દાળ એ આપણા ઘરોમાં બનતી એક એવી વાનગી છે જે મોટાભાગના ઘરમાં દરરોજ ખાવામાં આવે છે. બપોર હોય કે સાંજના ભોજનમાં આપણે બધા તેનું સેવન કરીએ છીએ. પ્રોટીનનો સારો સ્ત્રોત હોવાની સાથે દાળમાં ઘણી વિવિધતાઓ છે.
અલગ અલગ દાળને મિક્સ કરીને પણ પંચરત્ન દાળ બનાવવામાં આવે છે. આપણા દક્ષિણ ભારતમાં દાળ ખાવાની રીત પણ અલગ છે અને ઉત્તર ભારતમાં દાળ ખાવાની રીત તો સાવ અલગ છે.
કદાચ તમને ખબર હશે કે દાળ વિશે એક પ્રખ્યાત કહેવત પણ છે કે ‘ઘર કી મુર્ગી દાલ બરાબર’, આ કહેવત એટલા માટે કહેવાય છે કારણ કે ઘરની દાળ રોજ એકસરખી જ બને છે અને તેના કારણે લોકો કંટાળી જાય છે. જો તમને પણ આ સમસ્યા છે તો અમે તમને એવી ત્રણ રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ જે તમને દરરોજની દાળને એક અલગ જ સ્વાદ આપશે.
1. તડકો કર્યા વગર જ લસણ અને હિંગની ફ્લેવર આપો : મોટાભાગે આપણે દાળના તડકામાં લસણ અને હિંગની ફ્લેવર આપતા આવ્યા છીએ, પરંતુ જો તમારે તેલ કે ઘીનો ઉપયોગ ના કરવો હોય અને ડાયટ કોન્શિયસ દાળ ખાવાની ઈચ્છા હોય તો તમે તેના વગર દાળમાં તમામ મસાલાનો સ્વાદ આપી શકો છો. આ માટે તમારે કંઈ કરવાની જરૂર નથી, બસ તમારે દાળને રાંધતી વખતે બધી વસ્તુઓ હિંગ સાથે એકસાથે નાખવાની છે.
કેવી રીતે : સૌથી પહેલા દાળને ધોઈ લો. હવે કૂકરને ગરમ થવા માટે ચડાવો અને 30 સેકન્ડની અંદર કૂકરમાં છોલેલા લસણની એક કળી ઘસો, ત્યારબાદ પાણીને ઉકળવા માટે ચડાવો. આ પછી દાળને બાફતી વખતે તેની સાથે 4 થી 5 લસણની કળી, એક ચપટી હિંગ અને બે સમારેલા લીલા મરચા ઉમેરો. આ સાથે તમે હળદર અને મીઠું જ નાખશો તો પણ કામ થઇ જશે.
આ દાળને બનવામાં પણ ઓછો સમય લાગે છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે. જો તમે ઇચ્છો તો તેને તરત જ બહાર કાઢીને સર્વ કરી શકો છો. આમાં ના તો વધારે મસાલા કે તેલ કે ઘીની જરૂર પડશે અને આ હેલ્ધી દાળ ખૂબ જ સ્વાદિષ્ટ પણ બનશે. તમે ઈચ્છો તો બાફતી વખતે લાલ મરચાં વગેરે ઉમેરી શકો છો.
2. ખાટી દાળમાં આવશે ખાવાનો સ્વાદ : હિંગ અને જીરુંથી ફ્રાય કરેલી દાળ તો તમે ઘણી વખત ખાધી હશે, પરંતુ શું તમે ક્યારેય સરસો અને મીઠા લીમડાના પાન સાથે ફ્રાય કરેલી ખાટી દાળનો સ્વાદ ચાખ્યો છે ખરા? મોટાભાગે યુપી અને બિહાર જેવા રાજ્યોમાં દાળને ખાટી બનાવવા માટે કાચી કેરી નો ઉપયોગ થાય છે પરંતુ તમે તેને બીજી રીતે પણ ખાટી કરી શકો છો. ખાસ કરીને જો કોઈનું પેટ ખરાબ હોય તો આવી ખાટી દાળ ખાઈ શકે છે.
કેવી રીતે બનાવી શકાય : દાળને ખાટી બનાવવા માટે તમે તેમાં સૂકું લાલ મરચું, રાઈ અને મીઠો લીમડો પાન નો તડકો કરો. જો તમે ઇચ્છો તો તે જ સમયે સૂકા મસાલાઓ પણ ઉમેરી શકો છો. તેમાં ધાણાનો પાવડર, હળદર, લાલ મરચું પાવડર વગેરે ઉમેરી શકાય છે.
આ પછી ગેસને થોડો ધીમો કરી તેમાં લીંબુનો રસ અથવા આમલીનો પલ્પ ઉમેરી દો. જો તમે ઈચ્છો તો કોકમનો રસ પણ ઉમેરી શકો તો તે પણ કામ કરશે. બસ આ તડકામાં ફક્ત બાફેલી દાળને ઉમેરો અને જુઓ કે તેનો સ્વાદ કેવો આવે છે.
3. નાળિયેર અને ખાંડ સાથે બનાવો દાળ : તમે સાંભળ્યું જ હશે અને આપણે પણ વારંવાર કહીએ છીએ કે ગુજરાતી દાળ ખુબ જ મીઠી હોય છે, પરંતુ તમને જણાવી દઈએ કે દાળ ખાવાની ઘણી અલગ-અલગ રીતો હોય છે અને બંગાળી દાળ પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
કેવી રીતે બનાવી શકાય : આમાં દાળ રાંધતી વખતે પણ છીણેલા આદુનો ઉપયોગ કરવામાં આવે છે અને દાળને પાણી, હળદર, મીઠું અને આદુ નાખીને પકાવો અને પછી તેમાં થોડી ખાંડ અને ફ્રાય કરેલું નારિયેળ નાખો.
હવે દાળના ટેમ્પરિંગ માટે નાળિયેર તેલમાં રાઈ દાણા અને લાલ મરચાંનો ઉપયોગ કરો. હવે આને બાફેલી દાળના ટેમ્પરિંગમાં ઉમેરો અને અહીંયા તમારું કામ પૂર્ણ થાય છે.
આ ઉપર જણાવેલ ત્રણ રેસિપી તમારી રોજિંદી દાળને એક નવો સ્વાદ આપશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય, તો તેને આગળ પહોંચાડો. આવી જ બીજી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.