઈ રીતે અસર કરે છે. એટલા માટે તમે તમારા રસોડામાં બિનજરૂરી વસ્તુઓ ના રાખો. આ સિવાય પણ વાસ્તુશાસ્ત્રમાં ઘણી વસ્તુઓને રસોડામાં ના રાખવાની સલાહ આપવામાં આવી છે. તો આજે આ લેખમાં તમને જણાવીશું કઈ એવી વસ્તુઓ છે જેને તમારે તમારા રસોડામાં ના રાખવી જોઈએ.
પૂજા સ્થળ ના બનાવવું જોઈએ : કેટલાક લોકોના રસોડામાં જ પૂજા સ્થળ હોય છે પરંતુ તમારે એવું ક્યારેય ના કરવું જોઈએ. રસોડામાં આપણે લસણ-ડુંગળીનો તડકો લગાવીએ છીએ અને આ સિવાય રસોડામાં વિવિધ પ્રકારના ખાવાનો ધુમાડો અને દુર્ગંધ આવે છે અને આ બધી વસ્તુઓ પૂજા સ્થાનમાં ના હોવી જોઈએ. તેથી તમારા ઘરમાં પૂજા માટે અલગ સ્થાન બનાવો.
દવાઓ રાખશો નહીં : કેટલાક લોકો તેમની દવાઓને પણ રસોડામાં રાખતા હોય છે. પરંતુ તમારે આવું કરતા બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે રસોડામાં દવાઓ રાખવાથી તે ધીમે-ધીમે આપણા ભોજનનો એક ભાગ બનવા લાગે છે અને પછી તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે.
સામાન્ય રીતે મોટાભાગની દવાઓને ચોક્કસ તાપમાને રાખવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ રસોડામાં તાપમાન મોટાભાગે વધુ જ હોય છે, કારણ કે ત્યાં પહેલેથી જ અગ્નિ તત્વ એટલે કે ગેસ સ્ટવ હોય છે તેથી દવાઓને રસોડાથી અલગ જગ્યાએ રાખવાનો પ્રયાસ કરો.
ઉંદરનું પાંજરું : ઘણી વખત એવું બને છે કે ઘરમાં ઉંદરો વધારે આવી જાય છે અને લોકો તેને પકડવા માટે પાંજરા મુકે છે પરંતુ તેને રસોડામાં પણ ના રાખવું જોઈએ. જ્યારે ઉંદર પાંજરામાં આવે તો તે મરી પણ શકે છે અથવા તે રસોડામાં ગંદકી પણ કરી શકે છે. જો તમે ઉંદરનું પાંજરું ને રસોડાની બહાર અથવા આંગણામાં રાખી રાખવું જોઈએ અને તેમને પકડ્યા પછી મારશો નહીં. તેમને ક્યાંક દૂર છોડી દો.
તૂટેલા અને ના વપરાશમાં આવતા વાસણો : ઘણી વાર આપણા રસોડામાં એવા વાસણો હોય છે, જેમાં તિરાડ પડી ગઈ હોય છે તો તેને ક્યારેય રસોડામાં ના રાખવા જોઈએ. તમે કાં તો તેને બહાર કાઢી શકો અથવા તો તેનો ઉપયોગ કરવા માંગતા હોય તો ઠીક કરાવો અને પછી જ તેનો ઉપયોગ કરો.
એ જ રીતે રસોડામાં, આપણે પણ આવા ઘણા મોટા કદના વાસણો રાખીએ છીએ કે જેનો સામાન્ય રીતે ઉપયોગ તો થતો નથી. , તો આવા વાસણોને રસોડામાંથી બહાર કાઢીને સ્ટોર રૂમમાં રાખી શકાય છે.
ચપ્પલ : કેટલાક લોકો રસોડામાં અને બહાર એક જ ચપ્પલનો ઉપયોગ કરે છે પણ તમારે આવું બિલકુલ ન કરવું જોઈએ. રસોડા માટે અલગ ચપ્પલનો ઉપયોગ કરવો જોઈએ અને તેનો રસોડાની બહાર બીજે ક્યાંય ઉપયોગ ના કરવો જોઈએ.
જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો આવી જ જીવનઉપયોગી માહિતી, કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ અને અવનવી વાનગીઓ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને ધાકરે બેઠા માહિતી મળતી રહેશે.