બાળકોથી લઈને પુખ્ત લોકો બધાને પનીરની વાનગી ખાવી પસંદ છે. તો આજના આ લેખમાં પાલક પનીર ખાવાના ફાયદા વિશે જણાવીશું. શિયાળામાં સૌથી વધારે ખાવામાં આવતા શાકમાંની એક છે પાલક પનીરનું શાક. સ્વાદમાં અદ્ભુત હોવાની સાથે આ શાક આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણી રીતે ફાયદાકારક છે.
શિયાળાની ઋતુમાં આ પૌષ્ટિક શાક છે જેનો તમારા આહારમાં સમાવેશ કરવો જ જોઇએ. પાલક પનીર એક એવું શાક છે જે દરેકને પસંદ હોય છે. આ શાક તે ખોરાકમાંથી એક છે જે સ્વાદ અને પોષણ બંનેનો ખજાનો છે. લોકો આ શાકને મોટાભાગે શિયાળાની ઋતુમાં રોટલી કે ભાત સાથે ખાય છે.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્વાદથી ભરપૂર આ સ્વાદિષ્ટ શાક આપણા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. તો આવો જાણીએ શિખા પાલક પનીરના છુપાયેલા પોષક તત્વો અને ફાયદાઓ વિશે.
પ્રોટીનથી ભરપૂર છે : પનીરમાં મુખ્યત્વે પ્રોટીન હોય છે. આથી પાલક પનીરનું શાક તમારા પ્રોટીનના સેવનમાં ફાળો આપી શકે છે. પ્રોટીન એ સ્નાયુઓના નિર્માણ અને શરીરના પેશીઓને સુધારવા માટે આવશ્યક તત્વ છે. પનીર તમને સંપૂર્ણ પ્રોટીન બનાવવા માટે જરૂરી તમામ એમિનો એસિડ પ્રદાન કરે છે. આ શાક પ્રોટીનથી ભરપૂર હોવાથી હાડકાંને મજબૂત બનાવે છે.
વજન કરે છે નિયંત્રિત : પાલક પનીર શાકમાં કેલરી ખૂબ ઓછી હોય છે અને ચરબી ઓછી હોવાને કારણે તેને ખાધા પછી શરીર ભરેલું લાગે છે અને લાંબા સમય સુધી કંઈપણ ખાવાની ઈચ્છા નથી થતી જેના કારણે તમે વધારે ખોરાક ખાવાથી બચી શકો છો જે તમને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે : કારણ કે પાલક પનીરમાં મુખ્ય વસ્તુ પાલક હોવાથી તે તમારા બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. પાલકમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કોલેસ્ટ્રોલના સ્તરને નીચું રાખે છે અને તમારા હૃદયની ધમનીઓને ખોલે છે જેને બ્લોક કરી શકે છે.
તેમાં ફોલેટ પણ હોય છે જે હૃદય પ્રણાલી માટે ખુબ જ સારું છે. પાલકમાં રહેલું મેગ્નેશિયમ હાઈ બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ કરે છે. જો કે તેને બ્લડ પ્રેશરની સંપૂર્ણ દવા તરીકે ના જોઈ શકાય પરંતુ પોષક તત્વોથી ભરપૂર હોવાને કારણે તે બ્લડ પ્રેશરને ઘણી હદ સુધી નિયંત્રિત કરવામાં તમારી મદદ કરે છે.
ગર્ભાવસ્થામાં ફાયદાકારક : પાલક પનીર એક એવું શાક છે જે ગર્ભાવસ્થા દરમિયાન પણ મહિલાઓ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેમાં આયર્ન અને પ્રોટીન જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે ગર્ભસ્થ બાળક માટે પણ ફાયદાકારક છે અને પાલકમાં રહેલું વિટામિન A પણ માતા અને બાળક બંનેની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
પાલકમાં જોવા મળતું ફોલેટ બાળકના મગજ અને નર્વસ સિસ્ટમના વિકાસ માટે જરૂરી હોય છે. આ સિવાય પનીરમાં રહેલું કેલ્શિયમ બાળકના હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે, પરંતુ જો તમે ગર્ભાવસ્થા દરમિયાન આ શાકનું સેવન કરો છો તો તમારે ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
પોષણથી ભરપૂર : પાલક પનીરમાં વિટામિન-એ, વિટામિન-કે, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલેટ અને બીજા પણ ઘણા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. પાલક પનીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોવાથી તે હૃદય અને સ્નાયુઓની સરળ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
પનીરમાં હાજર વિટામિન B2 અને B-12 ભોજનને ઉપયોગી ઊર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. આ એક એવું શાક છે કે જેમાં ભરપૂર પોષણ હોવાથી શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
પાચનમાં સુધારો કરે છે : પનીરમાં પ્રોટીન કૈસિઈન હોય છે જે શરીરમાં સરળતાથી પચી જાય છે. પાલક પેટના પાચન સંબંધી વિકૃતિઓને દૂર રાખીને ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં મદદ કરે છે. તેના સેવનથી પેટ સંબંધિત અનેક સમસ્યાઓમાં રાહત મળે છે અને કબજિયાતમાંથી પણ છુટકારો મળે છે. તેના સેવનથી મળત્યાગની પ્રક્રિયાને પણ સરળ બનાવી શકાય છે.
આ રીતે પાલક પનીર તમારા સ્વાસ્થ્ય માટે એક રીતે ફાયદાકારક છે અને આ પોષણથી ભરપૂર શાકને તમારા આહારનો એક ભાગ બનાવવો જ જોઈએ. પરંતુ જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવાનું ભૂલશો નહીં.
જો તમને પણ આ જાણકારી પસંદ આવી હોય તો જેને આ માહિતીની જરૂરિયાત છે તેમને મોકલો. આવી જ બીજી જીવન ઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.